નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પરેશાન કરતાં સ્પામ મેઇલ્સ!

 
તમે ઘણી વાર તમારા ઇ-મેઇલ એકાઉન્ટ પર કેટલાક ચિત્ર-વિચિત્ર અજાણ્યા ઇ-મેઇલ્સ જોતાં હશો. જેમ કે, તમને લકી વિનર જાહેર કરીને તમારા બેંક એકાઉન્ટમાં હજારો ડોલર્સ જમા કરાવવાનો દાવો કરવો, તો ક્યારેક કોઇ લિંક પર ક્લિક કરતાં જ વાંધાજનક વેબસાઇટ ખુલી જવી. મોટા ભાગના સ્પામ મેઇલ્સમાં કંપનીની જાહેરાતો અને ઓફર્સની જાણકારી આપવામાં આવે છે. જ્યારે કેટલાક સ્પામ મેઇલ્સમાં વાઇરસ પણ હોઇ શકે છે, જે તમારા દ્વારા કોઇ જાણકારી કે પાસવર્ડ જણાવવાથી સક્રિય બનીને કોમ્પ્યુટર અથવા તેમાં રહેલી ફાઇલોને નુકસાન પહોંચાડી શકે છે.

ઉપાય છે!!

સ્પામ મેઇલ્સથી છુટકારો મેળવવાના કેટલાક ઉપાય :

- આઇડી બ્લોક કરો : ઇ-મેઇલ આઇડીના સેટિંગ દ્વારા તમે સ્પામ મેઇલ્સ મોકલતાં આઇડીને બ્લોક કરી શકો છો. જેમ કે, તમારું જી-મેઇલમાં એકાઉન્ટ છે, તો તમારું એકાઉન્ટ ખોલો અને તેમાં જમણી તરફ આપેલા ‘સેટિંગ’ના વિકલ્પ પર ક્લિક કરો.

- મુખ્ય મેનુમાંથી ‘ફિલ્ટર’નો વિકલ્પ પસંદ કરો.

- ‘ક્રિએટ અ ન્યૂ ફિલ્ટર’ વિકલ્પ પર ક્લિક કરો.

- તે પછી સ્પામ મેઇલ મોકલતાં ઇ-મેઇલ આઇડી તેમાં લખો. ઇચ્છો તો પૂછવામાં આવતી અન્ય જાણકારી પણ આપી શકો છો.

- તે પછી ‘નેકસ્ટ સ્ટેપ’ પર ક્લિક કરો.

- જોવા મળતા અનેક વિકલ્પોમાંથી ‘ડીલીટ’ની પસંદગી કરો. સાથે જ ‘ક્રિએટ ફિલ્ટર’ પર પણ ક્લિક કરો. આ રીતે અન્ય સ્પામ મેઇલ આઇડીને પણ બ્લોક કરી શકો છો. આ સેટિંગ કર્યા બાદ તમારા ઇ-મેઇલ પર આવતાં સ્પામ આપોઆપ જ ડીલીટ થઇ જશે.

- ઉપરાંત, તમારા કોમ્પ્યુટરમાં ઉપયોગી થાય એવી એિન્ટ સ્પામ સીસ્ટમ ઇનસ્ટોલ કરીને પણ સ્પામ મેઇલ્સ આવતાં અટકાવી શકો છો. જ્યાં ઇન્ટરનેટનો વધારેે ઉપયોગ થતો હોય એવી કંપનીઓ આ પદ્ધતિ અપનાવીને જ સ્પામ મેઇલ્સ આવતાં અટકાવે છે.

- ઘણી વાર આપણે અજાણતાં જ કેટલીક કંપનીઓના ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરી લઇએ છીએ. તેના દ્વારા મોકલવામાં આવતા સ્પામથી બચવા ઇ-મેઇલ આઇડી નીચે આપેલા અનસબસ્ક્રાઇબ વિકલ્પને ક્લિક કરો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી