નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કુદરતના ખોળામાં છુપાયેલું છે સર્વસ્વ

પ્રકૃતિની દુનિયા સાથે મારો પ્રથમ પરિચય અત્યંત દુખદાયક હતો. વર્ષો પહેલાંની વાત છે. હું પાંચેક વર્ષનો હતો. અમારું ઘર જામનગર સ્ટેટમાં હતું. ઘરના ધાબે જવા માટે ગોળ વળાંકવાળી સીડી હતી, જેના નીચે એક મધપૂડો લાગેલો હતો, જેના પર મારું ધ્યાન ગયું હતું.

એક દિવસ હું સીડીઓ નીચે ઊતરી રહ્યો હતો અને ભૂલથી એ મધપૂડો મારાથી તૂટી ગયો. ગુસ્સે ભરાયેલી મધમાખીઓનું એક ઝૂંડ મારા પર તૂટી પડ્યું અને મારા ચહેરા, હાથ અને પગમાં અસંખ્ય ડંખ મારી દીધા. હું મદદની બૂમો પાડતો-પાડતો નીચે ઉતર્યો. મારી આંખમાંથી અશ્રુની ધાર વહેતી હતી. સૌથી પહેલી મદદ મારા પિતાજી પાસેથી મળી, જેમણે મને ચૂપ કર્યો અને પોટેશિયમ પરમેગ્નેટ નાખેલા પાણીમાં નવડાવ્યો. બે દિવસ સુધી મને તાવ રહ્યો. ત્રીજા દિવસે ડરતા-ડરતા મેં ઘરની બહાર પગ મૂક્યો. મને ખબર પડી ગઈ હતી કે પ્રકૃતિનો અર્થ માત્ર ચકલીઓનું ચીંચીં અને ઝાકળથી ધોવાયેલાં ફૂલ જ નથી હોતો.

પ્રકૃતિનો અર્થ માત્ર સુંદરતા અને શાંતિ જ નથી હોતો. પ્રકૃતિ ક્રુર પણ હોઈ શકે છે. મારી યાદશક્તિમાં પ્રકૃતિ સાથે જોડાયેલી પ્રારંભિક વસ્તુઓમાં આ દુખદાયક યાદ ઉપરાંત કેટલીક મનને શાંતિ આપતી યાદો પણ છે. તે છે દરિયાકિનારે છીપલાં વીણવા અને તેને મારા રૂમમાં સાચવીને રાખવા, કબૂતરોને દાણા નાખવા, ફૂલોના બગીચામાં લટાર મારવી, તળાવને કિનારે ગામડાંના છોકરાઓને ભેંસોને નવડાવતા જોવા.

હું એ વાતના અનુભવ સાથે જ મોટો થયો કે પ્રકૃતિ મારી આજુબાજુમાં જ છે. પ્રકૃતિ સાથે મારા પ્રથમ અનુભવના ડંખને તો હું કદી ભુલ્યો નથી. મેં જ્યારે ભણવાનું શરૂ કર્યું ત્યારે પુસ્તકોમાં કરવામાં આવેલા પ્રકૃતિના વર્ણને મને આજુબાજુની વસ્તુઓ જોવાની એક નવી દ્રષ્ટિ આપી હતી. મને પુસ્તકોમાં વર્ણવાયેલી પ્રકૃતિ એટલી જ લલચાવતી હતી, જેટલી મારી આજુબાજુની જીવંત પ્રકૃતિ. મારા પ્રકૃતિપ્રેમને વધારવામાં જે પુસ્તકોનું મહત્વનું યોગદાન રહ્યું છે, તેમાં ‘પીટર પેન ઇન કેનસિંગટન ગાર્ડસ’, ‘એલિસ ઇન વન્ડરલેન્ડ’, ‘મોગલી કી કહાનિયાં’, બેલેન્ટીનનું ‘કોરલ આઈસલેન્ડ’ અને ‘હડસન બે’, જેક લંડનનું ‘વ્હાઈટ ફેંગ’, ‘પંચતંત્ર’, ‘જાતકકથાઓ’ વગેરેનો સમાવેશ થાય છે.

પાંચથી પંદર વર્ષની ઉંમર દરમિયાન મેં આ બધાં જ પુસ્તકો વાંચી નાખ્યાં હતાં. આ એક એવું વરદાન હતું જેના અંગે આજનાં બાળકો અજાણ છે. હું જોઉં છું કે મોટાભાગના લેખકો શહેરી જીવની હાડમારી અંગે જ લખે છે. તેઓ ખુદ શહેરી પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલાં હોય છે અને તેમની બધી જ ચિંતાઓ પણ શહેરીકરણ સાથે સંકળાયેલી હોય છે. પ્રકૃતિ પાસેથી આપણે જીવનના અનેક બોધપાઠ શીખી શકીએ છીએ. પ્રકૃતિ આપણને ઘણું બધું કહે છે, અફસોસ એ છે કે આપણે નાની-મોટી હાડમારીઓમાં તેની વાતો સાંભળી-સમજી શકતા નથી કે પછી તેને માટે સમય કાઢી શકતા નથી.

મેં પ્રકૃતિ વિશે લખતા મહાન લેખકોનાં પદચિહ્નોનો પર ચાલવાનો દરેક શક્ય પ્રયાસ કર્યો છે. તેમની જેમ જ મેં પણ મારી આજુ-બાજુમાં વિખરાયેલા પ્રકૃતિનાં સંકેતો સમજવાનો પ્રયાસ કર્યો છે અને તેનું મારા લેખનમાં વર્ણન કર્યું છે. પ્રકૃતિ પરનું મારું લેખનકાર્ય કોઈ પ્રકારનો પ્રાકૃતિક ઈતિહાસ, વર્ણન કે વૃત્તાંત નથી. પરંતુ પ્રકૃતિ સાથે મારા સંબંધો એક દસ્તાવેજ છે. લગભગ ૪૦ વર્ષ પહેલાં હું પર્વતોમાં રહેવા આવી ગયો હતો. તેની સાથે જ પ્રકૃતિ સાથેનો મારો સંબંધ વધુ ગાઢ બનતો ગયો છે. બાળપણથી જે પ્રકૃતિ મારા માટે પ્રેરણા અને વિસ્મયનો સ્ત્રોત હતી, તે હવે મારી જીવનસાથી બની ગઈ છે. પ્રકૃતિનો કોઈ ધર્મગ્રંથ નથી હોતો. તે આપણને એવું પણ કહેતી નથી કે સારાં કામ કરવાથી આપણને સારું ફળ મળશે અને ખરાબ કામ કરવાની સજા ભોગવવી પડશે. પ્રકૃતિ આપણને પ્રત્યક્ષ સ્વરૂપે કોઈ ધન-દોલત, સુખ-સંપત્તિ આપતી નથી, જેની ઈચ્છા લોકો ઇશ્વર સમક્ષ પ્રાર્થના કરતાં સમયે કરતા હોય છે. પ્રકૃતિ આ બધામાંથી આપણને કશું આપતી નથી, પરંતુ તે ખુદ એક સૌથી મોટી સંપત્તિ છે. જો આપણે પ્રકૃતિને સમજીએ, તેને પ્રેમ કરીએ અને તેને માટે આપણું જીવન સમર્પિત કરી દઈએ તો તે આપણને પોતાનું સર્વસ્વ આપી દે છે. દુનિયામાં કેટલી સુંદરતા છે. પ્રકૃતિએ આપણને કેટલા બધા વરદાન આપ્યાં છે.

ધરતી, પાણી, હવા, આકાશ, ફળ-ફૂલ, અનાજ. તેને માટે આપણે ક્યારેય પણ પ્રકૃતિનો આભાર માનતા નથી, તેમ છતાં તે આપણી પાસે કોઈ પ્રકારની અપેક્ષા રાખતી નથી. પરંતુ જો આ બધી ચીજવસ્તુઓ ન હોય તો આપણું જીવન ક્યાં હોત? આથી ક્યારેક એવું પણ થાય છે કે આપણે પ્રકૃતિના સંસાધનોનો દુરુપયોગ કરવા લાગીએ છીએ. એવા સમયે આપણને પૂર, દુષ્કાળ, ભૂકંપ, આંધીના સ્વરૂપમાં કુદરતાના પ્રકોપનો સામનો કરવો પડે છે. પરંતુ પ્રકૃતિ વિનાશની સાથે સર્જન કરવાનું પણ જાણે છે. નવેસરથી શરૂઆત કરવાનું હુન્નર તે જાણે છે. સરકારો બને છે, બગડે છે, સામ્રાજ્યોની રચના થાય છે, વિખેરાઈ જાય છે, પરંતુ પ્રકૃતિ ક્યારેય અટકતી નથી. પ્રકૃતિ લેણ-દેણના નિયમ-કાયદામાં વિશ્વાસ રાખતી નથી, તે કશું ઉધાર પણ રાખતી નથી. તે આપણને ઘણું બધું આપે છે અને આપણી પાસેથી ઘણું બધું છીનવી પણ લે છે. આથી આખરે તે આપણને બધું જ પાછું આપે છે, જે તેણે આપણી પાસેથી લીધું હોય છે. આ જ તેનો વૈભવ છે.

કુદરતનો અર્થ માત્ર ચકલીઓનું ચીંચીં અને ઝાકળથી ધોવાયેલાં ફૂલ જ નથી હોતો. કુદરતનો અર્થ માત્ર સુંદરતા અને શાંતિ જ નથી હોતો. કુદરત ક્રૂર પણ હોઈ શકે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !