નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાતની આ વાતો જાણી લો, ગુજરાતી તરીકે ગર્વથી છાતી ફુલી ઉઠશે

પોતાના કામમાં વિશ્વાસ અને ઇશ્વરમાં શ્રદ્ધા ધરાવતી ગુજરાતી પ્રજા પાડોશી સાથે વાડકી વ્યવહાર સાચવવાની સાથોસાથ દેશને પણ સાચવી જાણે છે. એનું એક જ ઉદાહરણ છે, આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી. ‘ગુજરાત દિન’ નિમિત્તે ગુજરાત અને ગુજરાતીઓની લાક્ષણિકતા પ્રસ્તુત છે આ લેખમાં

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલા ખમીરવંતા ગીતને સાંભળી ઓડિયન્સમાં બેઠેલા ગુજરાતીની આંખ કોરી ન રહે

આજે ગુજરાત સ્થાપના દિવસ... આજથી બરાબર ૬૨ વર્ષ પહેલાં ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ કરવામાં આવ્યું. જીવરાજ મહેતા પહેલા મુખ્યમંત્રી બન્યા... એ દિવસથી શરૂ કરીને આજ સુધી ગુજરાતે વિકાસની આગેકૂચ જારી રાખી છે. આજથી પાંચ વર્ષ પહેલાં પરદેશ ગયેલા લોકો જ્યારે દેશમાં પાછા ફરે છે, ત્યારે એમને નવાઇ લાગે છે, ગુજરાતનો વિકાસ જોઇને! વિકાસની વાત કરીએ ત્યારે આપણે ફકત મોલ્સ, રસ્તાઓ, મલ્ટિપ્લેક્સ કે ફાર્મ હાઉસીસની ચર્ચા નથી કરતા.

કોઇ પણ રાજ્યનો વિકાસ એટલે એના ઇન્ફ્રાસ્ટ્રકચરથી શરૂ કરીને એના ઇમોશનલ વિકાસ સુધીનો પ્રવાસ! દરેક ગુજરાતી સમૃદ્ધ થયો છે, ગામડાંઓમાં વીજળી આવી છે, પીવાનું પાણી, એસ.ટી. અને સ્કૂલો જેવી સગવડો ગામડાને મળવા લાગી છે એવો સરકારનો દાવો એક વાર સ્વીકારી લેવાની ઇચ્છા થાય એવું વાતાવરણ ગુજરાતમાં સર્જાયું છે.

બિહાર, યુ.પી. કે ઝારખંડથી ગુજરાતની વિઝિટે આવતા અફસરો નવાઇથી ફાટી આંખે ગુજરાતનો વિકાસ જુએ છે. એમને આશ્ચર્ય થાય છે કે કોઇ એક રાજ્યનો વિકાસ આ ઝડપે અને આટલા પ્લાનિંગ સાથે કઇ રીતે થઇ શકે? એમને માટે ગુજરાતમાં બદલાયેલી જિંદગીઓ અને જીવનધોરણ નવાઇથી જોવાની બાબત બની રહી છે. પૈસા કમાવા એ ગુજરાતીની પ્રકૃતિ છે, જ્યારે દરિયાઇમાર્ગે કોઇ ક્યાંય જવાની હિંમત નહોતું કરતું ત્યારે દામજી લધાભા ઠક્કરે આફ્રિકા અને અરબ દેશો સાથે સમુદ્ર માર્ગે વેપારની શરૂઆત કરી.

ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ આ દરિયાઇ સાહસોની સાથે જોડાયેલી ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કૃતિઓમાં ગણી શકાય તેમ છે. ગુજરાતી એક ખમીરવંતી જાતિ છે. ગુજરાતી ક્યાંય પણ વસે એ આખું ગુજરાત વસાવી લે છે. પથ્થરમાંથી પણ પૈસા પેદા કરવાની તાકાત ગુજરાતી પાસે છે. સૌથી વધારે પ્રવાસ ગુજરાતીઓ કરે છે, સૌથી વધારે વેપાર ગુજરાતીઓ કરે છે, ઔધ્યોગિક ક્રાંતિ અને વિરાટ પ્રગતિ, ખેતપેદાશો, સુતરાઉ કાપડ અને બીજું કંઇકેટલુંય ગુજરાતીએ પોતાના બળ પર ઊભું કર્યું છે.

ગુજરાત નિષ્પક્ષ અને નિષ્કલંક રાજ્ય વહીવટ ચલાવે છે. ગુજરાતી સ્ત્રી હવે ઉંબરાની બહાર નીકળીને આંત્રપ્રિન્યોર બની છે.

ગુજરાત પાસે સેમ પિત્રોડા છે અને ગલીએ ગલીએ એસ.ટી.ડી. બુથ અને દરેક હાથમાં મોબાઇલ છે. ભારતના પહેલાં પારસી બેરિસ્ટર ફિરોઝ શાહ મહેતા, દાદાભાઇ નવરોઝજી, પહેલી સ્ત્રી ક્રાંતિકારી મેડમ ભીખાઇજી કામા, સ્વદેશી તાળાં બનાવવાની પહેલ કરનાર અરદેશર ગોદરેજ, બોમ્બે ડાઇંગના માલિક નસ્લી વાડિયા અને ૧૮૨૩માં ફદુનજી મર્જબાને શરૂ કરેલું મુંબઇ સમાચાર...ભારતીય ઈતિહાસમાં પારસીઓના નામ બહુ આદરથી લેવા પડે. અને એવી કોમમાં જન્મેલા ગુજરાતી જમશેદજી ટાટાએ ભારતના સ્ટીલના ઉદ્યોગમાં સૌથી આગળ લાવીને મૂકી દીધું. ભારતીય સ્ટીલ આજે પણ વિશ્વમાં વિશ્વસનીયતાનું પ્રતીક છે.

એવી જ રીતે ગુજરાતી વેપારી વિશ્વભરમાં વિશ્વાસપાત્ર ગણાય છે. ગુજરાતમાં સંપત્તિ છે, પણ સાથે સાથે સંસ્કાર અને સભ્યતા પણ છે. એક અનોખો વિશ્વાસ અને શ્રદ્ધા ગુજરાતની સભ્યતા અને પરંપરા સાથે જોડાયેલા છે. પોતાના કામમાં વિશ્વાસ અને ઇશ્વરમાં શ્રદ્ધા એ ગુજરાતની આગવી ઓળખ છે. આજે પણ ગુજરાતીની આવકમાંથી અમુક ટકા આવક મંદિરોમાં કે બીજા દાન માટે જુદી કાઢવામાં આવે છે. આપણે ભાગ્યે જ કોઇ એવો ગુજરાતી જોવા મળે કે જે પાડોશીને ઘરે વાનગીઓ મોકલવાની પરંપરામાંથી મુકત રહી શક્યો હોય! ગુજરાતી ગૃહિણીના ઘરે ‘વાડકી વ્યવહાર’ આજે પણ એની જિંદગીનો એક અગત્યનો ભાગ છે.

શાકભાજીવાળા સાથે રકઝક કરવી, કોથમીર મફત લેવી કે પૈસા કાપીને આપવામાં ગુજરાતી બહુ પૈસા બચાવી લેતો નથી... એને કોઇનું નુકસાન કરવામાં પણ રસ નથી, તેમ છતાં ગુજરાતીને ભાવ-તાલ કર્યાનો આનંદ એના ‘ગુજરાતી’ જ હોવાનું પ્રમાણપત્ર છે. ગુજરાતીપણું એના લોહીમાં છે. દાંડિયાના તાલે નાચી ઊઠવું, દુહા સાંભળીને માથું ડોલી ઊઠે કે પછી ઇશ્વરની આરતી ચાલતી હોય ત્યારે આપોઆપ જોડાઇ જતાં હાથ એના ગુજરાતીપણાના પ્રતીક છે.

એક એવી માન્યતા છે કે ‘દાળ-ભાત ખાઉં’ ગુજરાતી પ્રકૃતિએ ભીરૂ છે. આર્મીમાં ગુજરાતીઓ ઓછા છે. આઇ.પી.એસ.માં જલદી દાખલ થતાં નથી. યુદ્ધ કરવું કે લોહી રેડવું એમની પ્રકૃતિમાં નથી... પરંતુ આ દેશને આઝાદી અપાવનાર એક ગુજરાતી હતો. અહિંસાનો વિચાર એણે દુનિયાની સામે મૂકીને એક નવી જ મિસાલ કાયમ કરી. સૌરાષ્ટ્રનું દરેક ગામડું પ્રેમ-શૌર્યના પ્રસંગોથી સુશોભિત છે. લાઠીનો દેદો કે હાલાજી કે વિજાણંદ કે માંગડાવાળાની કથાઓ આપણાં માટે મસ્તક ઊંચુ કરીને જીવવા જેવી શૌર્યગાથાઓ છે. ભારતની આઝાદીના ઈતિહાસમાં સૌરાષ્ટ્રનું સ્થાન મહત્વનું છે.

જ્યારે ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢના નવાબ ભારતમાં ભળવા તૈયાર નહોતા. સૌરાષ્ટ્રના શૂરા સોરિઠયાઓએ ભેગા થઇને આરઝી હકૂમતના મંડાણ કર્યા. જેને આપણે સિવિલિયન કહીએ એવા લોકોએ લડેલા યુદ્ધની આ કથા ખૂબ મહત્વની છે. કુતિયાણાનું યુદ્ધ શેરીઓમાં લડાયું હતું. જુનાગઢના નવાબને વિમાનમાં બેસીને પાકિસ્તાન ભાગી જવું પડ્યું હતું. રતુભાઇ અદાણી, મોહનલાલ પંડ્યા, પુષ્પાબહેન મહેતા જેવા લોકોએ પહેલી વાર જુનાગઢનો બહિષ્કાર કર્યો હતો... સૌરાષ્ટ્રનો ઈતિહાસ આવા કેટલાય શૂરવીરોના પાળિયાની આસપાસ જીવે છે. સૌરાષ્ટ્રની સાથે જોડાયેલી છે લોકકથાઓ, લોકવાર્તાઓ, લોકસાહિત્ય, લોકકલા, દુહાઓ, છંદો, હૂડારસ, બલોયાં પહેરેલી સ્ત્રીઓ અને શૂરવીરો.

એક નામ જેણે સૌરાષ્ટ્રના આ તમામ લોકસાહિત્યને ગ્રંથસ્થ કરી વિશ્વસાહિત્યમાં સ્થાન અપાવ્યું, એ નામ છે, ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીના પાનો ચડાવી દે એવા ગીતો ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતાં રહ્યાં છે. એમાં એક ગીત એવું છે જે જગતમાં ક્યાંય પણ ગવાય અને ઓડિયન્સમાં જો એક પણ ગુજરાતી હોય તો એની આંખો ભીની ન થાય એવું ન બને. આ એક ગીત એવું છે જે ગુજરાતના ખમીરનું, ગુજરાતના મનનું, ગુજરાતના લોહીનું ગીત છે. દારૂબંધી ધરાવતા આ રાજ્યમાં એક નશો સતત વહે છે... અને એ નશો છે ગુજરાતી હોવાનો નશો, ગુજરાતીપણાનો નશો, ગુજરાતી ભાષા, સભ્યતા અને સંસ્કૃતિનો નશો.

અંગ્રેજી મીડિયમમાં ભણેલો ગુજરાતી કે અમેરિકામાં વસતો ગુજરાતી, આફ્રિકામાં કમાઇને લંડન શિફ્ટ થઇ ગયેલો ગુજરાતી કે સૌરાષ્ટ્રના નાના ગામડાંમાં વસતો ગાંઠિયાંખાઉં ગુજરાતી. એને માટે ‘ગુજરાત’થી મીઠો કોઇ શબ્દ નથી. વિશ્વમાં ક્યાંય પણ વસે પણ ગુજરાત એની માતૃભૂમિ છે. ગુજરાતની આંગળીઓના નખમાં હળદરની પીળાશ છે, સ્વભાવમાં ગોંડલના મરચાંની તીખાશ છે, પરદેશ જતી એમની બેગ્સમાં ઘરના અથાણાં, ખાખરા આજે પણ સૌથી મહત્વની વસ્તુ છે. એમના રસોડામાં પાટલી-વેલણ આગવું મહત્વ ધરાવે છે. એમના સ્વભાવમાં પિત્તળના વાસણોનો ચળકાટ છે.

દશા સોરિઠયા, વણિક, ત્રિવેદી, મેવાડા, ઔદિચ્ય, હળવદીયા કે ગુગળી બ્રાહ્નણ, બાવીસી કે હાલાઇ લોહાણા નર્મદાના કિનારેથી આવેલા કે ચોટીલાની તળેટીમાંથી નીકળેલા, પંચમહાલથી એસ.ટી.માં બેઠેલા કે તરણેતરના મેળામાં છત્રી લઇને ઊભેલા... નડિયાદના કે ખેડાના ખેતરની લીલોતરી જોઇને શ્વાસ ભરી લેતો પાટીદાર કે વડનગરા નાગરની ભાષામાં છલકાતી મીઠાશ, પાકિસ્તાનના કોઇ એક ગામમાં બેઠેલો મેમણ કે પોરબંદરનો મેર... એની છાતીમાં ગુજરાતનો શ્વાસ છે. એના હોઠ પર ગુજરાતની પ્યાસ છે! ગુજરાત એનું ગામ છે, ‘ગુજરાતી’ એનું નામ છે, ગુજરાત એના લોહીમાં વહેતી ધારા છે, એક ધબકારાનો અહેસાસ છે, એનું આકાશ, એની ધૂળ અને એને ભરવા ગમતા પાણીના ઘૂંટડાનું નામ છે. જ્યાં દસ-વીસ ગુજરાતી ઘરો છે ત્યાં ગુજરાતી સમાજ છે.

ગુજરાતી એટલે ગુજરાતી. સુષ્ઠુ-ક્લિષ્ટ ભાષાથી શરૂ કરીને ફેરિયા સાથેના ભાવતાલ સુધીનું કામ ગુજરાતી માટે પોતાનું કામ છે અને એની માટીની સુગંધ એનું ગામ
છે...

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી