નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તો આજથી તમે ફક્ત 35 રૂપિયામાં ખરીદી શકશો પેટ્રોલ!!

-આપણે પેટ્રોલ ખરીદીએ છીએ તેનો લગભગ 48 ટકા હિસ્સો જ તેની પડતર હોય છે

પેટ્રોલની કિંમતોમાં વધારાની પાછળ સરકાર જરૂર બજારની સ્થિતિને કારણરૂપ ગણાવી રહી છે, પણ તેનું ખરૂં કારણ તો બીજું જ છે. કિંમતોમાં વધારો તો ખુદ સરકાર દ્વારા જ લગાવાયેલા ટેક્સથી થઇ રહ્યો છે. જો કે નાણા પ્રધાન પ્રણવ મુખર્જી આ વાતને નથી માનતા.

તેમણે તાજેતરમાં જ સંસદમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેલ પર ટેક્સ નથી વસૂલતી, પણ રાજ્ય આ અંગે નિર્ણય લે છે. જ્યારે જાણકારો કેન્દ્ર સરકારને પણ ટેક્સ તરીકે તેનાથી લાભ થવાની વાત કરી રહ્યા છે. જો આ બધા ટેક્સ સંપૂર્ણપણે પૂરા કરી દેવાય તો આજથી જ તમે ફ્ક્ત 35 રૂપિયામાં પેટ્રોલ ખરીદી શકશો.

જો કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ પર સંપૂર્ણપણે ટેક્સ હટાવી દે તો તેની કિંમતોમાં 35 રૂપિયાથી પણ વધુનો ઘટાડો થઇ જાય. જે કિંમતે આપણે પેટ્રોલ ખરીદીએ છીએ તેનો લગભગ 48 ટકા હિસ્સો જ તેની પડતર હોય છે. તે સિવાય બાકીના પૈસા સરકારના ખિસ્સામાં ટેક્સ સ્વરૂપે જાય છે. પેટ્રોલ પર 35 ટકા એક્સાઇઝ ડ્યુટી, 15 ટકા સેલ્સ ટેક્સ, 2 ટકા કસ્ટમ ડ્યુટી હોય છે. વેચાણ વેરાને ઘણા રાજ્યોમાં વેટ સ્વરૂપે વસૂલવામાં આવે છે.

જો આપણે દિલ્હીમાં પેટ્રોલની વર્તમાન કિંમત 73.13 રૂપિયાને ઉદાહરણ તરીકે માનીએ તો ટેક્સ ન લાગવાની સ્થિતિમાં તેની મૂળ કિંમત એટલે કે કિંમત ફક્ત 35 રૂપિયા જ હોય. હાલ બાકીના 38 રૂપિયા સીધા સરકારના ખિસ્સામાં જઇ રહ્યા છે.

તેલના બેસ પ્રાઇસમાં ક્રુડની કિંમત, પ્રોસેસિંગ ચાર્જ અને ક્રુડને શોધિત કરનારી રિફાઇનરીઓનો ચાર્જ સામેલ હોય છે. એક્સાઇઝ ડ્યુટી ક્રુડને અલગ અલગ પદાર્થ જેવા કે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન વગેરેમાં વિભાજિત કરવા માટે લેવામાં આવે છે. ત્યાં વેચાણ વેરો રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !