નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વેકેશનનો કરો સદુપયોગ, એજ્યુકેશનલ વીડિયો

 
ઇન્ટરનેટનો સૌથી ફ્રુટફૂલ ઉપયોગ એટલે એની મદદથી આપણા જ્ઞાનની સીમાઓ વિસ્તારવી. પરંતુ ઇન્ટરનેટ પર લાખો પાનાંમાં પથરાયેલી માહિતી વાંચી વાંચીને બોર ન થવું હોય તો એક અફલાતૂન આઇડિયા છે, ઇન્ટરનેટ પર જ્ઞાન, વિજ્ઞાન અને મનોરંજનનો ત્રિવેણી સંગમ જેવા વીડિયોઝ જોવા. આ માટેનો સૌથી પોપ્યુલર સોર્સ છે, ટેડ.કોમ (ted.com).

ટેક્નોલોજી, એન્ટરટેઇનમેન્ટ એન્ડ ડિઝાઈન એવું પૂરું નામ ધરાવતા આ વાર્ષિક મેળાવડામાં વિવિધ ક્ષેત્રના તજ્જ્ઞો આવીને પોતાના વિચારો વહેંચે છે, જે આપણને આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉપરાંત તેના એજ્યુકેશન.ટેડ.કોમ વિભાગમાં ખાસ શિક્ષણને ધ્યાનમાં રાખીને વીડિયોઝ મુકાયા છે.

પ્રોફેશનલ્સ માટે વિવિધ વિષયો પરના ‘વેબિનાર્સ’નું જંગી કલેક્શન ‘બ્રાઇટટોક’ (www.brighttalk.com) પર અવેલેબલ છે. ગૂગલે શરૂ કરેલો ‘વીસોલ્વફોરએક્સ’ (www.wesolveforx.com) વૈશ્વિક પ્રશ્નોને સમજવા માટે ઉપયોગી છે.

જો પર્યાવરણ વિષયક મુદ્દાઓમાં રસ હોય, તો ‘ગ્રીન.ટીવી’ (green.tv)ની મુલાકાત લેવા જેવી છે. અને સાયન્સ માટે ‘ઓલથિંગ્સસાયન્સ’ (www.allthingsscience.com) મસ્ત ઠેકાણું છે.‘

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !