નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખુશ ‘રહેવા’ ખુશ ‘રાખતાં’ શીખો

‘આવું ચાલે ડિયર? સવારથી જ ગાયબ છો, કોઈ ફોન પણ નહીં... ક્યાં છો એની કશી જાણ પણ નહીં. કામની પાછળ આમ કાંઈ ગાંડા ન થઈ જવાય... તમારી રાહ જોઈને મારો તો જીવ અદ્ધર થઈ ગયો છે... મારી વાત બાજુએ મૂકો, પણ તમારા હાલ જુઓ.... કેવા લેવાઈ ગયા છો? તમને ભલે ન થાય, પણ મને તો ચંિતા થાય જ ને? તબિયતના ભોગે આપણે કશું જ કરવું નથી.’’
બનાવટી ગુસ્સો અને સ્નેહસભર ઠપકો મળે એટલે કયો પતિ એવો હશે જે મોડા આવવાની કસૂરમાં ઘરના ઉંબરે ઊભો ઊભો શરમથી પાણીપાણી નહીં થઈ જાય? કામ પરથી થાક્યાપાક્યા આવેલા પતિને પત્નીનો નેહ નીતરતો આવકાર મળે, તો દામ્પત્યસંબંધ વધારે મજબૂત, આનંદમય અને કલાત્મક બને છે.
એવું પણ બની શકે કે તમારા પતિ એવી જગ્યાએ કામ કરતા હોય, કે જ્યાં તેમના કામનો સમય અને સ્વરૂપ બદલાતાં રહેતાં હોય અથવા તો તેમણે બહાર જ ફરવું પડતું હોય, તેથી ઘેર આવવામાં મોડું થતું હોય.શક્ય છે કે તમારી પાસે પણ કામનો ઢગલો હોય, તોયે પતિ માટે સમય તો કાઢવો જ પડે, એટલે તેમના આવતાં પહેલાં જ તમે તમારાં બધાં કામ આટોપી લો. થોડી વાર આરામ પણ કરી લો. હળવો મેકઅપ કરી તાજાં થઈ જાઓ. તમારા શણગાર અને સુંદર દેહયષ્ટિ પ્રત્યે સજાગ રહો.
આકર્ષણ વગરની પત્ની ભલેને ગુણોનો ભંડાર હોય, પરંતુ શયનખંડમાં તે પતિને મુગ્ધ કરી શકતી નથી. આકર્ષક હોવું અને શારીરિક રીતે પતિને સંતોષ આપવો, એ બંને વાતો એકબીજાની પૂરક છે. દામ્પત્યનું સુખ સમર્પણ અને આત્મવિશ્વાસમાં સમાયેલું છે.
દામ્યત્યસંબંધનો મૂળ આધાર પત્ની છે. ઘરની શાંતિ, સદ્‌ભાવ, પ્રેમ અને વિશ્વાસ, આ બઘું જ પત્ની પર આધાર રાખે છે, એટલે ક્યાંક એવું ન થઈ જાય કે તમારા ઉપેક્ષિત વ્યવહાર અથવા ઘરના હાલ જોઈને પતિ ગ્લાનિ અને અકળામણ અનુભવે.
લગ્નજીવનમાં પતિપત્ની બંનેનું જાતીય સુખ માટે ઉત્સુક રહેવું, એ એક સામાન્ય બાબત છે. તે કોઈ વિકૃતિ ન કહેવાય. જો પતિને શીઘ્રપતનની તકલીફ હોય, તો તે શારીરિક કરતાં માનસિક તકલીફ વઘુ હોવાથી કુશળ અને સમજદાર પત્ની પતિના મનની ચંિતા દૂર કરી સમસ્યાનો કોઈ ઉકેલ શોધી શકે છે, જ્યારે ગમાર પત્ની આ વાતને વિકરાળ સ્વરૂપ પણ આપી દેતી હોય છે. આથી વિપરીત, જો પતિ વધારે કામુક હોય, તો રતિક્રીડા દરમિયાન પત્નીએ તેને પૂરો સાથ આપવો જોઈએ અને જો સમાગમ માટેની પત્નીની ઇચ્છા ન હોય, તો તેણે સ્નેહાળ વર્તનથી અથવા ચતુરાઈથી પતિનું ઘ્યાન બીજી તરફ દોરવું જોઈએ. આવા સમયે બાહ્ય પ્રેમચેષ્ટાથી પતિને સંતોષવો જોઈએ.
સફળ પત્નીના બીજા પણ કેટલાક ગુણ છે.કામસૂત્રના પ્રણેતા વાત્સ્યાયને કહ્યું છે તેમ મોહક વ્યક્તિત્વ ધરાવતી પત્ની પતિને વધારે પ્રિય હોય છે. રૂપયૌવનથી ભરપૂર, મઘુરભાષી, ગુણિયલ, પ્રેમ અને સંભોગમાં રુચિ રાખવાવાળી, બુદ્ધિશાળી, અડગનિર્ણયી, કોઈ ખાસ વસ્તુની ઇચ્છુક, લોભલાલચથી પર, કલા પ્રત્યે રુચિવાળી, પતિને રિઝાવી અને પટાવી શકતી સ્ત્રી તરફ પતિ આપોઆપ ખેંચાય છે. વાત્સ્યાયન આ ગુણોવાળી સ્ત્રીને પત્ની તરીકે શ્રેષ્ઠ ગણે છે. જો કુદરતે તમને આમાંના બધા જ ગુણ ન આપ્યા હોય, તો પણ તમે પ્રેરણાદાયિની બનવા માટે એક પ્રેમિકાનું પાત્ર તો ભજવી જ શકો છો.
શારીરિક પ્રેમની ભૂખ પુરુષની એક સ્વાભાવિક નબળાઈ છે. તેના લીધે જ મોટા તીસમારખાં પતિને પણ પત્ની ‘ના’ જેવા નાનકડા શસ્ત્રથી પગ પકડતો કરી દેવામાં પોતાની શાન સમજે છે. આનો અર્થ એ થાય કે તમે તમારા પતિને સૌથી વઘુ રુચિવાળી બાબતમાં ના કહીને તેનું અપમાન અથવા તિરસ્કાર કરો છો. પતિને તડપાવીને તમે આનંદ મેળવવા ઇચ્છો છો. આવું શા માટે? ઉલટાનું આ બાબતમાં તો તમારા બંનેનો પૂરતો સાથસહકાર ખૂબ જ જરૂરી છે.
ઘરની બહાર ડોકિયાં કેમ?
મોટા ભાગના પુરુષોને તેમની પત્નીઓ સિવાયની બીજી બધી સ્ત્રીઓમાં એક જાતનું આકર્ષણ અનુભવાય છે જ્યારે તેની મર્યાદા ઓળંગી જાય છે, ત્યારે પુરુષને કામી અને લંપટ જેવાં ઉપનામ મળે છે. આવા પુરુષોની નજર હંમેશાં ચોરે-ચૌટે આવતીજતી છોકરીઓનાં અંગ-ઉપાંગો પર ફરતી રહે છે. કેટલાક પુરુષોમાં આ કુટવે ઉંમરની સાથે વધતી જાય છે.
પતિની આવી આદતોથી કંટાળેલી પત્ની કાં તો આવી બાબતો પ્રત્યે આંખ આડા કાન કરે છે, અંદર ને અંદર બળ્યા કરે છે અથવા તો આ બાબતનો વિરોધ કરી દરરોજ લડતીઝઘડતી રહે છે. પત્નીની આ ત્રણેય પ્રતિક્રિયાઓ ઠીક નથી. પુરુષની એક બીજી વિશેષ પ્રકૃતિ એ હોય છે કે એને જેવી પત્ની મળી હોય, તેના કરતાં વિપરીત લક્ષણોવાળી સ્ત્રીને તે વઘુ પસંદ કરે છે. પુરુષોને બંધન સ્વીકાર્ય નથી. બંધનમાં રાખતી સ્ત્રીથી તે છંછેડાય છે. આવા પુરષોની નજર પણ એક જ સ્ત્રીના રૂપસૌંદર્ય પર કદી નથી ટકેલી રહેતી. આવા પુરુષો યુવતીઓને પોતાની વાતોથી ભોળવી ફસાવવામાં નિપુણ હોય છે.
આવા પુરુષોની પત્નીઓ તેમના પતિ પાસેથી શી અપેક્ષા રાખી શકે? આવી સ્થિતિમાં તેઓ મોટા ભાગે તેમની ઇચ્છાઓ અને સંવેદનાઓને મનમાં ને મનમાં દફનાવીને પથ્થર બની જાય છે. બીજી બાજુ તેમના પતિ પણ પત્નીને પ્રેમથી પીગળાવવાના પ્રયત્ન કરવાને બદલે તેને ફક્ત શારીરિક ભૂખ સંતોષવાનું સાધન જ બનાવી નાખે છે.
પુરુષો ઘરમાં કંઈક અને બહાર કંઈક જુદું જ વર્તન કરતા હોય છે. તેમનું આવું વર્તન પણ તેમને પત્નીથી વિમુખ કરી દે છે. લગ્ન પછી થોડાં જ વર્ષોમાં તેઓ પત્નીથી ધરાઈ જાય છે. તેઓ એવું માનવા લાગે છે કે પત્ની પ્રત્યે તેમની જવાબદારી ફક્ત પૈસા કમાઈ લાવવા પૂરતી જ છે. આ આર્થિક સલામતીના બદલામાં તેઓ સ્વચ્છંદતા ઇચ્છે છે. આવી સ્વચ્છંદતાની છૂટ તેમને ક્યારેય આપશો નહીં, ઉલટાનું ડગલ ને પગલે એમને તમારી જરૂર છે અને તમારા વિના એમનું ચાલવાનું જ નથી, એવો અનુભવ તેમને સતત કરાવતાં રહો.
કંથને કહ્યાગરો બનાવો
પત્ની ઇચ્છે તો પતિને કહ્યાગરો બનાવી શકે છે. પછી તો એ જેમ કહેશે, તેમ જ પતિ કરતો જશે. પતિના દરેક સુખદુઃખનો ખ્યાલ રાખી, તેના પર પ્રેમની વર્ષા કરતાં રહીને તેને પોતાના વશમાં કરી શકાય છે. આનો અર્થ એ કે સ્ત્રી ઇચ્છે તેમ પુરુષને બાંધીને એને એટલો મુગ્ધ કરી શકે છે કે પછી પત્ની સિવાય બીજું કોઈ એને દેખાતું જ નથી.
પત્નીનો સ્નેહ પતિને પરિવારની જવાબદારીઓ ઉઠાવવામાં અને જીવનમાં ઉન્નતિ સાધવામાં એક અનોખી પ્રેરણા પૂરી પાડી શકે છે, સાથોસાથ પત્નીનું મનોબળ પણ દ્રઢ હોવું જોઈએ. એનામાં ધીરજનો અખૂટ ભંડાર હોવો જોઈએ. પતિ પોતાની પત્નીમાં તેની પ્રેરણા શોધે છે. તે પત્નીમાં એક આદર્શ અને સંયમી સ્ત્રીની પરિકલ્પના કરે છે. શું તમે તેમાં ખરાં ઊતરો છો?
મોટાભાગના પુરુષો તેમની પત્નીઓમાં નીચેના ગુણોની અપેક્ષા રાખે છે
* પહેલું તો પત્ની આકર્ષક દેહસૌષ્ઠવ ધરાવતી હોય.
* તે પ્રેમના આદાન-પ્રદાનની અદમ્ય ઝંખના રાખતી હોય.
* તે કલામાં અભિરુચિવાળી હોય.
* તે સ્વતંત્ર વ્યક્તિત્વની સ્વામિની હોય.
* ઘરની સજાવટ અને દેખભાળમાં તે હોશિયાર હોય.
* તેનામાં બીજાને પ્રભાવિત કરવાની શક્તિ હોય.
* તે સંપૂર્ણ રીતે પતિને વફાદાર હોય.
* તે પતિના મિત્રોની આગતાસ્વાગતામાં નિપુણ હોય.
* તે દ્રઢ મનોબળ અને વિશાળ હૃદયવાળી હોય.
* તે સારી ચાલચલગતવાળી હોય.
* તેવિવેકી વર્તનવાળી અને કરકસર કરી જાણીતી હોય.
* તે આસ્થા અને વિશ્વાસનો ભંડાર હોય.
* તેની એકેએક પ્રવૃત્તિમાં કુટુંબનું હિત સમાયેલું હોય.
એક વાતની મનમાં ગાંઠ વાળી લો કે પતિ જ તમારા સુખદુઃખનો સાથી છે, એટલે જીવનની તમામ મુશ્કેલીઓનો સામનો કરતાં-કરતાં પણ પતિનો પૂરેપૂરો ખ્યાલ રાખો. પતિ જો કોઈ કુટેવ અથવા અયોગ્ય વર્તનવાળો હોય, તો એક સમજદાર અને વિવેકશીલ પત્નીની જેમ તેમને સમજાવીને સારા રસ્તે વાળવાનો પ્રયત્ન કરો. પુરુષનો અહમ્‌ બહુ પ્રબળ હોય છે, એટલે તે ઘવાય નહીં તેનંુ ખાસ ઘ્યાન રાખો. બીજાંની હાજરીમાં પતિને પૂરેપૂરું સન્માન આપો. લોકોની સામે પતિની ટીકા ન કરો. બુરાઈ ન કરો અને ચાડી પણ ન ખાધા કરો. એ વાત સમજી લો કે પતિ જ ઘરનો કર્તાહર્તા છે, એટલે તેને એ પ્રમાણેનું સન્માન આપો, જેથી એ ઘરસંસારની જવાબદારી સારી રીતે નિભાવી શકે. પતિ કામ પરથી પાછો આવે ત્યારે તેનું સસ્મિત સ્વાગત કરો. શાકભાજી લાવવા, બાળકોની ફી ભરવી, ટેલિફોન, વીજળી વગેરેનાં જેવાં કામો પતિ પાસે ન કરાવવાં. આવી બધી બાબતોમાં તેમની શક્તિ ન વેડફો. એમને શાકની થેલીઓ પકડાવી દો, તેમાં તમે તમારા પત્નીત્વના અહમની જીત ન સમજો. પતિની ધીરજ, સાહસ, વિવેક અને મનોબળને સમજો. તેમની ભાવનાઓને અનુકૂળ આચરણ કરો, જેથી તેઓ બહારની સમસ્યાઓનો સામનો કરી શકે અને જીવનમાં સફળ થઈ શકે.
ઘરમાં કોઈ કપરી પરિસ્થિતિ આવી ગઈ હોય અથવા અજાણતાં તમારી ઉપેક્ષા થતી હોય, ત્યારે અકળાઈને મોં ચડાવવું, કોપભવનમાં જતાં રહેવું, રિસાઈ જવું, પતિને મેણાં-ટોણાં મારવાં, આ બધાંથી દૂર રહેવું જોઈએ. ધીરજ રાખી મૃદુ અને સુશીલ સ્વભાવથી તમારા સંસ્કારીપણાનો પરિચય કરાવવો જોઈએ. આ બધાં ઉપરાંત પત્નીએ પતિ સાથે ભાવાત્મક અને રાગાત્મક સહયોગ કેળવવો જરૂરી છે. મોટા ભાગની સ્ત્રીઓ ઘરમાં જ પુરાઈને રહે છે. બહારનું બઘું કામ પતિના માથે નાખી દે છે. આવી સ્થિતિમાં પતિ ઘણી વાર અકળાઈ જાય છે, એટલે તેમને બહારનાં કામોમાં થોડી મદદ કરો, જેથી તમારા સંબંધોમાં મઘુરતા જળવાી રહે.
આત્મવિશ્વાસ કેળવો
પત્નીએ પતિની પ્રેરણા બનવા માટે એક મજબૂત, સંતુલિત, ભરોસાપાત્ર અને આત્મવિશ્વાસુ મહિલા પણ બનવું જોઈએ. દાખલા તરીકે પતિ જો કોઈ સુંદર સ્ત્રી પર ફિદા થઈ ગયો હોય, તો ઘરની શાંતિનો ભંગ કરવાને બદલે એમ માનીને ચાલો કે તમારા પતિમાં પણ કેટલીક માનવસુલભ નબળાઈઓ છે. આવી સ્થિતિમાં પેલી સ્ત્રીને ગાળો દેવાને બદલે તમારા પતિને કહો કે એ તમારી સાથે એ મહિલાનો પરિચય કરાવે.
જીવનમાં ઘણુંબઘું દુઃખદાયક બનતું હોય છે, ત્યારે ગમગીની આપણને ઘેરી વળે છે. આવી સંકટની ઘડીઓમાં પણ સંયમી આચરણથી પત્ની બધાંની પ્રશંસા મેળવી શકે છે. જો તમે તમારા દામ્પત્યજીવનમાં પ્રેમનો ખાલીપો અનુભવતાં હો, તો મતભેદની પરવા કર્યા વગર પતિને સ્પષ્ટ કારણ પૂછી શકો છો. તમારા મિત્રતાપૂર્ણ વ્યવહારથી, નારીસુલભ ચેષ્ટાઓથી, પતિની પરેશાની દૂર કરવાનો પ્રયત્ન કરો.
પ્રેમ આપો, ખુશી મેળવો
જીવન બહુ ટૂંકું છે. એને હસતાં-રમતાં જીવો. આપણી આજુબાજુ ઘણીબધી ખુશીઓ વિખેરાયેલી પડી છે. વળી, નારીનું મન તો પ્રેમથી છલકાતો જામ છે. તમે સામી વ્યક્તિને જેટલો પ્રેમ આપશો, તેટલો જ તે વધતો જશે. પ્રેમ જ એક એવી વસ્તુ છે, જે આપવાથી કદી ઓછી થતી નથી. તમારી ઘરસંસારની સમસ્યાઓને તમારી જાતે જ ઉકેલો. કોઈ પણ સમસ્યાનો ઉકેલ તમારા કુશળ નેતૃત્વમાં છે, એટલે ખોટી રીતે તાણગ્રસ્ત રહેવાથી શો ફાયદો?
મારા એક મિત્ર છે. ઉનાળાના વેકેશનમાં યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રવાસમાં હું તેમની સાથે હતી. તેઓ તેમની પ્રેમિકાના ન આવવાથી બહુ દુઃખી લાગતા હતા. હું સમજી શકતી હતી કે તેમનું ચિત્ત ક્યાંય ચોંટતું નહોતું. આખા રસ્તે ગીતસંગીતની વાતો કરી હું એમને દામ્પત્યજીવનની વાતચીત પર લઈ આવી.ખાસ તો તેમની પત્નીની વાતો કરવા લાગી. પત્નીનો ઉલ્લેખ થતાં તે રોમાંચિત થઈને કહેવા લાગ્યા કે, તેમના જીવનમાં તેમની પત્નીનો ફાળો સૌથી વઘુ હતો. પત્ની તેમની પ્રેરણા, માર્ગદર્શિકા અને સાધના હતી. એના વગર તે એક પળ પણ જીવી શકે તેમ તેમ નહોતા કે એક ડગલું ભરી શકે તેમ નહોતા.
રહી પ્રેમિકાની વાત, તો એને તો કંઈ જ કામકાજ નથી આવડતું. ઘેર આવે તો ઉલટાની રસોઈ જાતે બનાવીને એને ખવરાવવી પડે. હા, એની સાથે વૈચારિક મનમેળ સારો છે, એટલે સંબંધ જળવાય છે. તે જેમ-જેમ બઘું કહેતા ગયા, તેમ-તેમ મારી નવાઈ વધતી જ જતી હતી. એક એકલો પુરુષ અને બબ્બે સ્ત્રીઓ અને પાછી તે બંનેય સુખી અને સંતુષ્ટ. બંનેની વચ્ચે કંઈ જ મતભેદ કે મનદુઃખ નહીં. એ વાત પણ સાચી છે કે એક સ્ત્રીમાં બીજી સ્ત્રી તરફ બહુ ઈર્ષ્યા, દ્વેષ અને નફરત હોય છે. આવા સંજોગોમાં પરિવારની ઘૂરી સંભાળતી પત્ની તેના ઘરને કકળાટ અને તૂટવામાંથી જે સમજદારીથી બચાવી લે છે, તે જ તેનો ખરો પુરાવો છે અને તે જ વખાણવાલાયક છે. તમે પતિનાં પ્રેરણાસ્ત્રોત છો. શું તમે નથી ઇચ્છતાં કે તમારું દરેક પગલું પતિ માટે સફળતા નોતરે? તમે એક વઘુ સારી પત્ની, સારી મિત્ર, પ્રેમાળ મા, પ્રેમથી તરબોળ પ્રેમિકા, પ્રામાણિક અને મહેનતુ ગૃહિણી વગેરે જેવી સ્ત્રીની તમામ ભૂમિકાઓ નિભાવી શકો અને સાર્થક કરી શકો છો અને તેથી ઘરનાં સર્વેસર્વાનો તાજ તમારા શિરે જ રહેશે, એમાં જરાય શંકા નથી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !