નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કોમ્પ્યુટર વાપરતા ગુજરાતીઓ આ ખાસ વાંચી લો

-સુરત પર સાયબર એટેકનું સૌથી વધું જોખમ છે

-કુલ યુઝર્સમાંથી સુરતમાં 5 ટકા નવા યુઝર્સ તેમજ અમદાવાદ અને વડોદરા દરેકમાં 3 ટકા યુઝર્સના કોમ્પ્યુટરોમાં બોટનું ઇન્ફેક્શન થઇ ચૂક્યું છે

-એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત સ્માર્ટફોનને લક્ષ્યાંક બનાવતા જોખમોમાં પણ વધારો થયો છે

-નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના કોમ્પ્યુટરોમાઁથી સૌથી વધુ ફેલાયા વાયરસ


સરળ ટાર્ગેટ હોવાથી પહેલી વાર ઇન્ટરનેટનો ઉપયોગ કરવા જઇ રહેલા નિર્દોષ લોકો સાયબર એટેકનો ભોગ બની રહ્યા છે. ગુજરાતમાં 11 ટકા નવા ઇન્ટરનેટ યુઝર્સના કોમ્પ્યુટરો સાયબર એટેક કરીને લોડ કરેલા વાયરસથી ઇન્ફેક્ટેડ થઇ ચૂક્યા છે. 

સિમેન્ટેક કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા ઇન્ટરનેટ સિક્યોરીટી થ્રેટ રિપોર્ટ, વોલ્યુમ 17માં જણાવાયું છે કે અમદાવાદ, સુરત અને વડોદરામાં સાયબર એટેક દ્વારા પ્રભાવિત થયેલા ઇન્ટરનેટ યુઝર્સમાં પહેલી વારના યુઝર્સનું પ્રમાણ ખતરનાક છે. 

આ ત્રણ શહેરો છે સૌથી વધુ પ્રભાવિત

કુલ યુઝર્સમાંથી સુરતમાં 5 ટકા નવા યુઝર્સ તેમજ અમદાવાદ અને વડોદરા દરેકમાં 3 ટકા યુઝર્સના કોમ્પ્યુટરોમાં બોટનું ઇન્ફેક્શન થઇ ચૂક્યું છે. 

કયા સેક્ટરમાં સૌથી વધુ ઇન્ફેક્શન થયું છે

ગુજરાત ઉદ્યોગોનું રાજ્ય છે અને અહીં થતા બોટ ઇન્ફેક્શનમાં સૌથી વધુ એસએમઇ દ્વારા ઉપયોગ કરવામાં આવતા કોમ્પ્યુટરોમાં જોવા મળ્યું છે. કુલ ઇન્ફેક્શનમાંથી 50 ટકા એસએમઇ સેક્ટરના કોમ્પ્યુટરો દ્વારા ફેલાયા હતા, તેમ સિમેન્ટેકના ઇન્ડિયા પ્રોડક્ટ ઓપરેશન્સના વાઇસ પ્રેસીડેન્ટ શાન્તનુ ઘોષે જણાવ્યું હતું. ઘોષના જણાવ્યા પ્રમાણે સુરત પર સાયબર એટેકનું સૌથી વધું જોખમ છે કેમ કે શહેરના 5 ટકા ઇન્ટરનેટ યુઝર્સના કોમ્પ્યુટરોમાં બોટ ઇન્ફેક્શન છે. 

વધી રહેલો ઇન્ટરનેટનો ઉપયોગ સાયબર અપરાધીઓને આકર્ષક લક્ષ્યાંક મેળવી આપવામાં મદદરૂપ થઇ રહ્યો છે. આ ઉપરાંત ભારતમાં ફિશીંગના સ્રોતની યાદીમાં અમદાવાદ વારંવાર આવી ચૂક્યું છે. 2011માં ભારતમાં મોબાઇલ પર તેનો શિકાર બનનારાઓમાં 93 ટકાનો વધારો થયો છે. 

આ જ સમયે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત સ્માર્ટફોનને લક્ષ્યાંક બનાવતા જોખમોમાં પણ વધારો થયો છે. 

શું છે બોટ?
બોટ એક એવો કરપ્ટ પ્રોગ્રામ છે જેને કોમ્પ્યુટરનો છેતરપીંડી માટે ઉપયોગ કરવા બનાવવામાં આવે છે. 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !