નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વડીલોને ઇન્ટરનેટ શીખવો બડે આરામ સે!

 
ડિજિટલ ડિવાઇડનું સૌથી મોટું ઉદાહરણ હોય તો તે છે આપણાં વડીલો અને ઘરના યુવાનો તથા બાળકો. યુવાનો અને બાળકો મોબાઇલ અને કમ્પ્યુટરમાં આખો વખત ખૂંપેલાં રહે છે, જ્યારે વડીલો એનાથી શક્ય તેટલું વધારે અંતર રાખે છે.

પરંતુ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથે દોસ્તી કરવી એ તેમને એક સારી પ્રવૃત્તિ તો આપે જ છે, સાથોસાથ જો તેમનાં સંતાનો વિદેશ કે બીજાં શહેરોમાં રહેતાં હોય, તો તેમની એકલતા પણ ભાંગે છે. પરંતુ એમની ઇન્ટરનેટ અને બેઝિક કમ્પ્યુટર સ્કિલ્સ સાથે દોસ્તી કરાવવી સહેલી નથી. જો કમ્પ્યુટર કલાસમાં જઇ શકાય તેમ ન હોય અથવા તો ઘરે બેસીને જાતે જ તે કામ કરવું હોય, તો કેટલીક સાઇટ્સ આ કામમાં ભારે મદદરૂપ થાય છે.

જેમ કે બીબીસીની ‘વેબવાઇઝ’ > (www.bbc.co.uk/webwise) એ ઇન્ટરનેટ સાથે દોસ્તી કરવાના સૌથી પહેલા પગથિયાની ગરજ સારે છે. આ ઉપરાંત તેમાં દરેક પોઇન્ટને સમજાવવા માટે મસ્ત એનિમેશન પણ આપેલાં છે. એવું જ બીજું ઠેકાણું છે માઇક્રોસોફ્ટનું ‘એક્સેસિબિલિટી’. વડીલોને આંગળી પકડીને બતાવવાં જેવાં આવાં બીજાં ઠેકાણાં:gcflearnfree.org/internet, meganga.com, good50.com, good50.com વગેરે.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી