નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કાર ચલાવતી વખતે ઈ-મેલ, SMS સાંભળી શકાશે

હવે તમે કાર ચલાવતી વખતે પણ પોતાના એસએમએસ અને ઈ-મેલની જાણકારી મેળવી શકશો અને તમારે સ્ટીયરિંગ પરથી હાથ પણ ઉપાડવો નહીં પડે. ન્યૂ એન્સ કમ્યુનિકેશન કંપનીએ એક સોફ્ટવેર બનાવ્યું છે જે તમારો અવાજ સાંભળીને એસએમએસ અને ઈ-મેલ વાંચી સંભળાવે છે. તેનું નામ ડ્રેગન ડ્રાઈવ છે.

આ સોફ્ટવેરની મદદથી આ મનપસંદ વેબસાઈટ પરથી આર્ટિ‌કલ પણ વાંચી શકો છો. જો આર્ટિ‌કલ પસંદ ન આવે તો નેક્સ્ટ બોલીને બદલી શકો છો. આ કમાન્ડ મળતાં જ પછીનો આર્ટિ‌કલ સાંભળવા મળે છે. તેની ટેકનિક એપ્પલના સિરિ સોફ્ટવેરને મળતી આવી છે. તે પર્સનલ આસિસ્ટન્ટની જેમ કામ કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે તેઓ આ ટેકનિક કાર બનાવતી કંપનીઓને વેચશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી