નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઘેર બેઠા ચપટીમાં કરો, મોબાઈલથી રિઝર્વેશન

 
આઈઆરસીટીસીએ મોબાઇલ દ્વારા રેલવે રિઝર્વેશનની સુવિધા વ્યાપક ધોરણે શરૂ કરી છે. આ માટે મોબાઇલ પર જ ટિકિટ સંબંધિત જાણકારી મળશે.

હવે રેલવે યાત્રી માટે રિઝર્વેશન કરાવવું ઘણું સરળ થઇ ગયું છે. ભારતીય રેલવે દ્વારા મોબાઇલ દ્વારા ટિકિટ રિઝર્વેશન કરાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશને (આઇઆરસીટીસી) આ સર્વિસ વિકસાવીને અલગ રીતે તેની વેબસાઇટ પણ લોન્ચ કરી દીધી છે.

*કઇ રીતે ઉપયોગ કરાય

https://www.irctc.co.in/mobile પર તમારે જવું પડશે, પછી ત્યાંથી આ માટેનું ઉપયોગી સોફટવેર મોબાઇલ પર ડાઉનલોડ કરવાનું હોય છે.

*સુવિધાયુકત છે વેબસાઇટ

આઇઆરસીટીસી દ્વારા મોબાઇલ રિઝર્વેશન માટે તૈયાર કરવામાં આવેલી સાઇટ ઘણી જ યૂઝર ફ્રેન્ડલી છે. સાઇટના પીસી વર્ઝનની જેમ જ મોબાઇલ પર પણ બધું ડિસપ્લે થાય છે. એટલે સુધી કે બુકિંગ હિસ્ટ્રીથી લઇને ટિકિટ રદ કરાવવા સુધીની સુવિધા આપવામાં આવી છે.

પૈસા ચૂકવવા માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની સુવિધા પણ આપવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ સ્ટેશનો વરચે ચાલતી ટ્રેન અને તેના સમય વિશેની માહિતી પણ જાણી શકાય છે.

*પ્રોસેસ શું છે

જીપીઆરએસ સુવિધા ધરાવતા કોઈપણ મોબાઇલ ધારક તેનાથી રેલવે ટિકિટ કઢાવી શકે છે. તેનો લાભ મેળવવા માટે યૂઝર પાસે આઇઆરસીટીસીનું આઇડી અને પાસવર્ડ હોવો જરૂરી છે.

બાકી બધી પ્રોસેસ ઈ-ટિકિટ જેવી જ છે. આ માટે સ્લીપર માટે ૧૦ તો ઉરચ શ્રેણી માટે ૨૦ રૂપિયા સર્વિસ ચાર્જ આપવો પડશે.

*મોબાઇલ પર આવી જશે ટિકિટ

ટિકિટ બુક કરાવવાની પ્રક્રિયા પૂરી થઈ જતાં જ યૂઝરના મોબાઇલ પર બધી જાણકારી આવી જશે. તેમાં પીએનઆર નંબરથી લઇને ટ્રેન નંબર, મુસાફરીની તારીખ અને કલાસ સહિતની તમામ વિગત હોય છે.

આમ, હવે આ સરળતાને કારણે લોકો હવે હરતા-ફરતા પોતાની ટિકીટનું રિઝર્વેશન કરાવીશકશે તેમજ લાંબી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી છૂટકારો મેળવી શકાશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી