નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કેટલાકને સફળતાનો પણ ભય લાગે છે

જેવી રીતે વ્યક્તિને નિષ્ફળતાનો ભય સતાવતો હોય છે તે જ રીતે સફળતાનો ભય પણ વ્યક્તિને સતાવતો હોય છે. જે વ્યક્તિઓ અતિશય કુટુંબપ્રેમી હોય છે અથવા સ્વપ્રેમી હોય છે તેઓને સફળતાનો ભય સતાવતો હોય છે.
સફળતાનાં ભયનાં લક્ષણો ઃ
વ્યક્તિને સફળતા મળતાં ગુનાહિત લાગણીથી પીડાય છે. તેને એમ લાગ્યા કરે છે કે તેની સફળતાથી બીજા પરેશાન થશે. બીજાઓમાં અળખામણો થઈ પડશે. પોતે ઈર્ષાનો ભોગ બનશે.
સફળતાના ભયથી પીડાતી વ્યક્તિ પોતાની સફળતાને છૂપાવવા સતત પ્રયત્ન કરે છે. પોતાની સિઘ્ધીઓની વાત કરતાં અચકાતો હોય છે. અતિ નમ્રતાને કારણે પણ માનવી પોતાની સફળતાની વાત કહેતાં અચકાતો હોય છે. ઘણી વખત આનો લાભ સ્વાર્થી વ્યક્તિઓ લઈ જતા હોય છે. દા.ત. કોઈ પ્રોજેક્ટની સફળતા આસીસ્ટંટ મેનેજરને કારણે હોય પરંતુ તેની અતિ નમ્રતાને કારણે તેનો જશ મેનેજર લઈ જાય.
સફળતાના કારણે વ્યક્તિ ઘણી વખત પોતાના કામને વિલંબમાં નાંખે છે અને ઘણી વખત પોતાના કાર્યની દક્ષતા ગુમાવે છે. દા.ત. કોઈ વિદ્યાર્થીને પોતાની સફળતાને કારણે પોતાના કુટુંબથી દુર થવું પડશે એ ભયથી એન્ટરન્સ ટેસ્ટ માટેની તૈયારીમાં પૂરતું ઘ્યાન ના આપે અથવા ટેસ્ટ ના આપવા માટે બહાનાં કાઢે.
પ્રમોશન મળવાની સફળતાથી પોતાના મિત્ર મંડળને ગુમાવવું પડશે તે ડરથી માનવી પ્રમોશન ના સ્વીકારે અને પોતાની કારકિર્દીને નુકસાન પહોંચાડે.
‘‘હું મારા મોટાભાઈથી, મિત્રથી આગળ નીકળી જઈશ. કુટુંબમાં મિત્રોમાં ખોટી રીતે સરખામણી થશે. ભાઈ-ભાભીને અથવા મિત્રોને આ પસંદ નહીં આવે.’’ આવું માની વ્યક્તિ સફળતાથી ગભરાઈ પોતાનો ધંધો સ્થાપવાની શક્તિ ધરાવતો હોવા છતાં પોતાની નોકરીથી સંતુષ્ટ રહે અને પોતાની પ્રગતિને અટકાવી દે.

એક નવો ડીગ્રી કોર્સ
હવે સિનેમા માત્ર મનોરંજન નથી, શિક્ષણ પણ છે

ધો. ૧૨ની કોઈપણ વિદ્યાશાખાની પરીક્ષા પાસ કર્યા પછી બેચલર ઓફ એક્ટીંગ અને બેચલર ઓફ ફિલ્મ મેકીંગ એન્ડ ટીવી પ્રોડક્શનની યુનિવર્સિટી અધિકૃત ડીગ્રી ત્રણ વર્ષના ફુલ ટાઈમ ડીગ્રી કોર્સ પછી મળે તો કેવું? કેટલાય સપનાં સાકાર થઈ જાય. અત્યાર સુધીમાં ભારતમાં આ પ્રકારનો કોઈ ડીગ્રી અભ્યાસક્રમ હતો જ નહીં. જે વિદ્યાર્થીને ફિલ્મ અને ટેલિવિઝનના ક્ષેત્રમાં જવાની સાથે સાથે આઈએએસ, આઈઆઈએમ કે જીપીએસસી ક્લાસ વન જેવી ટોપ ક્લાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટેની લધુત્તમ ડીગ્રી જરૂરીયાત પણ પૂરી પાડે.
ભારતમાં અત્યારે પૂના ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટીટ્યુટ (એફટીઆઈઆઈ), નવી દિલ્હીની નેશનલ સ્કુલ ઓફ ડ્રામા (એનએસડી) જેવી ટોચની સંસ્થાઓ ફિલ્મ, ટેલીવિઝન અને નાટ્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આ પ્રકારના કોર્સ ઓફર કરે છે, પરંતુ તે ગ્રેજ્યુએશન પછીના છે અને ડીપ્લોમા છે. ડીગ્રી નથી.
ગુજરાતમાં ગાંધીનગર ખાતે સિટીપલ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન કોલેજ શરૂ થઈ છે. જે ૧૨મા ધોરણ પછી ફિલ્મ અને ટેલીવિઝન ક્ષેત્રે ૩ વર્ષના સઘન અભ્યાસક્રમ બાદ બેચલરની ડીગ્રી આપે છે. ધોરણ-૧૨માં સાયન્સ, કોમર્સ કે આર્ટસ સાથે પાસ થનારને આ ડીગ્રી કોર્સમાં એડમીશન મળી શકે છે અને ફિલ્મ ટેલિવિઝન જગતની ખ્યાતનામ હસ્તીઓ દ્વારા તાલીમ મળી શકે છે. વર્ષના આ કોર્સની ડીગ્રી પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી આપે છે.
સિટીપલ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિલ્મ એન્ડ ટેલીવિઝન ખાતે બેચલર ઓફ એક્ટીંગ અને બેચલર ઓફ ફિલ્મ મેકીંગ એન્ડ ટીવી પ્રોડક્શનના ધોરણ-૧૨ પછીના ત્રણ વર્ષના ફુલ ટાઈમ રેસિડેન્શીયલ કોર્સ છે. જેના કુલ ૬ સેમેસ્ટરમાં ડાયરેક્શન, એક્ટીંગ, સ્ક્રીપ્ટ રાઈટર, કોરીયોગ્રાફી, સીનેમેટોગ્રાફી, સીનેમેટોગ્રાફી, સીનેમેટોગ્રાફી, સાઉન્ડ રેકોર્ડીંગ, પ્રોડક્શન ડીઝાઈનીંગ, પ્રોડક્શન મેનેજમેન્ટ, રેડીયો પ્રોગ્રામર, રેડીયો જોકી, ટીવી પ્રોગ્રામર, પ્રોડક્શન, ડી.જે. વગેરે ભણાવાય છે.
આ અંગે વઘુ માહિતી માટે સિટીપલ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિલ્મ એન્ડ ટેલીવિઝન, સિટીપલ્સ કેમ્પસ, હાઈવે સેક્ટર-૭ ગાંધીનગર ખાતે સંપર્ક કરી શકાય.
‘‘મારી સફળતાથી મારા પતિમાં લધુતાગ્રંથિ આવશે. હું તેનાથી આગળ જઈશ તો તેની સાથે વિખવાદ થયા કરશે. મારા સાસુ-સસરાને પણ આ પસંદ નહીં પડે. દુઃખી થવા કરતાં પ્રમોશન સ્વીકારવું નથી - નોકરી સ્વીકારવી નથી આવા નિર્ણયો અમુક ભણેલી ગણેલી અને હોંશિયાર કન્યાઓ લેતી હોય છે અને પોતાની સફળતાને જતી કરે છે.’’
‘‘બધા નસીબના ખેલ છે. સફળતાને લાયક હું છું જ નહીં. મારામાં સફળતા મેળવવાનાં લક્ષણો જ નથી. આવું પોતાની શક્તિઓ માટે નકારાત્મક વિચારી વ્યક્તિ સફળતાથી દૂર ભાગતો હોય છે.’’
‘‘એક વખતે અમુક ફિલ્મ કલાકાર કેટલો સફળ હતો. આજે તેની હાલત કેવી છે. મને પણ સફળતા મળતા હું તે સફળતા હંમેશ માટે ટકાવી નહીં શકું અને પરિણામે નિષ્ફળતા જ મળવાની છે તો પછી સફળતા પાછળ ભાગવું મૂર્ખામી છે. પોતાની સફળતા પછી નિષ્ફળતા નહીં જીરવાય તે ભયથી ઘણી વ્યક્તોિ સફળતાને નકારાત્મક રીતે જોતા હોય છે.’’
સફળતાને કારણે હું એકલવાયો થઈશ. મારા દુશ્મનો વધશે. સરકારી જવાબદારીઓ વધશે, ટેક્ષના ચક્કરમાં પડવું પડશે માટે સફળતાની જંજાળમાં પડવું નથી.
માનવી ખૂબ ઊંચાઈ ઉપર ચડે અને પછી પડવાનું થાય તો જીવતો રહેતો નથી તેવી રીતે સફળતાનાં ઊંચા શિખરો પ્રાપ્ત કર્યા બાદ પડતી થશે તો હું જીરવી નહીં શકું માટે મારી આ જંિદગી બરાબર છે. સફળતાના ભયે માનવી પોતાની મહત્વકાંક્ષા ગુમાવી દે છે.
સફળતા વધતાં મારી જવાબદારીઓ પણ ખૂબ વધી જશે. આ જવાબદારીઓ નિભાવવા હું અસમર્થ નીવડીશ. પરિણામે નિષ્ફળતા. લોકો મારી હાંસી ઊડાવશે અને જવાબદારીના ભયે વ્યક્તિ સફળતાથી ડરે છે.
ફિલ્મોમાં-સીરિયલોમાં બતાવવામાં આવે છે તેમ સફળતાથી હું કુટુંબને પૂરતો સમય આપી નહી શકું અને કુટુંબમાં કલેશ ઊભો થશે માટે મારી ૧૧ થી ૬ની નોકરી બરાબર છે. આગળ વધીને શું કરવાનું? આવી નકારાત્મક વિચારધારાને કારણે માનવી સફળતાથી ગભરાય છે. આજે ખૂબ જ સફળ વ્યક્તિઓ પણ આનંદિત કુટુંબ જીવન ધરાવે છે. સફળ વ્યક્તિઓ પોતાના મિત્રોનો વારંવાર સંપર્ક પણ કરતા હોય છે. સમયના આયોજનથી આ સફળ વ્યક્તિઓ પોતાના જીવનને ખૂબજ સમતોલ રાખતા હોય છે. સફળતાના ભયથી વ્યક્તિ ખરેખર કુટુંબ અને મિત્રોથી દૂર રહેતો હોય છે. કારણ કે તેણે સામાન્ય રૂટીનને ચુસ્તપણે સ્વીકારી લીઘું હોય છે અને તે રૂટીનમાંથી બહાર નીકળી શકતો નથી. જ્યારે સફળ વ્યક્તિ પોતાના જીવન ઉપર, પોતાના રૂટીન ઉપર અંકુશ ધરાવતો હોય છે અને તે દરેક કાર્ય માટે સમય આપી શકતો હોય છે.
સફળતાના ભયથી પીડાયા વગર જીવનમાં આગળ વધતા રહો. મિત્રો, કુટુંબીજનો તમારી સફળતાથી દુઃખી થવાના હોય તો તે મિત્રો અને કુટુંબીજન બનવાને પાત્ર નથી. બીજાના ખરાબ સ્વભાવને કારણે તમારી પોતની પ્રગતિ અટકાવવી તે એક પ્રકારની મૂર્ખતા છે. કુટુંબવિયોગ, મિત્રવિયોગ થોડો સમય દુઃખી કરશે પરંતુ સફળતા મળતાં તે વિયોગમાંથી મુક્ત થઈ જવાય અને ઈલેક્ટ્રોનિક જમાનામાં તમે કુટુંબથી દૂર રહીને પણ કુટુંબ સાથે રહી શકો છો.
સફળતાથી ગભરાયા સિવાય સફળતાના પંથે ચાલો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !