નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

૧૦ રૂપિયાની નોટ બની જાય છે ૧૦૦૦ની,


- ધ ગ્રેટ મેજિશિયનની લાઇફ વિશે જાણવાલાયક વાતો સુરતીઓ સમક્ષ રજુ કરવા ‘એક સાંજ કે લાલની સાથે’ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા જાદુગરે જાદુના ખેલની સાથે જીવનના ખેલનાં રહસ્યો પણ છતા કર્યા

- કે.લાલે જાદુઈ ખેલ કરીને બધાને આશ્ચર્યમાં મૂક્યા હતા

- ૮૮ વર્ષેય ફિટ કે.લાલે પોતાની ફિટનેસનું રહસ્ય છતું કર્યું

જાદુગરીથી આખી દુનિયાને આંજી રહેલા જાણીતા જાદુગર કે. લાલના સુરતમાં શો ચાલી રહ્યા છે ત્યારે તેમના જીવનથી લોકોને વાકેફ કરવાના આશય સાથે સાહિત્ય સંગમ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જાદુગર કે.લાલે જાદુઈ ખેલ સાથે જીવનના ખેલનાં રહસ્યો પણ ખુલ્લા કર્યા હતાં. જુનિયર કે.લાલે દસ રૂપિયાની નોટ હજારમાં ફેરવીને ઉપસ્થિત લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

કે. લાલે આ પ્રોગ્રામમાં કહ્યું હતું કે, ‘૧૪ વર્ષની ઉંમરે કલકત્તામાં જાદુગરોના અધિવેશનમાં મેં ટકોર કરેલી કે હવે જાદુમાં કંઈ નવું આવવું જોઈએ ને મને ત્યાંના જાદુગરોએ કહ્યું હતું કે કોઈ ગુજરાતી ક્યારેય જાદુગર બની શક્યો છે ? આ વાત સાંભળતાં જ મેં નક્કી કર્યું હતું કે હું શ્રેષ્ઠ જાદુગર બનીને બતાવીશ.’ આ કાર્યક્રમમાં કે.લાલે પોતાના બાળપણથી લઈને અત્યાર સુધીના વિવિધ જીવન પ્રસંગો સુરતીઓ સમક્ષ ખુલ્લા મૂક્યા હતા. આ કાર્યક્રમમાં ૮૮ વર્ષેય ફિટ કે.લાલે પોતાની ફિટનેસનું રહસ્ય છતું કર્યું હતું.

ભગવાન પર ભરોસો છે :

મહાન જાદુગરે તેમની શ્રેષ્ઠતાનો બધો શ્રેય ભગવાનને ચરણે ધરતા કહ્યું હતું કે ‘હું જે કંઈ છું એ પ્રભુની કૃપા છે. મને ભગવાન પર પૂર્ણ ભરોસો છે.’

રાજ કપૂરને યાદ કર્યા ;

કે. લાલ કહે છે કે, ‘રાજ કપૂરજી મને ૧૦ દિવસ માટે તેમના આર.કે.સ્ટુડિયોમાં લઈ ગયા હતા. રાજકપુર કહેતા કે આખી દુનિયા મને માને છે ને હું કે.લાલને માનુ છું.

ભભૂત કાઢે એ બધા સાધુ નથી હોતા :

હાથમાંથી ભભૂત કાઢે એ બધા સાધુ નથી હોતા આમ કહીને કે. લાલે હાથમાંથી ભભૂત કાઢી બતાવી હતી. આ શોને બધાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. - કે.લાલ &મેજિસ્યન

એવોર્ડથી સન્માનિત થવા જોઈએ :

જાદુગર કે.લાલે જાદુગરની કળાને દેશ-વિદેશમાં ફેલાવીને ભારતનું બહુમાન કર્યું છે. તેથી તેમને દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવા જોઇએ.’ - નાનુભાઇ નાયક &સાહિત્યકાર

ફિટનેસની જાદુઇ ટ્રિક :

ફિટનેસ વિશે કે. લાલ કહે છે કે, ‘મને કોઈ જ પ્રકારનું વ્યસન નથી. મને યાદ નથી કે અમે છેલ્લે કંઇ હોટેલમાં જમ્યા. મારો નિયમ છે કે ભૂખ કરતા હમેંશા ઓછુ જમવું.’

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી