નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડેઈલી હેર વોશથી નુક્શાન થાય ખરા..?

 
પ્રશ્ન : મારી ઉંમર ત્રીસ વર્ષ છે. મારો ચહેરો તાજગીભર્યો અને કાંતિવાન લાગે એ માટે શું કરવું?
ઉત્તર : જ્યારે પણ તમે બહારથી આવો ત્યારે ચહેરાને ગુલાબજળ, એસ્ટિ^ન્જન્ટ અથવા કલીન્સરથી સાફ કરો. તેનાથી ત્વચા પર એકત્રિત ધૂળ-માટીના રજકણ નીકળી જશે. દિવસમાં ત્રણ વાર સારા ફ્રૂટ ફેસવોશથી ચહેરો ધૂઓ. વધારે હેવી મેકઅપ ક્યારેય ન કરશો. એનાથી ત્વચાને નુકસાન પહોંચે છે. દર મહિને પાર્લરમાં જઇને ફેશિયલ કરાવો. ઉનાળામાં બહાર નીકળો ત્યારે ચહેરા પર સનસ્ક્રીન લગાવો અને શક્ય હોય તો દુપટ્ટો પણ ઓઢો.


પ્રશ્ન : હું દરરોજ જાણીતી કંપનીના શેમ્પૂથી વાળ ધોઉં છું. વાળ દરરોજ ધોવાથી તેને નુકસાન થાય ખરું?
ઉત્તર : કોઇ પણ શેમ્પૂ લાંબા ગાળે વાળને નુકસાન પહોંચાડે જ છે, ભલે તે કંપની ગમે એટલી જાણીતી કેમ ન હોય. દરરોજ વાળ ધોવાથી વાળમાં રહેલા પ્રોટીનનું પ્રમાણ ઘટતું જાય છે અને તે બરછટ તથા શુષ્ક થઇ જાય છે. તમે દરરોજ નહીં, પણ અઠવાડિયામાં ત્રણ વાર વાળ ધૂઓ તો વાંધો નહીં.

પ્રશ્ન : મારા વાળ ડાર્ક બ્રાઉન છે. શું મારે હેર કલર કરતાં પહેલાં વાળ બ્લીચ કરવાની જરૂર ખરી? હું ઘરે જ હેર કલર કરું છું, તો વાળ ઘરે જ બ્લીચ કરી શકું? કોઇ પ્રકારનું નુકસાન તો નહીં થાય ને?
ઉત્તર : જો તમે ડાર્ક બ્રાઉન વાળને લાઇટ કરવા ઇચ્છતાં હો, તો વાંધો નથી. તમે વાળને બ્લીચ કરી શકો છો. જોકે આ પ્રયોગ ઘરે તમારી જાતે કરવાને બદલે કોઇ સારા બ્યૂટિપાર્લરમાં જઇને બ્યૂટિશિયન પાસે કરાવો તો વધારે સારું પરિણામ મળશે અને વાળને કોઇ પ્રકારનું નુકસાન થવાનો ડર પણ નહીં રહે.

પ્રશ્ન : મારા ચહેરા પર ગાલ અને કપાળ પર ફ્રેકલ્સ થઇ ગયાં છે. શું તે દૂર કરવા માટે કોઇ ઘરગથ્થુ ઉપાય અજમાવી શકાય?
ઉત્તર : ફ્રેકલ્સ દૂર કરવા માટે કોઇ ઘરગથ્થુ ઉપાય નથી. તમે કોઇ સારા ડર્મેટોલોજિસ્ટને બતાવો. એ તમારી ત્વચાના પ્રકાર અને ઉંમર મુજબ યોગ્ય ઇલાજ કરશે જેનાથી ફ્રેકલ્સ દૂર થઇ શકશે.

પ્રશ્ન : હું વીસ વર્ષની છું. મારે વાળને કલર કરવા છે, તો મારે કયો હેર કલર લગાવવો જોઇએ જેથી કોઇ પ્રકારની આડઅસર ન થાય અને દેખાવમાં કુદરતી લાગવા સાથે લાંબા સમય સુધી રહે?
ઉત્તર : હેર કલર કરવા માટે વીસ વર્ષ હજી નાની ઉંમર ગણાય. આમ છતાં જો તમે હેર કલર કરવા જ ઇચ્છતાં હો તો તમારા વાળના પ્રકાર અને કલરને અનુરૂપ કોઇ સારી કંપનીના હેર કલરનો ઉપયોગ કરી શકો છો. જોકે કોઇ પણ હેર કલર લાંબા સમય સુધી વાળ પર રહેતો નથી. એક વાર વાળને કલર કર્યા પછી તમારે કાયમ માટે થોડા થોડા સમયાંતરે વાળ કલર કરવા જ પડશે.

પ્રશ્ન : મને ચશ્માંનાં નંબર નથી, પણ લેન્સ પહેરવાનો શોખ છે. શું લેન્સ પહેરવાથી મારી આંખોને નુકસાન થઇ શકે ખરું? મારે શું ધ્યાન રાખવું જોઇએ?
ઉત્તર : સામાન્ય રીતે કોન્ટેકટ લેન્સથી આંખને નુકસાન થતું નથી. છતાં જો તમારી આંખમાં લેન્સ પહેરવાથી ખંજવાળ આવતી હોય, આંખો લાલ થઇ જતી હોય કે આંખમાંથી પાણી નીકળતું હોય તો લેન્સ ન પહેરશો. જો તમને આવી કંઇ સમસ્યા પરેશાન ન કરતી હોય તો ચોક્કસ લેન્સ પહેરી શકો છો. હા, રાતે સૂતાં પહેલાં લેન્સ અવશ્ય કાઢી નાખો.

પ્રશ્ન : મારા લગ્ન પંદર દિવસ પછી છે. શું હું બ્રાઇડલ મેકઅપ કરાવું ત્યારે આંખોમાં વોટરપ્રૂફ કાજલ લગાવું? કાજલ વોટરપ્રૂફ મળે ખરું?
ઉત્તર : હવે મોટા ભાગના કોસ્મેટિકસ વોટરપ્રૂફ મળતાં હોવાથી તમે સંપૂર્ણ વોટરપ્રૂફ મેકઅપ પણ કરાવી શકો છો. કાજલ અને મસ્કારા તો ખાસ વોટરપ્રૂફ રાખવા જેથી રેળાઇ ન જાય.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી