નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શાકાહારી છો? આ અગત્યના સમાચાર વાંચી લેજો

-અમદાવાદમાં દર ૧૦માંથી ૬ લોકોમાં વિટામિન બી-૧૨ની ડેફિસિન્સી-આ ખામીનું નિદાન આસાનીથી થતું ન હોવાથી વિવિધ રિપોર્ટો પાછળ દર્દીના હજારો રૂપિયા ખર્ચાઈ જાય છે
શહેરમાં દર ૧૦માંથી છ વ્યકિત બી-૧૨ની ડેફિસીયન્સીનો શિકાર હોવાની ચોંકાવનારી માહિ‌તી પ્રાપ્ત થઇ છે. ખાસ કરીને શાકાહારી લોકોમાં બી-૧૨ની ડેફિસીયન્સીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

મહત્વની વાત એ છે કે, બી-૧૨ની ઉણપને લીધે એનીમીયા, કબજીયાત, હાથ-પગમાં ઝણઝણાટી કે યાદશકિત ઓછી જેવાં લક્ષણો હોવાથી આસાનીથી શરીરમાં બી-૧૨ની ઉણપ હોવાનું પકડાતું નથી, અને દર્દી વિવિધ પ્રકારનાં રિપોર્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાંખતા હોવાનું ડોકટર જણાવી રહ્યાં છે.

સેટેલાઇટમાં આવેલાં શાશ્વત ડાયગ્નોસીસ સેન્ટરનાં એમ.ડી. ફિઝીશીયન ડો. પ્રવિણ ગર્ગે જણાવ્યું હતું કે, સેન્ટરમાં આવતાં દર ૧૦માંથી છ શાકાહારી વ્યકિતમાં બી-૧૨ની ડેફિસીયન્સી જોવા મળી છે.

મુખ્યત્વે વિટામીન બી-૧૨ માટીમાં પેદા થતાં એક ખાસ પ્રકારનાં બેકટેરીયામાંથી પ્રાપ્ત થાય છે, તેમજ ડેરી પ્રોડક્ટસ, માંસ, માછલી અને ઇંડા જેવાં માંસાહારમાંથી સૌથી વધુ પ્રમાણમાં બી-૧૨ પ્રાપ્ત થતું હોય છે. જેથી શુધ્ધ શાકાહારીઓમાં બી-૧૨નું યોગ્ય પ્રમાણ જળવાતું નથી. બી-૧૨ની ઉણપને લીધે લોહીની ઉણપ, ન્યુરોલોજિક્લ અને પેટનાં રોગો જેવાં એક સાથે ત્રણ રોગોનાં લક્ષણો સાથે દેખાતા હોવાથી બી-૧૨ની ડેફિસીયન્સીનું નિદાન આસાનીથી થતું ન હોવાથી વિવિધ પ્રકારનાં રિપોર્ટોમાં દર્દીનાં હજારો રુપિયા ખર્ચાઇ જાય છે.

બી-૧૨ની ઊણપનાં લક્ષણો

એનીમીયા, પેટ અને ન્યુરોલોજીકલ રોગો જેવા ત્રણ લક્ષણોને લીધે શરીરમાં લોહીની અછત, વજન ઓછું થવું, ભુખ ન લાગવી, પરસીયસ એનીમીયા, કબજીયાત, હાથ-પગમાં ઝણઝણાટી કે યાદશકિત ઓછી થવી, લકવો, પગનાં તળિયામાં ધ્રુજારી, હાથ-પગ તુટે, સીડી ચડતાં શ્વાસ ચઢે, ગભરામણ જેવાં લક્ષણો દેખાય છે.

શાકાહારીઓમાં બી-૧૨ની ઊણપ કેમ થાય ?

માટીમાં થતાં બેકટેરીયા બી-૧૨નાં મુખ્ય સ્ત્રોત છે, તેમજ બી-૧૨ ઇંડા, માછલી, માંસ અને ડેરી પ્રોડકટમાંથી પ્રાપ્ત થતી હોય છે. ખોરાક પેટમાં ઇન્ટ્રીનીસીક ફેકટર પ્રમાણે તે નાના આંતરડામાંથી લિવરમાં બેથી પાંચ મિલીગ્રામ બી-૧૨ સ્ટોર થાય છે. પરંતુ, શુદ્ધ શાકાહારી ઉપરાંત જેમનાં શરીરમાં ઇન્ટ્રીનીસીક ફેકટરમાં ગરબડ થવાથી બી-૧૨ લિવરમાં સ્ટોર થવાને બદલે શરીરની બહાર નીકળી જવાથી ડાયાબીટીસ અને એસીડીટીની ગોળીઓ તેમજ લાંબા સમયથી પેટનાં રોગોથી બી-૧૨ની ઉણપ સર્જા‍ઇ શકે છે. તેમજ મિનરલ વોટરનાં વધુ ઉપયોગથી બી-૧૨ની ઉણપ સર્જા‍તી હોવા અંગે સંશોધન ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ખામી નિવારવા શું કરવું

જયારે પેટ- નયુરોલોજીકલ અને એનીમીયાનાં લક્ષણો દેખાય ત્યારે તુરત બી-૧૨નો રિપોર્ટ કરાવવો જોઇએ.આ રિપોર્ટમાં બી-૧૨નું પ્રમાણ ૨૧૬થી ૯૦૦ પીજી-એમએલ( દર ગ્રામ મિલીલીટર) ૨૦૦થી ઓછું હોય તો બી-૧૨નાં ઓછામાં ઓછાં ૨૦ ઇન્જેશન લેવાથી લિવરમાં જરૂરી બી-૧૨ સ્ટોર થાય છે. તેમજ ત્યારબાદ ફરીથી બી-૧૨નો રિપોર્ટ કરાવીને દર મહિ‌ને બી-૧૨નું એક ઇન્જેકશન લેવું પડે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી