નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગરમીમાં સૌને પસંદ વ્હાઇટ અને લાઇટ કલર

 
સફેદ અને લાઇટ રંગ એવા છે, જે ગરમી શોષી લઇ પહેરનારને તો રાહત આપે જ છે. આ કલર જોનારની નજરને પણ ઠંડક પ્રદાન કરે છે. આ વર્ષે વ્હાઇટ અને લાઇટ કલર ‘ઇન’ છે.

સામાન્ય રીતે અત્યારની યુવતીઓને ડાર્ક અને ફ્લોરોસન્ટ કલર્સના પોશાક પહેરવાનું પસંદ હોય છે, પણ જેવો ઉનાળો શરૂ થાય કે તરત એમના વોર્ડરોબમાં ડ્રેસીસની ગોઠવણી બદલાઇ જાય છે. ડાર્ક કલરના ડ્રેસ, સાડી કે કુર્તીની ગોઠવણી નીચેના ખાનાંમાં અથવા નીચે અને વ્હાઇટ એટલે કે સફેદ અને લાઇટ કલર્સના ડ્રેસીસ, સાડી, કુર્તી ઉપર ગોઠવાઇ જાય છે. મોટા ભાગના લોકો ઉનાળામાં સફેદ અને શક્ય હોય એટલા લાઇટ કલર્સના પોશાક પહેરવાનું પસંદ કરે છે કારણ કે સફેદ અને લાઇટ કલર્સમાં ગરમી ઓછી લાગે છે. સફેદ રંગ તો જાણે કે ઉનાળાનો જ રંગ છે કારણ કે તેમાં ગરમી ઓછી લાગવા સાથે આ રંગ સાદગીભર્યો છતાં સોબર લુક પ્રદાન કરે છે.

સફેદ રંગનો ડ્રેસ પહેરીને નીકળેલી કોઇ યુવતીને જોઇને આપણું મન પણ જાણે શાંતિ અનુભવે છે. એમાંય જો કોઇએ પાર્ટીવેરમાં સફેદ ગાઉનમાં સીકવન્સ કે ફ્રિલ લગાવડાવીને પહેર્યું હોય, તો તો એવો આભાસ થાય છે, જાણે આસમાનમાંથી પરી જમીન પર ઊતરી આવી ન હોય! આ વખતે ઉનાળામાં સફેદની સાથોસાથ આછા ગુલાબી અને પીચ કલર પર પણ યુવતીઓ પસંદગી ઉતારી રહી છે. લાઇટ કલર્સમાં ગુલાબી, પીચ, પર્પલ, આસમાની, પિસ્તાં, ઓફ વ્હાઇટ, ક્રીમ, પીળો, ગ્રે વગેરેનો સમાવેશ આ વર્ષે ઉનાળાના પરિધાનમાં યુવતીઓ ખાસ કરી રહી છે. આવા કલર્સની ખાસિયત એ જ છે કે તેના લીધે ગરમી ઓછી લાગવા સાથે જોનારની નજરને પણ આરામ પહોંચાડે છે. ઉનાળામાં જો તમે ડાર્ક કલરના ડ્રેસીસ પહેરીને નીકળો, તો જોનારને પણ નહીં ગમે.

આજે યુવતીઓ લાઇટ કલરના ડ્રેસીસમાં સેલ્ફ પ્રિન્ટ ધરાવતા, એમ્બ્રોઇડરી કરેલા, લેસ લગાવેલા, ફ્રિલવાળા, પેઇન્ટિંગ કરેલા એમ વિવિધ પ્રકારના ડ્રેસીસ પસંદ કરે છે. ખાસ કરીને વ્હાઇટ અથવા આછા ગુલાબી કે પીળા કલરના બેકગ્રાઉન્ડમાં એમ્બ્રોઇડરી કરેલા ડ્રેસ કે કુર્તી યુવતીઓને પ્રિય છે. જ્યારે ઘણી યુવતીઓ એવા ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે, જેના પાયજામા અને દુપટ્ટો એક્સરખી પ્રિન્ટના અને ટોપ લાઇટ અથવા વ્હાઇટ કલરમાં જુદી પ્રિન્ટનું હોય. આમાં પાયજામા અને દુપટ્ટામાં ફ્લોરલ પ્રિન્ટ, નાની કેરી અથવા બારીક પ્રિન્ટ હોય છે, તો ટોપમાં ચેકસ, નાના ફ્લાવરથી લઇને અલગ અલગ પ્રિન્ટ જોવા મળે છે. તે સાથે જ ટોપમાં નેકના ભાગે સ્ટેન્ડપટ્ટી અને યોક જેવી નેકલાઇન પણ પાયજામાને મેચિંગ કાપડમાંથી બનાવવામાં આવી હોય છે.

ઉનાળામાં સામાન્ય રીતે લગ્ન જેવા પ્રસંગોમાં હાજરી આપવાની હોવાથી ઘણી યુવતીઓ કુર્તી કે ટોપમાં બ્રોકેડનો યોક અથવા તો દામન અને સ્લીવના ભાગ પર પહોળી બોર્ડર લગાવડાવે છે, તો કેટલીક નવયૌવના બધાથી અલગ દેખાવા માટે ફ્રોક સ્ટાઇલનું ટોપ સીવડાવી તેના યોકના ભાગે એમ્બ્રોઇડરી કરાવે છે અથવા બ્રોકેડ મટિરિયલનો જ યોક બનાવડાવે છે. આવા ડ્રેસ પ્રસંગોપાત પહેરવામાં હેવી અને ગોર્જિયસ લુક પ્રદાન કરે છે.

સ્વીવ્ઝમાં પણ થ્રીફોર્થ સ્લીવથી લઇને શોર્ટ સ્લીવ, મેગિયા સ્લીવ અથવા સ્લીવલેસ ટોપ કે કુર્તી પહેરે છે, કેટલીક શિફોનની લોંગ સ્લીવ રાખીને તેના છેડે બોર્ડર મૂકાવડાવે છે. ઘણી યુવતીઓ સ્લીવલેસ ટોપ રાખી ખભાના ભાગે માત્ર પહોળો પટ્ટો આવે એ રીતે સીવડાવે છે, જેના લીધે ડ્રેસને મોડર્ન ટચ મળી રહે છે અને તે સાથે દુપટ્ટો ઓઢવાને કારણે ટ્રેડિશનલ પણ લાગે છે. આવી જ રીતે શોર્ટ કુર્તીમાં વચ્ચે કોન્ટ્રાસ્ટ કલરનો બેલ્ટ પણ બનાવડાવે છે.

જ્યારે સાડીની વાત કરીએ તો, યુવતીઓ લાઇટ કલરની સાડીમાં ડાર્ક કલરની એમ્બ્રોઇડરી કે ફ્લાવર્સ બનાવડાવે છે. જેથી સાડીને હેવી લુક મળી રહે. આવી સાડી સાથે એમ્બ્રોઇડરી કરેલ બ્લાઉઝ પહેરવાથી એકદમ સ્ટાઇલશિ અને ગોર્જિયસ લાગે છે. ઘણી યુવતીઓ વ્હાઇટ કલરની સાડીમાં સેલ્ફ પ્રિન્ટની બોર્ડgર અને ડિઝાઈન હોય તે પહેરવામાં રસ ધરાવે છે. સામાન્ય રીતે વર્કિંગ વુમન ઉનાળામાં આવી સાડીને વધારે પ્રાધાન્ય આપે છે કેમ કે તે સિમ્પલ છતાં સોબર લાગે છે. આ રીત વ્હાઇટ અને લાઇટ કલરથી ગરમીને દૂર રાખો.

ટકસ અને બેલ્ટની સ્ટાઇલ

વ્હાઇટમાં સેલ્ફ એમ્બ્રોઇડરી કરેલી અને બેલ્ટની સ્ટાઇલ ધરાવતી આ કુર્તી અને લાઇટ પિંકમાં સેલ્ફ પ્રિન્ટ ધરાવતી ટકસ લીધેલી કુર્તી પહેરેલી આ નવયૌવનાની અદા જ કંઇ ઓર લાગે છે. ભલે સાવ સિમ્પલ હોય છતાં પણ બધાથી અલગ તરી આવે એવી આ વ્હાઇટ અને લાઇટ પિંક કલરની કુર્તી કોને ન ગમે?

ગોર્જિયસ લુક આપે સાડી

સેલ્ફ ડિઝાઈન ધરાવતી વ્હાઇટ સાડીમાં સિલ્વરની પહોળી બોર્ડર અને લાઇટ વેટ હોવાથી તે પહેરીને ઊભેલી લલના એવી લાગે છે જાણે કે સૌમ્ય, શાંતિની પ્રતીક બનીને આવી હોય આ કાળઝાળ ગરમીમાં શીતળતા આપવા...
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી