નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દુનિયાના આ છે સૌથી ખતરનાક એરપોર્ટ,જોતાવેંત વળશે પરસેવો

દુનિયામાં એવી ઘણી ખતરનાક વસ્તુઓ હોય છે, ઘણાં લોકો આવી જગ્યાને માણવામાં આનંદ માણે છે તો ઘણાં લોકો આવી જગ્યાએથી દુર રહેવામાં પોતાની ભલાઇ માને છે, દુનિયામાં એવાં ઘણાં એરપોર્ટ છે જ્યાં લેન્ડિંગ કે ટેકઓફ એ પાયલોટ માટે પગે ચાલીને પહાડ સર કરવા જેટલો અઘરો રહે છે.

કહેવાય છે કે કોઇપણ વિમાન માટે સૌથી અઘરો તબક્કો લેન્ડિંગનો હોય છે, જો એરપોર્ટ કે લેન્ડિંગ માટેની જગ્યા સરળ હોય તો વાંધો આવતો નથી પણ જોખમવાળા એરપોર્ટમાં લેન્ડિંગ કે ટેકઓફ અઘરૂં અને જોખમી બને છે.

દુનિયાના આવા જ કેટલાક ખતરનાક એરપોર્ટને જુઓ તસવીરોમાં


 

Paro, Bhutan : હિમાલયની ઊંચી ટોચ પર આવેલું આ એરપોર્ટએ દુનિયાનું સૌથી ખતરનાક એરપોર્ટ છે જ્યાં લેન્ડિંગ- ટેકઓફ માટે આખી દુનિયામાંથી માત્ર 8 પાયલોટને સર્ટિફાઇડ કરાયા છે. ઊંચી ગિરિમાળા વચ્ચેથી આ એરપોર્ટ પર આવવું તે ઘણું જોખમી ગણાય છે.
 
Matekane, Lesotho : ઊંચી ગિરિમાળાની ટોચ પર આવેલા આ એરપોર્ટ પર વિમાન ટેક ઓફ થાય ત્યારે કઠણ કાળજું જોઇએ. 2,000 ફીટની ઊંચાઇએથી નીચે ઉતરવા માટે પણ એરક્રાફ્ટને ત્યાંની વાતાવરણની પરિસ્થિતિથી પળે-પળ માહિતગાર રહેવું પડે છે.
 

saba, Caribbean: આ એરપોર્ટને દુનિયાનો સૌથી ટુંકો રન-વે ધરાવે છે. જે માત્ર 1300 ફીટ જ લાંબો છે. આ લંબાઇમાં પાયલોટને એરક્રાફ્ટનું લેન્ડિંગ કરવું તે તેના માટે ઘણું કપરૂ રહે છે. ત્રણેય બાજુ દરિયાથી ઘેરાયેલા આ રન-વે પણ અતિ જોખમી મનાય છે.
 

Sea Ice Runway, Antarctica :બરફ આચ્છાદિત આ સમુદ્રી વિસ્તારમાં આવેલા આ એરપોર્ટમાં 2.5 માઇલનો રનવે છે જે માત્ર એન્ટાર્ટિકામાં ઉનાળામાં જ ખુલ્લો મુકાય છે. આ એરપોર્ટમાં પાયલોટ હેવી લેન્ડિંગને ટાળે છે અને સ્ટેશનરી એરક્રાફ્ટનું સાવચેતીપુર્વક ધ્યાન રખાય છે કે 10 ઇંચ કરતા વધારે મોટો બરફ નથી કે જેને કારણે ચઢાણ કે ઉતરાણમાં મુશ્કેલીઓ ના નડે.
 

Princess Juliana International Airport, St Maarten, Caribbean : પ્રિન્સેસ જુલિયાના જતી ફ્લાઇટના પાયલોટની દરેક ફ્લાઇટ વખતે તપાસ થાય છે કે જેથી કરીને સમુદ્રી વિસ્તારમાં આવેલા આ એરપોર્ટ પર ચઢાણ-ઉતરાણ માટે સક્ષમ છે કે નહીં, આ એરપોર્ટ પર ટેક ઓફ કરતા સૌથી મોટો પડકાર છે અહીં આવેલા પર્વતો, જ્યાં શાર્પ ટર્ન લેવો જરૂરી બને છે.
 

Tenzing-Hillary airport, Lukla, Nepal :રન વે પુરો થતાં હિમાલયની આવેલી ગિરિમાળા આ એરપોર્ટ માટેનું સૌથી મોટો પડકાર છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !