નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચીનથી દોડતી આવશે ફાસ્ટર ટ્રેન

ચીનના એન્જીનિયરોનું કહેવુ છે કે તેઓ એક એવી ટ્રેનનુ નિર્માણ કરવા જઈ રહ્યાં છે જે પ્લેન કરતા પણ વધારે ઝડપે દોડશે. ચીનના દક્ષિણ પૂર્વમાં સ્થિત જિયાતોંગ યૂનિવર્સિટીના એક લેબોરેટરીમાં આ ટ્રેનને આકાર અપાઈ રહ્યોં છે.

ત્યાંના વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે વેક્યુમ સસ્પેન્શન ટ્રેન મૉડલ 600થી 1200 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ભારતમાં સ્થાનિક ઉડ્યનો ભરનારા વિમાનોની ઝડપ પણ 600થી 800 કિલોમિટર પ્રતિ કલાક હોય છે.

આ નવી ટેક્નૉલોજી ઉપર ઝડપથી કાર્ય થઈ રહ્યું છે, અને આશા વ્યક્ત કરવામાં આવી રહીં છે કે આવતા દસ વર્ષોમાં આ ટ્રેન ઉતારી દેવાશે.

ચીન આ ટ્રેન પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરી રહ્યું છે. આ પ્રકારની ટ્રેનોની ખાસીયત એ હોય છે કે તેમાં ઓછુ ઈંધણ વપરાશે અને તેનાથી પર્યાવરણને પણ નુકસાન થતુ બચશે.

આ પ્રકારની ઝડપી ટ્રેનો ઉપર અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડમાં પણ કામ ચાલી રહ્યું છે. ત્યાં પણ આ ટેક્નોલોજીને જ આધાર બનાવામાં આવી રહ્યો છે.

Comments

  1. સ્ત્રોત દર્શાવાનું શું લેશો ?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી