નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એક વર્ષ બાદ દાદાએ દેખાડ્યો દમ, પૂણેને અપાવ્યો વિજય

- છેવટે 1 વર્ષ અને 21 દિવસો બાદ મળ્યો દાદાને મોકો

હૈદરાબાદમાં રમાયેલી ડેક્કન ચાર્જર્સ અને પૂણે વોરિયર્સ વચ્ચેની મેચમાં પૂણેએ 6 વિકેટે ડેક્કનને હરાવ્યું હતું.

પૂરા 1 વર્ષ અને 21 દિવસ બાદ આઇપીએલમાં પાછા ફરેલા સૌરવ ગાંગુલીએ અણનમ રહીને પોતાની નવી ટીમ પૂણે વોરિયર્સને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગાંગુલીએ 32 બોલમાં 1 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 32 રન નોંધાવી મહત્વનું યોગદાન આપ્યું હતું.

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 1 વર્ષ અને 21 દિવસો બાદ આઇપીએલમાં પૂનરાગમન કર્યું હતું. પાછલી ત્રણ સિઝન દરમિયાન કોલકાતાના મહત્વના ખેલાડી રહ્યા બાદ ગાંગુલી આ વખતે પૂણે વોરિયર્સમાંથી રમ્યો હતો પરંતુ આ 1 વર્ષ જેવો મુશ્કેલ સમય દાદાએ ક્યારેય નહીં જોયો હતો.

પહેલા કોલકાતાના માલિક શાહરૂખે આઇપીએલની ટીમમાંથી ગાંગુલીને બહાર કાઢ્યો પછી વર્ષ 2011ની હરાજીમાં કોઇએ દાદાનો ભાવ પણ ન પૂછ્યો. પાછલી ત્રણ સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું હોવા છતાં સૌ ફ્રેન્ચાઇઝીએ આ વખતે દાદાથી મોં ફેરવી લીધું હતું.

ગાંગુલીનું આઇપીએલ કેરિયર ઉતાર-ચડાવથી ભરેલું છે. તેના બેટમાંથી રન તો નિકળ્યા પરંતુ ટીમને જીત ન મળી શકી. આ જ કારણોસર વર્ષ 2009માં શાહરૂખખાને તેની પાસેથી કેપ્ટનશિપ પણ છીનવી લીધી. જો કે 2010માં તેને ફરીથી કેપ્ટન બનાવાયો પરંતુ સિઝન પૂરી થતાં જ કોલકાતામાંથી તેની હકાલપટ્ટી થઇ.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!