નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કાર ડોર ગાયબ કરતી ટેક્નોલોજી

દુનિયાની સૌપ્રથમ કાર રસ્તા પર દોડતી થઈ ત્યારથી માંડીને આજની હાઈટેક સેડાન સુધી એન્જિનથી માંડીને કારના દરેક ભાગમાં રૂપાંતર થયું છે પણ કાર ડોર ટેક્નોલોજી જેમની તેમ જ રહી છે. તમામ કારના દરવાજાઓમાં બે મિજાગરા, એક લોક અને દરવાજો હંમેશા બહારની તરફ જ ખૂલે છે. જો કે ડિઝાઈનમાં કશું ખોટું નથી અને એટલે જ કદાચ આટલા લાંબા સમયથી કારના દરવાજા આ રીતે જ બનતા આવ્યા છે. પરંતુ નવા કાર ડિઝાઈનરો કારના એક પણ ભાગને કોરો મૂકવા માંગતા નથી. અને આમ જૂઓ તો વાત પણ સાચી જ છે કારણ કે જો સુધારો કરવાની શક્યતા જણાતી હોય તો શા માટે તેમાં પણ ફેરફાર ન કરવો જોઈએ?

ડિસઅપિઅરિંગ કાર ટેક્નોલોજી અર્થાત કારના દરવાજા ગાયબ કરી નાંખતી આ ટેક્નોલોજીમાં કારના દરવાજા બહાર ખુલવાને બદલે કારની અંદર જ આવેલા એક પોકેટમાં ઊતરી જાય છે. આ ટેક્નોલોજી કેલિફોર્નિયાની જાટેક કંપનીએ ડિઝાઈન કર્યા છે. આ ડિઝાઈન નિશંકાપણે એકવીસમી સદીની છે અને રિમોટથી ચાલે છે. એટલું જ નહીં પણ એમાં એકપણ મિજાગરાનો ઉપયોગ નથી.

આ નવા પ્રકારના દરવાજા એવી રીતે બનાવવામાં આવ્યા છે કે આંચકા સામે ટકી રહેવા માટે વધુ સક્ષમ છે. આ દરવાજામાં એવા સેન્સર લગાડવામાં આવ્યા છે કે જેને કારણે દરવાજાને બહારની તરફ ધકેલે છે. અર્થાત્ જો કોઈ ગંભીર અકસ્માત થયો હોય તો પેસેન્જર સુધી ઝડપથી પહોંચી શકાય છે.

રિટ્રેક્ટેબલ ડોર આર્કિટેક્ચરના કેટલાંક લાભ

- પરંપરાગત અને આધુનિક તમામ પ્રકારના મટિરિયલ્સમાંથી બનાવી શકાય છે.
- દરવાજા ખોલ બંધ કરતી વખતે અને વાહનનું અકસ્માત થાય એવા સંજોગોમાં વધુ સલામત
- ગંભીર અકસ્માત થાય તો પ્રવાસીને વાહનમાંથી બહાર નીકળવા કે અકસ્માતને કારણે અંદર ફસાયેલી વ્યક્તિને બહાર કાઢવામાં સગવડતાદાયક
- પાવર ઓપરેશનની સુવિધા
- પેસેન્જર ડોર સરળતાથી અને સલામતી પૂર્વક ડ્રાઈવર સીટ પરથી પણ ખોલી શકાય છે.
- દરવાજો તૂટી જાય તો બહાર લટકે કે ફંગોળાઈને બીજા વાહનો કે રાહદારીઓ માટે જોખમી પૂરવાર ન થાય.
- દરવાજો બંધ કરવા માટે વારંવાર પછાડવો ન પડે.
- પાર્કિંગ કે ગેરેજ માટે ઓછી જગ્યાની જરૂર પડે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!