નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સમગ્ર અસ્તિત્વને પ્રેમ કરવો

મારી વહાલી પત્ની, હું તારા કોઇ નાનકડા શોખ માટે મરી જવાનું નહીં, પણ તારી સાથે આખી જિંદગી જીવી જવાનું પસંદ કરીશ.

એક મહિલાએ પોતાના લગ્નજીવન વિશે ઇન્ટરનેટ પર લખ્યું છે: ‘મારા પતિ સાથે ત્રણ વર્ષના લગ્નજીવન અને તે પહેલાં અમારી વચ્ચેના બે વર્ષના સંબંધો પછી મને અમારા સંબંધોમાં ફૂગ વળી ગઇ હોય તેવો અનુભવ થવા લાગ્યો. હું બહુ જ લાગણીશીલ છું. જેવી રીતે કોઇ બાળક કેન્ડી માટે તલસે એમ હું મારા પતિ પાસેથી સતત રોમેન્ટિક અભિવ્યક્તિની અપેક્ષા રાખું છું. મારા પતિનો સ્વભાવ મારાથી સાવ જુદો છે. એને વાતેવાતે રોમેન્ટિક બનવું ગમતું નથી. એના દ્વારા પ્રેમની અભિવ્યક્તિ થતી ન હોવાથી મારું મન ખાટું થઇ ગયું હતું. મને ખાતરી થઇ ગઇ હતી એ હવે મને પ્રેમ કરતો નથી.

એ વિશે હિજરાયા કરવાનો કશો અર્થ નહોતો. એથી એક દિવસ મેં એને જણાવી દીધું કે હું આવા શુષ્ક અને પ્રેમ વિનાના લગ્નજીવનનો અંત આણવા માંગું છું. એણે પૂછ્યું, ‘કેમ?’ મેં કહ્યું, ‘તું હવે મને જરા સરખો પણ પ્રેમ કરતો નથી.’ એણે કશી જ પ્રતિક્રિયા બતાવી નહીં. આખો દિવસ મૌન રહ્યો. એથી મને વધારે આઘાત લાગ્યો કે આ તે કેવો પુરુષ છે, જેને એની પત્નીની કશી જ પડી નથી. છેવટે એણે રાતે મને પૂછ્યું, ‘હું તારો નિર્ણય બદલવા માટે શું કરી શકું?’ એના એવા શુષ્ક પ્રશ્નથી હું વધારે નારાજ થઇ ઊઠી. એ મને સમજાવવા માટે કશા જ પ્રકારનું પ્રેમભર્યું વર્તન કરતો નથી. મારો વિશ્વાસ વધારે દ્રઢ થયો. એનામાં લાગણી જેવું કશું છે જ નહીં. એના માટે મારા મનમાં રહીસહી શ્રદ્ધા પણ મરી પરવારી.

મેં એને કહેવા ખાતર કહ્યું, ‘જો તું મારા એક પ્રશ્નનો જવાબ આપે તો કદાચ હું મારો નિર્ણય બદલવા વિશે વિચારી શકું. ધાર કે એક પહાડની ભેખડના છેડા પર ઊગેલાં ઝાડમાં ખીલેલું ફૂલ મને જોઇએ છે. આપણને બંનેને ખબર હોય કે એ જોખમી જગ્યા પર ફૂલ તોડવા જતાં તું નીચે ખીણમાં પડી જશે અને મરી જશે. એવા સંજોગોમાં તું શું કરે - મારા માટે ફૂલ તોડવા જાય કે પછી...’ એ મારી સામે જોતો ઊભો રહ્યો, પછી બોલ્યો, ‘તારા આ સવાલનો જવાબ હું આવતી કાલે સવારે આપીશ.’

હું સવારે જાગી ત્યારે એ ઘરમાં નહોતો. મને ખાતરી હતી કે એ મારા સવાલનો જવાબ આપી શકે તેમ નહોતો. મેં ડાઇનિંગ ટેબલ પર દૂધના ગ્લાસ નીચે એક કાગળ જોયો. એણે એમાં લખ્યું હતું, ‘ના, હું તારા માટે એ ફૂલ તોડવા જઇને મરવાનું પસંદ નહીં કરી શકું.’ મારું હૃદય ખિન્નતાથી ભરાઇ ગયું. હું એના વિશે જે ધારતી હતી એ સાચું પડ્યું હતું. એણે આગળ લખ્યું હતું, ‘પરંતુ એ માટે કારણો છે. જ્યારે તું કોમ્પ્યુટર પર કામ કરે છે ત્યારે હંમેશાં તારી અણઆવડતને લીધે સોફ્ટવેરમાં ગરબડ કરી દે છે. જો હું નહીં હોઉં તો તારી એ ભૂલો કોણ સુધારશે? તું જ્યારે પણ બહાર જાય છે ત્યારે ઘરની ચાવી ભૂલી જાય છે.

જો હું નહીં હોઉં તો તારા માટે ઘર ઉઘાડવા કોણ દોડશે? તને અજાણી જગ્યાઓમાં પ્રવાસ કરવા જવાનું ગમે છે, પરંતુ તું હંમેશાં રસ્તો ભૂલી જાય છે. મારા વિના તને રસ્તો કોણ બતાવશે? તારા સંવેદનશીલ સ્વભાવને લીધે તારો મૂડ વારંવાર ખરાબ થઇ જાય છે, જો હું મૃત્યુ પામું તો તારો મૂડ સુધારવા માટે હળવી વાતો કોણ કરશે? તારી આંખો કાચી છે. જ્યારે તું બુઢ્ઢી થઇશ ત્યારે મારા વિના તારા નખ કોણ કાપી આપશે અને આપણા બગીચામાં કેવાં ફૂલો ખીલ્યાં છે એ તને કોણ કહેશે? જો હું જીવતો હોઇશ તો આપણે વૃદ્ધ થશું ત્યારે એકબીજાનો હાથ પકડીને દરિયાકિનારે ફરવા જઇ શકીશું. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશમાં કેવું ર્દશ્ય રચાયું છે એ હું જ તને કહી શકીશ.

આ બધા કારણોસર હું તારા કાલ્પનિક ફૂલને તોડવા જતાં મૃત્યુ પામવાનું પસંદ નહીં કરું. મારી વહાલી પત્ની, હું તારા કોઇ નાનકડા શોખ માટે મરી જવાનું નહીં, પણ તારી સાથે આખી જિંદગી જીવી જવાનું પસંદ કરીશ. મને ખબર છે કે જેટલો પ્રેમ હું તને કરું છું એટલો પ્રેમ તને બીજી કોઇ વ્યક્તિ પાસેથી મળવાનો નથી. હું ટુકડા ટુકડામાં નહીં, પણ સમગ્ર રીતે તને પ્રેમ કરું છું. હું તારી આ ક્ષણ કે આજના દિવસ પૂરતો જ તને પ્રેમ કરતો નથી, મારો પ્રેમ તો તારા સમગ્ર અસ્તિત્વ માટે છે.’

મારી આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. એ જ વખતે મારો પતિ, મારો પ્રેમી, ઘરમાં પ્રવેશ્યો. એ રોજની જેમ અમારા માટે દૂધની બોટલ અને બ્રેડ લઇને આવ્યો હતો. હું દોડીને એને ભેટી પડી. એણે કહ્યું, ‘ચાલ, હજી તો આપણે નાસ્તો કરવાનો છે અને પછી કામ પર જવાનું છે.’

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!