નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે દુનિયાની સૌથી નાની વેબ ડિઝાઇનર સીઈઓ

શ્રીલક્ષ્મી નેશનલ ચાઇલ્ડ એવોર્ડથી પણ નવાજાઈ ચૂકી છે

તેણે સાબિત કરી આપ્યુ છે કે ઉપલબ્ધિને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી હોતી


13 વર્ષની ઉંમરે બાળકો રેતીના ઘર બનાવીને રમતા હોય છે, જ્યારે આ જ ઉંમરની શ્રીલક્ષ્મી સુરેશે વેબડિઝાઇનિંગનું પોતાનુ ઉદ્યમ ઊભુ કરી લીધુ છે. આ રીતે કોઝિકોડની એક સ્કૂલની વિદ્યાર્થીની શ્રીલક્ષ્મી સૌથી નાની ઉંમરની ડિઝાઇનર સીઇઓ બની ગઈ છે. ઉપલબ્ધિને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી હોતી, તે સાબિત કરી આપનારી શ્રીલક્ષ્મીને નેશનલ ચાઇલ્ડ એવોર્ડથી પણ નવાજાઈ ચૂકી છે.

તે અત્યાર સુધી 50 કરતા વધારે વેબસાઇટ્સ ડિઝાઇન કરી ચૂકી છે, જેમાં બાર કાઉન્સિલ ઓફ કેરલા ઓર લાઇનેસની ડિસ્ટ્રિક્ટ શાખાની વેબસાઇટ પણ છે. શ્રીલક્ષ્મી એન્જીનિયરિંગના સ્ટુડન્ટ્સને આઈડિયા પણ આપે છે. એસોસિએશન ઓફ અમેરિકન વેબમાસ્ટર્સના સભ્યોમાં તે 18 વર્ષથી ઓછી ઉંમરની એકમાત્ર સભ્ય છે. શ્રીલક્ષ્મીના પિતા એડ્વોકેટ સુરેશ મેનન કહે છે કે તેઓને કોમ્પ્યુટર ઓપરેટ કરતા પણ નથી ફાવતુ અને તેમની દીકરી પહેલેથી જ એમએસ ઓફિસ અને ઓનલાઇન વીડિયોગેમમાં વ્યસ્ત રહેતી હતી.
 

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!