નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાગે ગુજરાતીઓ...નાગચૂડ લઈ રહી છે 'તમાકુ'

 
તાજેતરમાં બહાર આવેલાં અહેવાલો પ્રમાણે, દેશના લગભગ 80 ટકા પુરૂષો અને ચાલીસ ટકા મહિલાઓ અલગ-અલગ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. ભારત ભરમાં દર વર્ષે લગભગ પચાસ લાખ બાળકો તમાકુના વ્યસની બને છે. તમાકુ અને તેના અન્ય ઉત્પાદનોમાં ગુજરાત અગ્રેસર છે. ત્યારે તમાકુના સેવનમાં પણ ગુજરાત સૌથી આગળ છે.

-જાગે ગુજરાતીઓ...નાગચૂડ લઈ રહી છે 'તમાકુ'
-તમાકુના સેવનમાં ગુજરાત દેશભરમાં આગળ
-'પેસિવ સ્મોકિંગ'નો ભોગ બને છે બાળકો


ગુજરાત ચેસ્ટ ફિઝિશિયનના વડા ડૉ. નરેન્દ્ર રાવલના કહેવા પ્રમાણે, ''મોટી સંખ્યામાં ગુજરાતનું યુવાધન છિંકણી અને ધૂમાડો નહીં કરતા તમાકુના ઉત્પાદનોનું સેવન કરે છે. જેના કારણે મોં અને ગળાના કેન્સરના કિસ્સા રાજ્યમાં વધી રહ્યાં છે. ગુજરાતના બાળકો મોટા પાયા પર 'પેસિવ સ્મોકિંગ'ના પણ શિકાર બને છે. ગુજરાતમાં ટીનેજરો બીડી, સિગાર, છિંકણી અને ગુટખાનું સેવન કરવા માટે આકર્ષાઈ રહ્યાં છે.''

ટીનએજરો અને તેમના વાલીઓમાં તમાકુના નુકશાન અંગે માહિતી આપવા માટે તબીબો એક થયા છે અન આ માટે આંતરરાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસે અમદાવદ મેડિકલ એસોસિએશન ખાતેથી એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો તબીબો ભાગ લેશે.

વરિષ્ઠ સર્જન ડૉ. કૌસ્તુભ પટેલના કહેવા પ્રમાણે, ''ગળા અને ગરદનના કેન્સરના કિસ્સાઓ ભયજનક રીતે રાજ્યમાં વધી રહ્યાં છે. પુખ્તોમાં આ અંગેના કિસ્સા ઝડપભેર વધી રહ્યાં છે, કારણ કે, નાની ઉંમરથી જ બાળકો તમાકુ અને તેના સેવન તરફ વળી રહ્યાં છે.'' ભારતમાં દર વર્ષે તમાકુના સેવનથી દસ લાખ લોકોના મોત થયા છે. જો આ ગતિથી લોકો કેન્સરનો ભોગ બનતા રહ્યાં તો આ સદીના અંતભાગ સુધીમાં આ આંકડો એંસી લાખ સુધી પહોંચી જશે.

નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેના કહેવાના વર્ષ 2005-06નાતારણો પ્રમાણે દેશના 57 ટકા પુરૂષો અને 11 ટકા મહિલાઓ તમાકુના વિવિધ સ્વરૂપોનું સેવન કરે છે. જો કે, હાલ આ આંકડો એંસી ટકા પુરૂષો અને 40 ટકા મહિલાઓ સુધી પહોંચી ગઈ છે. તાજેતરના સંશોધનો પ્રમાણે, પ્રમાણે વિશ્વભરમાં ગળા, ગરદન અને દિમાગના કેન્સરથી જેટલા મોત થાય છે, તેના 29 ટકા ભારતમાં થાય છે. જે વિશ્વભરમાં બીજા નંબર પર છે. તમાકુના ઉત્પાદનમાં ચીન વિશ્વભરમાં બીજા ક્રમ પર છે. જ્યારે તેના સેવનમાં ચીનાઓ ત્રીજા ક્રમ પર છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી