નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

'સ્પીક એશિયા'એ રાજકોટવાસીઓની બોલતી બંધ કરીઃ 17 કરોડ ગયા?

- ૨૫ હજાર સભ્યોને ૧૦ કરોડ આપ્યા ને ૧૭ કરોડ ચાઉં કરી ગયા
- ઓનલાઇન સર્વેની કંપનીના બેન્ક ખાતાંઓ સીલ થતાં ભોપાળું બહાર આવ્યું


સ્પીક એશિયા.. હા, સિંગાપુરની આ કંપનીએ ઓનલાઇન સર્વેના કામમાં મોટી કમાણીની ઓફર કરી ઘરે બેઠા પૈસા આપવાની લાલચ આપી દેશભરમાંથી હજારો લોકોને શિશામાં ઉતારી કરોડો રૂપિયા સમેટી લીધા છે. આ માયાજાળમાં રાજકોટમાંથી ૨૫ હજારથી વધુ લોકો R ૧૧ હજારથી માંડી અલગ અલગ ‘સ્કીમ’ માં ફસાયા છે.

જલદી ઘરે બેઠા આરામથી રૂપિયાવાળા બનવા ભોળવાયેલા લોકોએ આઇ. ડી. ખોલાવ્યા હતા. પરંતુ, કંપનીના બેન્ક ખાતાઓ સીલ થતા તમામ સભ્યોના પેમેન્ટ હાલ પૂરતા અટકી ગયા છે. રાજકોટમાંથી આ કંપનીમાં ૨૭ કરોડ રૂપિયાથી વધારે રૂપિયાનું ટર્નઓવર થયું હોવાનું બહાર આવ્યું છે. ‘સ્કીમ’ માં ૨૫ હજાર સભ્યોને આઇ. ડી. ખોલવા માટે પ્રથમવાર ૧૧ હજાર રૂપિયા જમા કરવાના રહે છે. એટલે કે, ૨૫ હજાર સભ્યોએ ૨૭ કરોડથી વધુ રકમ ભરી હતી.

જેમાં, એક મહિનામાં આઠ સર્વે કંપની બહાર પાડતી હતી. એટલે કે, એક સર્વેના ૫૦૦ રૂપિયા દેવામાં આવતા હતા. એક મહિને ૫ હજાર રૂપિયા મળતા હતા. કંપનીને ૧૧ હજાર સામે ૨૬ હજાર લોકોના ૪ હજાર રૂપિયા મળ્યા છે. આ કંપની પણ રાજકોટમાંથી ૧૭ કરોડથી વધુની રકમ ચાઉં કરી ૨૫ હજાર લોકોને સર્વેના નામે રીતસર મૂર્ખ બનાવ્યા છે.

૮ સર્વે ભરો તો, ૪ હજાર મળે, નેટ માર્કેટિંગમાં ૧ હજાર મળે –

સ્પીક એશિયા કંપની એક મહિનામાં વિવિધ કંપનીના ૮ સર્વે બહાર પાડતી, જે સર્વે ભરો એટલે દર મહિને ચાર હજારનું પેમેન્ટ મળતું હતું. બાદમાં, જે સભ્ય હોય તે પોતાના આઇ. ડી. માં અન્ય એક સભ્ય બનાવે તો, તેનું ૧ હજાર કમિશન મળતું હતું. તે સભ્ય તેના નીચે સભ્ય બનાવે તો, મુખ્ય સભ્યને ૬૦૦ રૂપિયાનું કમિશન મળતું હતું. સાંકળ રચાય તેમ પૈસા મળે તેવી લાલચ આપવામાં આવતા યુવાવર્ગ લાકડિયા તારની જેમ કંપનીના સભ્યો બની ગયા હતા.

રાજકોટના સભ્યોને આવ્યા ઈ-મેઇલ : ફરી ખાતું શરૂ થશે

સ્પીક એશિયા કંપનીના બેન્ક ખાતા સીલ થયા હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતા રાજકોટના તમામ સભ્યોને કંપની તરફથી ઈ-મેઇલ આવ્યા કે, કોઇ ચિંતા કરશો નહીં, બેન્ક ખાતા સીલ થયા છે તે એક મહિનો રહેશે. અમે સુપ્રીમ કોર્ટમાં જશું. ફરીથી ચાલુ થઇ જશે. કોઇ ઉહાપોહ ના થાય માટે કંપનીએ તમામ સભ્યોને ઈ-મેઇલ કરી દઇ એક મહિનાનું ‘ઓિકસજન’ આપી દીધું છે.

રાજકોટમાં હાઇપ્રોફાઇલ વર્ગ વધારે : યુવાવર્ગ વધુ છે

સ્પીક એશિયા કંપનીમાં કમ્પ્યુટર ઉપર ઓનલાઇન સર્વે રિપોર્ટ કરવાનો હોય છે માટે આ કંપનીમાં રાજકોટનો હાઇપ્રોફાઇલ વર્ગના સભ્યો વધુ છે. તેમાં, ખાસ કરીને કોલેજમાં ભણતો યુવાવર્ગ સાઇડ કમાણી માટે ઓનલાઇન સર્વે કંપનીમાં પૈસા ભરી સભ્ય બન્યા હતા. રાજકોટમાં ઓનલાઇન પૈસા કમાવવામાં યુવતીઓ વધુ પ્રમાણમાં જોડાઇ હતી.

એકવાર રૂપિયા આવ્યા ને મોજથી કામ શરૂ કર્યું –

ઓનલાઇન સર્વેનું કામ કરતી સ્પીક એશિયા કંપનીમાં શરૂઆતમાં જે લોકોએ આઇ. ડી. ખોલાવ્યા તેઓને મહિના દિવસમાં રૂપિયા આવતા. ખાસ કરીને, યુવાનોને મોજ પડી ગઇ હતી અને સર્વેના કામમાં સાંકળ રચી મેમ્બર બનાવવા લોકો જોડાય તે માટે રીતસરનું માર્કેટિંગશરૂ કર્યું હતું અને જોશથી પોતાનું કામ શરૂ કર્યું હતું.

સભ્યો વિરોધ કરવા મેદાનમાં આવશે -રાજકોટમાં ઓનલાઇન સર્વે કંપની સ્પીક એશિયાથી છેતરાયેલા લોકો હાલ તો કંપની ફરી ચાલુ થશે તેની રાહમાં છે. પરંતુ, અમુક સભ્યો સમજી ગયા છે કે, આ કંપની ઊઠા ભણાવી ગઇ છે માટે તેનો વિરોધ પ્રદર્શિત કરવા જાહેરમાં આવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી