નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તિબ્બતમાં ખૂલી અનોખી ફાઇવ સ્ટાર હોટલ

આ પગલુ પર્યટકોને આકર્ષવા માટે ઉઠાવવામાં આવ્યું છે

તિબેટમાં વર્ષ 2015 સુધી પ્રતિ વર્ષ 1.5 કરોડ પર્યટકો આવવાની સંભાવના છે


તિબેટની રાજધાની લ્હાસામાં પહેલી ફાઇવસ્ટાર હોટલને શનિવારે જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ પગલુ પર્યટકોને આકર્ષવા માટે ઉઠાવવામાં આવ્યું છે. હોટલના રોકાણકાર ગુઓ યાને જણાવ્યું છે કે સેન્ટ રેજિસ હોટલને શનિવારે ખોલવામાં આવી છે.

તિબેટના પર્યટન બ્યુરોના ઉપ પ્રમુખ વાંગ સોંગપિંગે જણાવ્યુ હતું કે બે અન્ય હોટલો ધ શાંગ્રીલા અને ધ ઈન્ટરકોન્ટિનેન્ટલ આ વર્ષના અંત સુધીમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. વાંગે જણાવ્યુ હતું કે વર્ષ 2015 સુધી આ ક્ષેત્રમાં ફાઇવસ્ટાર હોટલો ખોલવામાં આવશે.

વાંગે ઉમેર્યુ હતું કે તિબ્બતમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે, પણ અહીંયા સુવિધાઓનો અભાવ છે. પર્યટનને વૃદ્ધિ આપવા માટે ઈન્ટરનેશનલ સ્તરની હોટલોને આ ક્ષેત્રમાં ખોલવામાં આવી રહી છે. તિબેટમાં વર્ષ 2015 સુધી પ્રતિ વર્ષ 1.5 કરોડ પર્યટકો આવવાની સંભાવના છે, જેનાથી 2.7 અબજ ડોલરની આવક પ્રાપ્ત થાય તેવી આશા છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી