નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાતના બાળકોનો જીવ લઇ રહ્યો છે ભેળસેળયુક્ત ખોરાક

- સગર્ભાઓને નડી રહી છે સમસ્યા
- સ્વાદુપિંડને લગતા કેન્સરના વધેલા કિસ્સા
- બિનઆરોગ્યપ્રદ ખોરાકથી આરોગ્યને લગતી મુશ્કેલીઓ નડે છે લોકોને


ગુજરાતમાં તાજેતરના સમયમાં ડાયરિયાને કારણે મૃત્યુ પામાનારા પાંચ વર્ષથી નીચેની વયના બાળકોના થયેલા મૃત્યુ માટે ભેળસેળયુક્ત આહાર મુખ્ય કારણ હોઇ શકે છે તેમ આ ક્ષેત્રના નિષ્ણાતો માની રહ્યા છે.

આ અંગે જાણકારોના જણાવ્યા અનુસાર મોટાભાગે સગર્ભાઓ રોડ પર ખુલ્લામાં મળનારા ખાદ્ય પદાર્થો આરોગતી હોવાથી તેની અસર ગર્ભમાં રહેલા શિશુને પણ પહોંચે છે. બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે અનેક નવજાત શિશુઓ જન્મજાત રોગ કે ઇન્ફેકશન સાથે જન્મે છે.

તાજેતરમાં વર્લ્ડ ડાઇજેસ્ટિવ હેલ્થ ડેની ઉજવણી દરમિયાન આ ક્ષેત્રના જાણકારોએ મત વ્યક્ત કર્યો હતો કે તાજેતકના દાયકામાં એવું જોવા મળ્યું છે કે ભેળસેળયુક્ત આહારને કારણે સગર્ભા મહિલાને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી જેની અસર ગર્ભસ્થ શિશુને પણ થાય છે.

તાજેતરના સમયમાં ગુજરાતમાં પાચનને લઇને વધેલા ઇન્ફેકશન તથા સ્વાદુપિંડને લગતા કેન્સરના વધેલા કિસ્સા દર્શાવે છે કે રાજ્યમાં બિનઆરોગ્યપ્રદ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ વધ્યું છે.

આ પ્રસંગે ગુજરાત ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સોસાયટીના સેક્રેટરી ડૉ.શ્રવણ બોહરાએ જણાવ્યું હતું કે, મોટાભાગની મિઠાઈઓમાં ઝેરી તત્વ ધરાવતા રંગોનો ઉપયોગ થાય છે અને હલકી ગુણવતાવાળા ભેળસેળિયા ખાદ્ય પદાર્થોને કારણે ગુજરાતમાં આરોગ્યને લગતી સમસ્યા વધતી જાય છે. ખાસ કરીને બાળકો અને વડિલોમાં આ પ્રકારની સમસ્યા વધારે જોવા મળી રહી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી