નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઓસ્ટ્રેલિયામાં કોઈ યુવતી સ્લિમ નહીં રહે!

ઓસ્ટ્રેલિયા આ વર્ષે ફાસ્ટ ફૂ઼ડ ટેક અવે પર 37 બિલિયન ડોલર ખર્ચ કરે તેવી અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી વધુ ફાસ્ટ ફૂડ પર ખર્ચ કરતો 11મો દેશ છે.

ગ્લોબલ રિસર્ચ કંપની યુરોમોનિટર અને ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સએ સાથે મળીને કરેલા સંશોધનના તારણો જાહેર કરાયા હતા જે અનુસાર 2007/08માં દર ચારમાંથી એક ઓસ્ટ્રેલિયન જે 18 વર્ષથી ઉપરનો હતો તે મેદસ્વી હતો.

હાલમાં ઓસ્ટ્રેલિયામાં 1250 કરતા વધારે સબવે, 845 ડોમિનોસ, 780 મેકડોનાલ્ડ્સ, 300 હન્ગ્રી જેક્સ અને 600 કેએફસી છે.

જે ઓસ્ટ્રેલિયન લોકોની મેદસ્વીતામાં વધારો કરવામાં મદદ કરી રહ્યા છે.

2008ના વિક્ટોરિયન ગર્વમેન્ટ અહેવાલ અનુસાર આ ટ્રેન્ડને જોતા લાગે છે કે 2025 સુધીમાં 20 વર્ષના કે તેથી વધુના 83 ટકા ઓસ્ટ્રેલિયન પુરુષો અને 75 ટકા સ્ત્રીઓ મેદસ્વી કે વધારે વજન ધરાવતા હશે.

ઓસ્ટ્રેલિયન લોકોએ તાજા શાકભાજી અને ફળોના સેવન પર ભાર મૂકવો જોઈએ. ખાસ કરીને સંતુલિત આહારની સાથે હેલ્થી લાઈફસ્ટાઈલ બહુ જ જરૂરી છે. નહીં તો બહુ જ ટૂંક સમયમાં અહીંના લોકોની હાલત ખરાબ થઈ શકે છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!