નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મુંબઈ હુમલામાં ISIનો હાથઃ પાક.ના પૂર્વ મંત્રી

>>ભૂતપૂર્વ વિદેશ મંત્રી શહરયાર ખાને આઈએસઆઈનો હાથ હોવાનો સ્વીકાર કર્યો
>>આઈએસઆઈના નીચલા સ્તરના અધિકારીઓની સંડોવણી
>>આઈએસઆઈનો મેજર ઈકબાલ અને હેડલી સંપર્કમાં હતાં


મુંબઈ હુમલામાં આઈએસઆઈનો હાથ હોવાનો પ્રથમ વખત પાકિસ્તાનના કોઈ ઉચ્ચરાજકીય નેતા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી શહરયાર ખાને સ્વીકાર કર્યો છે કે મુંબઈ હુમલામાં આઈએસઆઈના નીચલા સ્તરના અમુક અધિકારીઓ સામેલ હતાં. જો કે આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓ આ હુમલામાં સામેલ હોવાનો તેમણે ઈનકાર કરી દીધો હતો.

ખાને એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે, મારા માનવા પ્રમાણે એવું માનવામાં કોઈ શંકા નથી કે મેજર ઈકબાલ ડેવિડ હેડલીના સંપર્કમાં હતો. મુંબઈ હુમલા અંગે અમેરિકામાં ચાલી રહેલી સુનાવણીમાં એવી વાત સામે આવી છે કે આઈએસઆઈ ઓફિસર મેજર ઈકબાલ ડેવિડ કોલમેન હેડલીના સંપર્કમાં હતો.

ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું હતું કે મેજર ઈકબાલ આઈએસઆઈના નીચલા સ્તર પર હતાં. ખાને કહ્યું હતું કે તે આતંકી તત્વો સાથે આઈએસઆઈના નીચલા સ્તરના કર્મચારીઓની સંડોવણીનો સ્વીકાર કરવા માટે તૈયાર છે.

આ ઈન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ એવી આશંકાને પૂરી રીતે રદ્દ કરે છે કે પાકિસ્તાનમાં પરમાણુ હથિયારો આતંકીઓના હાથ લાગી શકે છે. આ અંગે ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું હતું કે મને 100 ટકા વિશ્વાસ તો નથી પરંતુ હું99 ટકા ખાતરી આપું છું કે આવું ખવા ગેવામાં નહીં આવે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!