નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગ્રીનકાર્ડ મળ્યા પછી અમેરિકામાં કેટલો સમય રહેવું પડે?

સવાલ: મારી પુત્રીના પાસપોર્ટની તારીખ પૂરી થાય તેના છ માસ અગાઉ તેને લઇને ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા આવું તો પાસપોર્ટ રિન્યૂ કરાવવો પડે?-‘જિતેન્દ્ર પટેલ, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા

જવાબ: તમે જણાવ્યું નથી કે તમારું ઓસ્ટ્રેલિયામાં શું સ્ટેટસ છે. સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયામાં આવેલી ઇન્ડિયન કોન્સ્યુલેટની ઓફિસમાં પાસપોર્ટ રિન્યૂ કરાવવો સહેલો અને ઉચિત છે કારણ કે ઇન્ડિયાની પાસપોર્ટ ઓફિસમાં NRI ને તુમારશાહીને લીધે ઘણી પરેશાની થવા છતાં અનેક વાંધા કાઢી તમને અમુક ચોક્કસ કારણોસર હેરાન કરશે. નિયમ પ્રમાણે જો તમે ઓસ્ટ્રેલિયાના સિટિઝન હશો તો ટ્રાવેલિંગની તારીખે પાસપોર્ટની વેલિડિટી છ માસની નહીં હોય તો અને જો ત્રણ ચાર માસથી વધુ ઇન્ડિયામાં રહેશો તો પાછા જવામાં પણ તકલીફ વેઠવી પડશે. તેના કરતા પાસપોર્ટ ત્યાં જ રિન્યૂ કરાવી ટ્રાવેલ કરવાથી ચિંતામુક્ત અને કોઇ ટેન્શન વગર ભારતમાં રહી શકશો.

સવાલ: હું સ્ટુડન્ટ વિઝા ઉપર ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરું છું. સેમિસ્ટર બ્રેકમાં કેનેડાનો વિઝિટર વિઝા મને અહીંથી જ મળે?-‘હર્ષ દેસાઇ, ઓકલેન્ડ- ન્યુઝીલેન્ડ

જવાબ: જનરલ રૂલ પ્રમાણે તમે જે કન્ટ્રીના સિટિઝન હો તે જ કન્ટ્રીમાંથી એપ્લાય કરાય જેને કન્ટ્રી ઓફ ઓરિજિન કહે છે. છતાં દરેક નિયમને અપવાદ હોઇ શકે. તેથી ન્યુઝીલેન્ડમાં પ્રયત્ન કરો તો કદાચ કેનેડાની એમ્બેસી લબિરલ વ્યૂ લઇ વિઝા આપે અથવા મેં જણાવ્યું તેમ તમને ભારતની કેનેડાની એમ્બેસીમાં વિઝા એપ્લાય કરવાનું કહે પણ ખરા.

સવાલ: મેં ડિપ્લોમા ઇન ઇન્ફર્મેશન ટેક્નોલોજી કરેલું છે અને નોર્વેજિયન કંપનીમાં ચાર વર્ષથી જોબ કરું છું. તે દરમિયાન એક વર્ષ નોર્વેમાં પ્રોજેક્ટ વર્ક માટે જઇ આવ્યો છું. મારે બીજા દેશોમાં જોબ માટે વર્ક પરમીટ લેવાય?-‘ ચેતન રાનપરિયા, અમદાવાદ.

જવાબ: તમારા અનુભવ પ્રમાણે તમારે નોર્વેમાં પ્રયત્ન કરવો જોઇએ અથવા કેનેડા, ડેન્માર્ક જેવા દેશમાં પ્રયત્ન કરી શકાય. અમેરિકામાં જો H1-B વિઝા લેવો હોય તો ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે.

સવાલ: અમે પતિ-પત્નીએ એક ઇન્ટરનેશનલ ટૂર કંપનીમાં અમેરિકાનું પેકેજ બુક કરાવ્યું ત્યારે એજન્ટે અમને એવું શીખવાડ્યું કે વિઝા ઇન્ટરવ્યૂમાં પૂછે કે કોઇ સંબંધી અમેરિકામાં છે તો સ્પષ્ટ ના કહેજો. કારણ કે ‘સંબંધી છે’ તેમ જણાવશો તો વિઝા નહીં આપે. આથી અમે સંબંધીનું પૂછતાં ના પાડી. તેથી અમારા વિઝા રિજેક્ટ કર્યા કારણ કે અમારી પુત્રી છ વર્ષથી અમેરિકા સેટલ થયેલી છે અને ત્રણ વર્ષથી સિટિઝન છે. હવે ફરીથી વિઝા મેળવવા શું કરવું?-‘ભગવાનદાસ સોરઠિયા, સુરત

જવાબ: તમને તદ્દન ખોટી અને મૂર્ખામીભરી સલાહ આપી. તેનું તમે પાલન કરી બીજી મૂર્ખામી કરી કારણ કે મુંબઇ કોન્સ્યુલેટમાં તમારા ફેમિલીની તમને પણ ખબર ન હોય તેવી પરફેક્ટ માહિતી ફિંગરટિપ ઉપર ઉપલબ્ધ હોય છે. તેથી તમે ખોટું બોલ્યા તે પકડાઇ જતા તમારો રેકર્ડ તમારા એજન્ટે અને તમે ભેગા થઇને બગાડ્યો. હવે બીજીવાર પ્રયત્ન કરશો તો પણ રિજેક્ટ થવાનો. મને ફોન કરી તમે વિઝા માટે ફાઇલ કરેલું ફોર્મ નં. ૧૬૦ બતાવો તો હવે જાતે જ ફોર્મ ભરી શકાય. વિઝિટર વિઝા માટે હંમેશાં જાતે જ ફોર્મ ભરવું જોઇએ, એજન્ટ મારફતે નહીં. તમે વિઝિટર વિઝા કરતા બીજો એક રસ્તો કાયદેસરનો છે તે દ્વારા અમેરિકા જઇ શકો.

સવાલ: મારી પુત્રી ઓસ્ટ્રેલિયામાં PR ઉપર છે. મારા પુત્રને ત્યાં મોકલવા શું કરવું?-‘દિગ્વિજય ચાવડા,અમદાવાદ

જવાબ: જે રીતે તમારી પુત્રીને PR અપાવ્યું તે જ રીતે તમારા પુત્રને મોકલી શકાય. આ માટે તમારે ઓસ્ટ્રેલિયામાં જ પ્રેક્ટિસ કરતા ઇમિગ્રેશન એડવોકેટની સલાહ લેવી જોઇએ.

સવાલ: ગ્રીનકાર્ડ મળ્યા પછી અમેરિકામાં કેટલો સમય મારે રહેવું જ પડે અને કેટલો સમય ભારતમાં રહી અમેરિકા કાયદેસર જઇ શકું?-‘અમિત પારેખ, અમદાવાદ

જવાબ: અમેરિકા પહોંચ્યા પછી ગ્રીનકાર્ડ તમારા સરનામે આવતા ચારથી આઠ અઠવાડિયાં લાગે છે, પરંતુ ગ્રીનકાર્ડની રાહ જોયા સિવાય પણ નવા નિયમનો મેં કરેલા અભ્યાસ પ્રમાણે તમે અમેરિકા પહોંચો તેના બીજે જ દિવસે ઇન્ડિયા આવી શકો. ભારતમાં ૬ માસથી વધુ રહેવાય નહીં, જો તમારે યુ.એસ. સિટિઝન થવું હોય તો. જો સિટિઝન થવું ના હોય તો ૧૧ માસ ૨૫ દિવસમાં અમેરિકા પાછા જવું જોઇએ.

સવાલ: અમારી F-3 ની પિટિશન ૨૦૦૬માં કર્યા બાદ અમારી બેબીનો જન્મ થયો છે તેનું નામ દાખલ કરવા શું વિધિ કરવાવી?-‘વૈભવ મહાદેવીયા, અમદાવાદ

જવાબ: તમારી મૂળ પિટિશનમાં તમારા પિટિશનર મારફતે બેબીના બર્થ સર્ટિ. સાથે તથા એક પત્ર સાથે તેનું નામ દાખલ કરવા અરજી કરવી પડે.

સવાલ: અમારી F-3 ની પિટિશન ર૦૦૨ની અને F-4 ની પિટિશન ૨૦૦૩ની છે. મારા બાબાની ઉંમર ૨૦ વર્ષની છે તો તેને સાથે લઇ જવામાં કોઇ મુશ્કેલી આવશે?- ડૉ.. ગોવિંદભાઇ પટેલ, મહેસાણા

જવાબ: હા. મુશ્કેલી દૂર કરવા હું જણાવું તેવી પિટિશન કેટલાક દસ્તાવેજો સાથે N.V.C. માં વિઝા કોલ આવતા પહેલા કરવી જોઇએ.

(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી