નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આઈપીએલ-૪: ચેન્નાઈ ફરી બન્યું 'સુપરકિંગ'

આઈપીએલમાં સતત બીજા વર્ષે ચેન્નાઈ વિજેતા
ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા પછી ધોનીની વધુ એક સફળતા
ચેન્નાઈ ૨૦૫, મુરલી વિજય ૯૫, બેંગલોરનો ૫૮ રને પરાજય



ઈન્ડિયન પ્રીયિમર લીગની ચોથી સિઝનની ટી૨૦ ક્રિકેટ ટૂનૉમેન્ટમાં શનિવારે રમાયેલી ફાઇનલમાં ધોનીની ચેન્નાઈની ટીમ શાનદાર પ્રદર્શન કરીને લગભગ એક તરફી બની ગયેલા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ, બેંગલોરને ૫૮ રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.

ગયા વર્ષે મુંબઈને હરાવીને ચેમ્પિયન બનેલી ચેન્નાઈની ટીમે શનિવારે ઘરઆંગણે ચેપોકના મેદાન પર રમાયેલી ફાઇનલમાં પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ચેન્નાઈએ માઇકલ હસ્સી અને મુરલી વિજયની અડધી સદીની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૫ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં બેંગલોરની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૭ રન કરી શકી હતી.

૨૦૬ રનના વિશાળ લક્ષ્યાંક સામે ક્રિસ ગેઇલ પહેલી ઓવરમાં જ અશ્વિનના બોલે શૂન્ય પર આઉટ થઈ જતાં બેંગલોરનો અડધો પડકાર શમી ગયો હતો અને તેમાં જકાતી તથા રૈનાએ વધારે નુકસાન કરીને હરીફને આસાનીથી હંફાવી દીધા હતા.  અગાઉ હસ્સી અને વિજયે ચેન્નાઈ માટે આક્રમક પ્રારંભ કર્યો હતો.

તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટેની ભારતીય ટીમમાં પસંદ કરાયેલા મુરલી વિજયે પોતાની પસંદગી સાર્થક કરી દેખાડતી બેટિંગ કરી હતી. તેણે હસ્સી સાથે  પ્રથમ વિકેટ માટે માત્ર ૧૪.૫ ઓવરમાં જ ૧૫૯ રનની ભાગીદારી નોંધાવી દીધી હતી.

એક તબક્કે એમ લાગતું હતું કે આ જોડી અલગ થયા વિના જ ૨૦ ઓવર રમી નાખશે ત્યારે સૈયદ મોહમ્મદની બોલિંગમાં સિકસર ફટકારવાના પ્રયાસમાં માઇકલ હસ્સી ૬૩ રનના અંગત સ્કોરે આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને ૪૫ બોલની ઇનિંગ્સમાં ત્રણ સિકસર અને ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. વિજયે બાવન બોલમાં છ સિકસર સાથે ૯૫ રન નોંધાવ્યા હતા.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી