નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પેટ્રોલમાં લિટરે ૫ R નો કમરતોડ વધારો

- શનિવાર રાત્રિથી જ અમલ
- પ્રજામાં તીવ્ર આક્રોશ
- ડીઝલમાં  લિટરે  ૪, રાંધણ ગેસમાં સિલિન્ડર દીઠ  ૨૦-૨૫ના વધારાના સંકેત
- કંપનીઓને  ૧૦નો ભાવવધારો જોઈએ છે
- હજી વધુ ભાવવધારાની પૂરી શક્યતા
- છેલ્લા આઠ મહિનામાં નવમી વખત ભાવવધારો ઝીંકાયો


પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં અને સ્વાર્થ પૂરો થઈ ગયો તે સાથે જ યુપીએ સરકારે જનતાને ‘જોર કા ઝટકા જોર સે’ આપીને પેટ્રોલના ભાવમાં એક જ ઝાટકે લિટરદીઠ પાંચ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. અત્યાર સુધીમાં આટલો મોટો ભાવવધારો ક્યારેય ઝીંકાયો નથી. ભાવવધારો શનિવારે રાત્રિથી જ અમલી બની ગયો છે. એટલું જ નહીં, હજી પણ વધુ ભાવવધારો થાય તેવી શક્યતા છે. છેલ્લા આઠ મહિનામાં આ નવમી વખત પેટ્રોલના ભાવમાં વધારો પ્રજા પર ઝીંકવામાં આવ્યો છે. ભાવવધારાને કારણે લોકોમાં તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં લિટરદીઠ R ૪.૯૯થી લઈને R ૫.૦૧ સુધીનો વધારો કરી નાખ્યો છે. સરકારે ગયા વર્ષે જુનમાં પેટ્રોલના ભાવને અંકુશ મુક્ત કરી દીધા હતા, પરંતુ ચૂંટણીને કારણે આ કંપનીઓને જાન્યુઆરીથી ભાવવધારો કરવા દેવાયો ન હતો. હવે એક સાથે કમરતોડ ભાવવધારો ઝીંકી દેવાયો છે.

દેશના ઈતિહાસમાં પેટ્રોલ પર લિટરદીઠ આટલો મોટો ભાવવધારો પહેલી વાર ઝીંકવામાં આવ્યો છે, જેને કારણે ભાવવધારો પાછો ખેંચવા માટે યુપીએના સાથી પક્ષોનું દબાણ ઊભું થાય તેવી શક્યતા છે. ડીઝલ અને રાંધણ ગેસમાં ભાવવધારા અંગે મંત્રીઓનાં જુથની આગામી સપ્તાહે ૧૮મીએ બેઠક યોજાવાની છે, જેમાં ડીઝલમાં લીટરદીઠ R ૪ અને રાંધણ ગેસમાં સિલિન્ડર દીઠ R ૨૦-૨૫નો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. ગત બુધવારે આ બેઠક યોજાવાની હતી, પરંતુ મમતા બેનરજી અને અલાગીરી સહિતના કેટલાક મંત્રીઓ વ્યસ્ત હોવાથી બેઠક યોજી શકાઈ ન હતી.

પેટ્રોલિયમ કંપનીઓને હાલમાં પેટ્રોલનાં વેચાણ પર લિટરદીઠ R ૯.૫૦થી લઈને રૂ.૧૦ સુધીનું નુકસાન થઈ રહ્યું છે. આ કંપનીઓના પ્રતિનિધિઓએ તો પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીને તાજેતરમાં મળીને પેટ્રોલમાં એક સાથે જ R ૧૦નો ભાવવધારો ઝીંકી દેવાની અપીલ કરી હતી. આથી આગામી સમયમાં પણ હજી વધુ ભાવવધારો આવે તેવી શક્યતા છે. પેટ્રોલિયમ કંપનીઓએ કરેલા અનુમાન મુજબ ૨૦૧૧-૧૨ના ચાલુ નાણાકીય વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવની સરખામણીમાં ઓછા ભાવે પેટ્રોલ વેચવામાં આવે તો તેમને R બે લાખ કરોડથી વધુનું નુકસાન થાય તેમ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી