નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પેટ્રોલ-ડિઝલ બચાવવાની 10 ટિપ્સ

આજકાલ પ્રેટોલ-ડિઝલના ભાવ નાના બાળકની જેમ દિવસે ન વધે તેટલા રાત્રે અને રાત્રે ન વધે તેટલા દિવસે વધી રહ્યા છે. વાહનોનો ઉપયોગ સિમિત કરી દેવાથી ઈંધણની બચત થાય છે પણ જરૂર પડ્યે તો વાહન વાપરવું જ પડે છે અને ઈંધણ પણ વપરાય છે. તો તેની બચત કરવા આટલું કરો.

- મેઈનટેનન્સ માટેના સૂચનોનો અમલ કરો: તમારા વાહનનું યોગ્ય મેઈનટેનન્સ અને સમજદારી પૂર્વકનો વપરાશ તેનું ઈંધણ બચાવશે અને કસમયનો ઘસારો પણ નહીં લાગે.

- ટાયરની હવા નિયમિત રીતે ચેક કરો: ટાયર ઈન્ફ્લેશન દર બે અઠવાડિયે નહીં તો અઠવાડિયામાં એક વાર જરૂર ચેક કરો.

- એર ફિલ્ટને ચેક કરતા રહો: ગંદકીભર્યુ એર ફિલ્ટર એન્જિનમાં હવાની અવરજવરમાં અવરોધ ઊભો કરે છે, જેના કારણે વાહનના પરફોર્મન્સ અને ઈંધણના વપરાશ પર અસર પડે છે.

- એન્જિનને અમસ્તુ જ ચાલું ન રાખો: એકવાર એન્જિન બરાબર ચાલતું હોય તો ડ્રાઈવ કરવાનું શરૂ કરો પણ હળવેકથી. જો તમારે લાંબો સમય રાહ જોવાની હોય અને તમે ટ્રાફિકમાં અટવાયેલા ન હોવ તો એન્જિન બંધ કરી વાહન ચલાવવાનું હોય ત્યારે જ ફરીથી એન્જિન ચાલું કરો.

- બિનજરૂરી સ્પિડિંગ અને બ્રેક મારવાનું ટાળો: એકધારી ગતિ જાળવી રાખો અને અન્ય વાહનોથી બને તેટલું દૂર ડ્રાઈવ કરો. અચાનક બ્રેક મારવી પડે તેવી સ્થિતિ બને તેટલી ટાળો.

- ડ્રાઈવ કરતી વેળાએ બ્રેક કે ક્લચ પેડલ પર પગ રાખવાનું ટાળો: ડ્રાઈવ કરતી વેળાએ બ્રેક કે ક્લચ પેડલ પર સતત પગ રાખવાથી વાહનને નકામો ઘસારો પહોંચે છે. એન્જિન વધારે ગરમ થાય છે અને ઈંધણ પણ વધુ વપરાય છે.

- હાઈવે પર માફકસરની સ્પિડ જાળવી રાખો: જેમ ઝડપ વધુ તેમ ઈંધણનો વપરાશ વધુ. હાઈવે પર એકસરખી સ્પિડ જાળવી રાખીને ઈંધણની બચત કરો.

- આગળના વ્હિલનું અલાઈનમેન્ટ યોગ્ય રાખો: સ્પિડબ્રેકર પર ગાડી પછડાય નહીં તેનું ધ્યાન રાખો. ખાડાખબડા વાળા રસ્તા પર ધીમેથી ડ્રાઈવ કરો. અયોગ્ય અલાઈનમેન્ટ હોવાથી ટાયરને નુકશાન તો થાય છે જ એન્જિન પર વધુ બોજો આવે છે જેના કારણે ઈંધણ વધુ વપરાય છે.

- એરકંડિન્શરનો ઉપયોગ: એ.સી.ના વપરાશને કારણે ઈંધણનો વપરાશ વધુ થાય છે. માટે જરૂર હોય ત્યારે જ એ.સી.નો ઉપયોગ કરો.

- ઉચિત ગ્રેડનું મોટર ઓઈલ જ વાપરો: ઈંધણ વધુ ન વપરાય તે માટે યુઝર્સ મેન્યુઅલમાં દર્શાવ્યા પ્રમાણેનું મોટર ઓઈલ જ વાપરો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!