નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપણાં ગુજરાતના ખૂણે ખૂણે છે એક ગોવા!

- અહીંયા પગ મુકતાં જ તમને જોવા મળશે રમણીય નજારા

વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે પરિવારજનો બાળકો સાથે દેશના સુંદર સ્થળોની મુલાકાત માટેની યોજના બનાવતા હોય છે. જેમાં સૌથી વધારે લોકો ગરમીની સિઝનમાં ગોવા જેવા બીચ પર જવાની યોજના બનાવે છે. ત્યારે ગુજરાતમાં પણ એવા ઘણા બીચ આવ્યા છે કે જ્યાં ગોવા જેટલી અત્યાધુનિક સુવિધાઓ નથી છતાં પણ પરિવાર સાથે દરિયાની સૌંદર્યતાને માણવાની યોજના બનાવી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારને બીચ ટૂરિઝમ તરીકે વિકસાવવાની યોજના છે.

સરકાર દ્વારા જે વિસ્તારને વિકસાવવા માટે યોજના હાથ ધરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, કચ્છના સ્થળોને વિકસાવવામાં આવનાર છે. ત્યારે અહિંયા ગુજરાતમાં આવેલા કેટલાક સુંદર બીચ અંગે માહિતી આપવામાં આવી છે. જ્યાં પરિવાર સાથે વેકેશન ગાળી શકાય છે.

1- પિંગ્લેશ્વર, કચ્છ

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું પિંગ્લેશ્વર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર બીચ્સમાનું એક છે. તે કચ્છથી 100 કીમી. દુર આવેલું છે. વિકાસની દ્રષ્ટિએ પણ તે એક યોગ્ય સ્થળ છે. કચ્છનું હબ ગણાતા પિંગ્લેશ્વરમાં લોકોને આકર્ષવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની ફેસેલિટી જેમ કે, ડ્રિન્ક્સ, સર્ફ, સનબાથ વેગેરે ઉભુ કરવાની યોજના છે.

બીચનો આંનદ માણવા આવેલા લોકોને કોઇ સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે ત્યાં મોટેલ, હોટેલ, રેસ્ટોરેન્ટ, કાફેટેરિયાઝ, ટેન્ટ, કાર્વાન ફેસેલિટી ઉભી કરવાની યોજના સરકારની છે. દરિયા કાંઠે આવેલું પિંગ્લેશ્વર સુંદરતાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ સ્થળ છે. ઉપરાંત ત્યાં આવેલું શિવ મંદિર ઘણું જ પ્રખ્યાત છે. જ્યાં શ્રાવણ મહિનાના દર સોમવારે મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું

કચ્છના સુંદર બીચ પર પહોંચવા માટે ભૂજથી દર 30 મીનિટે એસટી બસ અને જીપ મળી શકે છે. ઉપરાંત શહેરમાંથી જીપ ભાડે પણ કરી શકાય છે.

2- માંડવી, કચ્છ

પિંગ્લેશ્વર બીચની જેમ માંડવી બીચ પણ કચ્છની સુંદરતામાં વધારો કરે છે. માંડવી બીચનો સમાવેશ ગુજરાતના સુંદર બીચીઝમાં થાય છે. તેમજ તે કાશી વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે. માંડવી ગામથી થોડેક દૂર આવેલા આ બીચની રેત અને સારી સાઇટના કારણે પ્રવાસીઓ એક હોલીડે પેકેજ પણ તૈયાર કરી શકે છે.

હરસાલ એક જ સ્થળે હોલીડે મનાવવાના બદલે જો તમે સ્થળ બદલવા માગતા હોવ તો માંડવી શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઇ શકે છે. માંડવી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, વેરાવળ જેવા શહેરો સાથે રોડ મારફતે જોડાયેલો છે. માંડવી સાથે ધોલાવિરા, ભુજોડીનું હેન્ડીક્રાફ્ટ અને કચ્છના રણને જોવાની યોજના પણ તમે બનાવી શકો છે.

કેવી રીતે પહોંચવું

માંડવીની નજીકનું એરપોર્ટ ભુજ છે જેના માટે મુંબઇથી દરરોજ ફ્લાઇટ મળી શકે છે. તેમજ રેલવે થકી જવું હોય તો ભુજ અને ગાંધીધામ નજીકના સ્ટેશન છે. આ ઉપરાંત ભુજ, અમદાવાદ અને રાજકોટ નજીકના સ્થળો છે. જ્યાંથી તમે કેબ ભાડે કરીને જઇ શકો છો. તેમજ લોકલ ટ્રાન્સપોર્ટમાં નોન મીટર ઓટો રિક્ષા મળી શકે છે.

3- મિયાની બીચ

મિયાની પોરબંદર નજીક આવેલુ નાનુ ગામ છે. મિયાની જામનગર અને પોરબંદર એમ બે મોટા શહેરો સાથે વિભાજિત થયેલું છે. મિયાની નજીક હર્ષદી માતાનું મંદિર આવેલું છે. તેમજ તે બીજી તરફથી મેડા ક્રીક સાથે જોડાયેલુ છે. પ્રવાસન સંબંધિત પ્રવૃતિઓ કરવા માટે મિયાની એક શ્રેષ્ઠ લોકેશન છે. સ્વચ્છ દરિયો અને નાની હિલ રાઇટ પણ આ બીચ પર જોવા મળે છે. તેમજ આ બીચ પોરબદંર, જુનાગઢ, સોમનાથ, દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના શહેરો સાથે જોડાયેલું છે.

કેવી રીતે પહોંચવું

રોડ ટ્રાન્સપોર્ટ માટે અમદાવાદ, રાજકોટ, દ્વારકા, વેરાવળ, જામનગર અને જુનાગઢ સહિતના સ્થળેથી સરકારી બસ અને પ્રાઇવેટ વ્હિકલ મળી શકે છે. તેમજ રેલવે ટ્રાન્સપોર્ટ માટે પોરબંદર નજીકનું સ્થળ છે. તેમજ રાજકોટ, અમદાવાદથી રેલવે મળી શકે છે.

4- માધવપુર બીચ

માધવપુર જુનાગઢ જિલ્લામાં આવેલુ સુંદર બીચ છે. સૌરાષ્ટ્રના સુંદર બીચીઝમાં માધવપુરનો સમાવેશ કરવામાં આવે છે. માધવપુર બીચની રેતી સુંદર છે. દરિયાનું પાણી શાંત અને ભૂરાશ પડતા રંગનું છે. તેમજ તેનું પાણી છીછરું છે. હોટલ, રેસ્ટોરેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સારી સુવિધાના કારણે આ બીચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. તેમજ આ બીચને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને કેટલીક યોજનાઓ પર કામગીરી હાથ ધરી છે.

કેવી રીતે પહોંચવું

માધવપુર જુનાગઢની નજીક આવેલું છે. તેથી જુનાગઢ પહોંચવા માટે અમદાવાદ, રાજકોટ, પોરબંદર જેવા સ્થળેથી ખાનગી અને સરકારી વાહન મળી શકે છે. રેલવે થકી જવું હોય તો અમદાવાદ અને રાજકોટથી આસાનીથી રેલવે મળી શકે છે.

5- ગોપનાથ બીચ

ગોપનાથ ભાવનગરથી 75 કીમી દુર આવેલું છે. ગુજરાતના અન્ય દરિયાકાંઠાની જેમ ગોપનાથમાં પણ સુંદર દરિયાકાંઠાના દર્શન થઇ શકે છે. કલરફુલ પક્ષીઓ, લાઇમ સ્ટોન ક્લિક, સી બ્રિઝીસના કારણે વેકેશન દરમિયાન આ દરિયાકાંઠે લોક મેળાવડો જોવા મળે છે.

દરિયાકાંઠે વોકિંગ કરવા માટે પણ આ બીચ ઉત્તમ છે. જો કે, ઉછળતા મોજાઓના કારણે તેમાં દુર સુધી સ્વિમિંગ કરી શકતા નથી. ગોપનાથ નજીક અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, જૈન ધાર્મિક સ્થલ, પાલિતાણા અને તળાજા પણ જોવા લાયક સ્થળ છે.

કેવી રીતે પહોંચવું

ગોપનાથ બીચ ભાવનગર નજીક આવેલું છે. તેથી આ બીચ પર પહોંચતા પહેલા ભાવનગર આવવું પડે છે. ભાવનગર આવવા માટે અમદાવાદની સમયાંતરે સરકારી અને ખાનગી વ્હિકલ મળી શકે છે. આ ઉપરાંત મુંબઇથી ટ્રેન અને પ્લેન થકી પણ ભાવનગર આવી શકાય છે.

6- ભવાની બીચ, મહુવા

મહુવાથી પાંચ કીમી દુર આવેલા ભવાની બીચ પાસે પ્રાચિનકાળનું મંદિર આવેલું છે. બીચની આસપાસ લીલુછમ ઘાસ છે. તેમ કુદરતી સૌંદર્યથી આ બીચ ઓપી ઉઠે છે. રમણિય વાતાવરણ ધરાવતું આ બીચ પ્રવાસી પ્રવૃતિઓ માટે સુરક્ષિત સ્થળ છે. તેમજ આ બીચ સૌરાષ્ટ્રના અન્ય સ્થળો સાથે પણ જોડાયેલ છે.

ગોપનાથ બીચની જેમ આ બીચ પણ પાલિતાણાના જૈન સ્થળોની નજીક છે. ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા માટે મોટેલ, હોટેલ, રેસ્ટોરેન્ટ, કાફેટારિયા, ટેન્ટ અને કારવાન ફેસેલિટી ઉભી કરવા અંગે પગલા ભરી રહી છે.

કેવી રીતે પહોંચવું

મહુવા નજીક ભાવનગર શહેર આવેલું છે જે ત્રણેય ટ્રાન્સ્પોટેશન રોડ, ટ્રેન અને એર સેવા સાથે સંકળાયેલ છે. જેથી ત્યાં પહોંચવામાં કોઇ આપત્તિનો સામનો કરવો પડતો નથી.

7- સર્કેશ્વર બીચ

અમરેલી અને જુનાગઢ જિલ્લાની સરહદ પર સર્કેશ્વર બીચ આવેલું છે. તેમજ તે દિવની પણ નજીક છે. પાણીનો રંગ લોકોને આકર્ષે તેવો છે. રેતી પણ આહલાદક છે. અહીંયાના દરિયામાં લાંબા અતંર સુધી છીછરું પાણી હોવાના કરાણે ત્યાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરી શકાય છે. તેમજ સર્કેશ્વર બીચની આસપાસનો વિસ્તાર પણ નિહાળવા લાયક છે.

રાજ્ય સરકાર દ્વારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસેટિલટીને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેથી રાજ્ય બહારના એટલેકે નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓને ગુજરાતના રળીયામણા બીચ તરફ આકર્ષી શકાય.

કેવી રીતે પહોંચવું

સર્કેશ્વર બીચની નજીકનું રેલવે સ્ટેશન દેલવાડા છે. અહીંયા પહોંચવા માટે અમરેલીથી સમયાંતરે વાહન મળી શકે છે.

8- અહેમદપુર માંડવી, જુનાગઢ

સંઘ પ્રદેશ દિવની બોર્ડર અને જુનાગઢ જિલ્લાન ઉના તાલુકામાં આવેલું અમદપુર માંડવી નલિયા માંડવીની બીલકુલ નજીક આવેલું છે. આ બીચ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ બીચીઝમાનું એક છે. જે સાત કીમીનો દરિયાકાંઠો ધરાવે છે. સર્કેશ્વર બીચની જેમ આ બીચ પર પણ લાંબા અંતર સુધી છીછરુ પાણી હોવાના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરી શકાય છે.

રાજ્ય સરકાર દ્વારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસેટિલટીને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો થકી રાજ્ય બહારના એટલેકે નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓને ગુજરાતના રળીયામણા બીચ તરફ આકર્ષવા કવાયત હાથ ધરી છે.

કેવી રીતે પહોંચવું

અહેમદપુર માંડવી બીચની નજીકનું શહેર ઉના છે જ્યારે રેલવે સ્ટેશન દેલવાડા છે. અહીંયા પહોંચવા માટે જુનાગઢથી સમયાંતરે વાહન મળી શકે છે.

9- નારગોલ બીચ

નારગોલ બીચ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. તેની આસપાસ સુરત અને દહેજ જેવા બે વિશાળ પોર્ટ છે. ઉપરાંત વિકાસની દ્રષ્ટીએ સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતું હોવાથી તેના વિકાસની શક્યતાઓ વધુ છે. સુરત ઉપરાંત નારગોલ બીચની નજીક સાપુતારા, દાડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.

કેવી રીતે પહોંચવું

નારગોલ બીચ પહોંચવા માટે નજીકનું સ્થળ ઉમરગાંઉ છે. તેમજ રેલવે થકી જવા માટે નજીકનું રેલવે સ્ટેશન સજાણ છે. ઉપરાંત વલસાડ અને સુરત જેવા સ્થળેથી સમયાતંરે ખાનગી તથા સરકારી સાધન મળી શકે છે.

10- તિથલ બીચ

તિથલ બીચ પણ નારગોલ બીચની જેમ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. આ બીચ પણ સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતું હોવાથી તેના વિકાસનો વ્યાપ વઘારે છે. તિથલ બીચ ગુજરાતના શ્રેષ્ઠ માણવા લાયક સ્થળોમાનું એક સ્થળ છે. તેમજ સુરત ઉપરાંત સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો પણ આ બીચની નજીક છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.

કેવી રીતે પહોંચવું

નારગોલ બીચ પહોંચવા માટે નજીકનું સ્થળ વલસાડે છે. તેમજ રેલવે થકી જવા માટે પણ નજીકનું રેલવે સ્ટેશન વલસાડ છે. સુરત જેવા સ્થળેથી સમયાતંરે ખાનગી તથા સરકારી સાધન મળી શકે છે.

11- દ્વારકા બીચ

જામનગર જિલ્લામાં આવેલું દ્વારકા બીચ પોતાની સુદંરતાની સાથે જ ધાર્મિક મહત્તાના કારણે પણ વિશ્વભરમાં જાણીતું છે. દરિયાકાંઠે આવેલા દ્વારિકાધિશ મંદિરના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટે છે. દ્વારકાના દરિયામાં ડોલફિન, પોર્પાઇઝ,ઓક્ટોપસ સ્ટાર ફિશ જેવા દરિયાઇ જીવો જોવા મળે છે.

કેવી રીતે પહોંચવું

દ્વારકા જવા માટે જામનગરથી વ્હિકલ મળી શકે છે. તેની નજીકનું એરપોર્ટ જામનગર છે. ભારતભરમાંથી રેલવે થકી દ્વારકા જઇ શકાય છે.

12- જામનગર બીચ

સૌરાષ્ટ્રના સુંદર શહેરોમાંનું એક એવું જામનગરના દરિયાની દ્રષ્ટિએ પણ અન્ય શહેરો કરતા વધારે ભાગ્યશાળી છે. જામગનરમાં જોવા માટે અનેક સ્થળો છે. જેમાં પીરાટોન ટાપુ, માઢી, લાગૂન, પોસિત્રા, બાલાછડી, બેડી બંદર વગેરે જામનગરમાં દરિયાકાંઠાના સ્થળો જોવાલાયક છે.

આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, કચ્છથી જામનગર સુધી 42 એવા નાના બીચ છે જે ગુજરાતના દરિયાકાંઠાની સુંદરતામાં અનેરો વધારો કરે છે. તેમજ જામનગરના બીચ પર તમને એકાંત પણ મળી શકે છે.

કેવી રીતે પહોંચવુ

જામનગર ત્રણેય માર્ગે પહોંચી શકાય છે. રેલવે અને રોડ મારફતે પહોંચવા માટે તમને અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોમાંથી આરામથી વ્હિકલ મળી શકે છે. જામનગરમાં એરપોર્ટ હોવાથી તમે હવાઇ મારફતે પણ જામનગર આવી શકો છો.

13- સોમનાથ બીચ

સૌરાષ્ટ્રના હાર્દસમો સોમનાથ બીચ ભારતના સૌથી શ્રેષ્ઠ બીચીઝમાં સ્થાન ધરાવે છે. તેની એક ખાસિયત એ પણ છે કે ત્યાં શિવ મંદિર આવેલું છે જે 12 જ્યોર્તિલિંગમાનું એક છે. મહાશિવરાત્રી દરમિયાન ત્યાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે.

જો કે, સોમનાથનો બીચ સ્વિમિંગ કરવા માટે ઉત્તમ માનવામાં આવતો નથી. શાંત વાતાવરણમાં કુદરતી સૌંદર્યને માણવાનો એક અનેરો આંનદ આ બીચ પરથી મળી શકે છે. સોમનાથના બીચ પર કેમલ રાઇડ અને લાઇટ સ્નેક્સનો આનંદ માળી શકો છો.

કેવી રીતે પહોંચવું

સોમનાથની નજીકના સ્થળ જૂનાગઢ અને ચોરવાડ છે. સોમનાથ જવા માટે રાજ્ય સરકાર અને ખાનગી કંપનીઓના વાહન મળી શકે છે. ઉપરાંત નજીકનું રેલેવે સ્ટેશન વેરાવળ છે.

આ ઉપરાંત ગુજરાતમાં જોવાલાયક બીચીઝમાં દિવ- દમણ, ચોરવાડ, ઓખા, ઘોઘા, દાંડી, સુવાલી, પોરબંદર, ડુમાસ છે. જે ગુજરાતની દરિયાઇ સુંદરતાને વધારે સુંદર બનાવે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી