નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નરેન્દ્ર મોદી, ટાટા પછી હવે મારૂતિને ખેંચી લાવ્યા ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સ્વપ્નાનું રાજ્ય બનાવામાં તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જેના સ્વરૂપે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અગાઉ બંગાળથી ટાટાને આમંત્રિત કરીને ગુજરાતના સાણંદમાં લઈ આવ્યા જ્યાં આજે વિશ્વની સૌથી નાની અને સસ્તી કૉમર્શિયલ કાર નેનોનું ઉત્પાદન થઈ રહ્યું છે, અને હવે તેઓ ભારતની સૌથી મોટી કાર કંપની મારૂતિને પણ ગુજરાતમાં લાવી રહ્યાં છે.

નરેન્દ્ર મોદીએ સાણંદ પાસે જ 500 એકર જમીન મારૂતિ સુઝુકીને માટે ફાળવી આપી છે. આ જમીન ઉપર કંપની તેની કારોનું નિર્માણ કરશે અને અહીંયા વર્ષ 2015 સુધીમાં કારોનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવાશે. આ પ્લાન્ટની ક્ષમતા 3 લાખ કારોનું ઉત્પાદન કરવાની છે.

- મારૂતિ હરિયાણાથી બહાર ક્યાંક અન્ય સ્થળે પોતાની કારોનું ઉત્પાદન કરવા માંગતી હતી
- મારૂતિની નિકાસ વધતી જઈ રહીં છે માટે કંપની પોર્ટ ધરાવતા સ્થળને શોધી રહીં હતી
- નરેન્દ્ર મોદીએ સાણંદ પાસે જ 500 એકર જમીન મારૂતિ સુઝુકીને માટે ફાળવી આપી છે
- ગુજરાતના ઘણા પોર્ટ કંપનીને તેના એક્સપોર્ટ માટે ફાયદાકારક સાબીત થવા પામશે


મારૂતિ હરિયાણાથી બહાર નીકળીને ક્યાંક અન્ય સ્થળે પોતાની કારોનું ઉત્પાદન કરવા માંગતી હતી. પરંતુ પાછલા દિવસોએ રોકાણનુકૂળ સ્થિતિ ન હોવાને કારણે કંપનીએ તેને માકૂફ રાખ્યો હતો અને હવે ફરી તેઓ આ માટેની તૈયારીયોમાં લાગી ગઈ છે.

મારૂતિના અન્ય પ્લાન્ટ ગુરગાવ ઉપરાંત માનેસરમાં પણ છે. મારૂતિનો એક્સપૉર્ટ પણ વધતો જઈ રહ્યો છે અને એટલા માટે જ કંપની એવા સ્થળને શોધી રહીં હતી જ્યાં પૉર્ટ નજીક હોય. હરિયાણામાં કંપનીએ આ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતના ઘણા પોર્ટ કંપનીને તેના એક્સપોર્ટ માટે ફાયદાકારક સાબીત થવા પામશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી