નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બેજાન દારૂવાલા: સપ્તાહનું ભવિષ્યફળ

મેષ : ૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

આ સપ્તાહ આપના માટે શાંતિપૂર્ણ રહેશે. પ્રગતિનો માર્ગ ખૂલશે. સારા કામનું સારું ફળ મળશે. અત્યારે સારા લોકો સાથે સંપર્ક બનાવવામાં તમને સરળતા રહેશે. જોકે આનંદના સમયમાં તમારે તમારું લક્ષ્ય ભૂલવાનું નથી. પાર્ટનરશિપમાં સહયોગની ભાવનાથી કામ કરવાથી ફાયદો રહેશે. સપ્તાહ દરમિયાન આપ રિલેકસ રહેશો. તમને મહેસૂસ થશે કે જીવનમાંથી તણાવ અચાનક ગાયબ થઇ ગયો છે.

વૃષભ : ૨૧ એપ્રિલથી ૨૧ મે

ખૂબ ઉત્સાહી, કર્તવ્યપરાયણ, નિયમિત અને કામકાજ પ્રત્યે જવાબદાર રહેશો. આ સપ્તાહે આપ નવા આઇડિયા સાથે આગળ વધશો. તમારી મહેનતથી તમે અન્યો માટે ઉદાહરણરૂપ બની રહેશો. તમારે કામ પૂરું કરવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે. તમારી ક્રિએટિવિટીને તમે નિખારી શકશો. અટકેલું કામ કે પ્રોજેક્ટ તમે ફરીથી શરૂ કરી શકશો. ધીરજ સાથે આગળ વધશો તો લાભમાં રહેશો.

મિથુન : ૨૨ મેથી ૨૨ જુન

વ્યાવહારિક બાબતોમાં ખુદને શ્રેષ્ઠ સિદ્ધ કરી શકશો. વાતચીત-વ્યવહારમાં ક્રોધનું પ્રમાણ વધારે રહે. મન, વિચાર, સ્વભાવ વિરુદ્ધ કાર્યનો સ્વીકાર નહીં કરી શકો. આ સપ્તાહે તમારે પરિવાર સાથે સમય પસાર કરવો જરૂરી છે. ભલે તેમને ઓછો સમય આપી શકો પણ સારી રિલેશનશિપ જાળવી રાખવા માટે આ ખૂબ મહત્વનું પગલું છે. તમારે દોડભાગ પણ કરવી પડશે. આ દરમિયાન તમારી તબિયતની કાળજી રાખવી જરૂરી છે.

કર્ક : ૨૩ જુનથી ૨૨ જુલાઈ

અન્યોની નજરમાં આપની છબી સુધરશે. તમારી નજીકના લોકોનાં દુ:ખ દર્દમાં સામેલ થશો. કાર્યક્ષેત્રમાં પણ આ સપ્તાહે સુધારો થશે. ઘરના વાતાવરણમાં હકારાત્મક પરિવર્તન આવશે. થોડા સમય પછી સ્થિતિ તમારા પક્ષમાં આકાર લેવાનું શરૂ કરશે. આ કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય. તમે મંજિલ સુધી પહોંચવા યોગ્ય પગલાં ભરવા એકાગ્ર થશો. આ કામમાં પરિવારનો ઇચ્છિત સહયોગ મળી રહેશે.

સિંહ : ૨૩ જુલાઈથી ૨૩ ઓગસ્ટ

આ સપ્તાહે બીજા પ્રત્યેના તમારા વિચારો બદલાશે. કશુંક નવું કરવા માટે આ સારો સમય છે. જો તમે આ સ્થિતિમાં સમજી વિચારીને પ્લાનિંગ કરશો તો તેમાં અણધારી સફળતા મેળવી શકશો. આવકની સરખામણીએ ખર્ચા વધુ કરવા પડશે. તમારે આર્થિક નુકસાન ના ભોગવવું પડે તે રીતે નિર્ણય લેવા જરૂરી છે. ખર્ચ ઉપર અંકુશ મેળવજો. તમારું સંતુલિત વલણ યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદરૂપ બનશે.

કન્યા : ૨૪ ઓગ.થી ૨૩ સપ્ટેમ્બર

આ સપ્તાહે તમારાં અટકેલાં કાર્યો પૂરાં થશે અને તેથી તમારી ખુશીમાં ઘણો વધારો થાય. બાળકો અને પરિવાર સાથે રહીને તમારા શોખ પૂરા કરી શકશો. આ સપ્તાહે તમે વધારે લોકોને મળી તમારા સંપર્કો મજબૂત બનાવી શકશો. આર્થિક પાસાં પર નજર કરીએ તો ખાસ સુધારો જણાતો નથી. તમારા ઘરમાં કેટલાક પ્રસંગો તમારા આનંદમાં વધારો કરશે. તમારે કોઇ પણ કામ કરતાં પહેલાં પ્લાનિંગ કરવું જરૂરી છે.

તુલા : ૨૪ સપ્ટે.થી ૨૩ ઓક્ટો.

વર્તમાન સમયમાં આપે આપની આર્થિક સ્થિતિ પર ધ્યાન વધુ કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારા માટે આ સપ્તાહે નાણાકીય બાબતો સંબંધિત નિર્ણયો મહત્વના બની રહેશે. કેટલીક એવી સ્થિતિ સામે આવશે જેના ઉકેલ માટે નાણાંની જરૂર પડશે. તમારે ઘર માટે અથવા પહેલાંના બાકી બિલની તાત્કાલિક ચુકવણી કરવી પડે તેવી શક્યતા છે. જોકે તમારા વ્યાવસાયિક ક્ષેત્રમાં સ્થિતિ સારી રહેવાના સંકેત ગ્રહો સૂચવે છે.

વૃશ્વિક : ૨૪ ઓક્ટો.થી ૨૨ નવેમ્બર

સ્વાભિમાની અને સ્વાવલંબી તેમ જ સાહસ અને નીડરતાના ગુણોનો વિકાસ થાય. સ્પષ્ટતા, ઉદારતાની સાથે ખુદના પરિશ્રમથી પ્રતિષ્ઠા અર્જિત કરશો. મિલનસાર, ઉચિત માર્ગદર્શન અને તર્કસંગત કાર્યકુશળતાથી જાતિ, સમાજમાં પ્રતિષ્ઠા મેળવશો. આ જ કારણે લોકપ્રિયતામાં ઘણો વધારો થાય. અનુશાસન અને જવાબદારીનું મહત્વ સારી રીતે સમજશો અને એનો ફાયદો મળે. ધીરજ જાળવશો તો ફાયદો રહેશે.

ધન : ૨૩ નેવ. થી ૨૧ ડિસે.

આ સપ્તાહે તમારો રસ પૈસામાંથી ખસીને અધ્યાત્મ તરફ વધુ રહેશે. આમ થવાથી તમારામાં ધીરજ, પ્રેમ, સદ્ભાવના જેવાં ગુણોમાં વૃદ્ધિ થાય અને તેની આસપાસના લોકો નોંધ લેશે. ફંડ, નાણાં અને જોઇન્ટ એકાઉન્ટની બાબતે જરૂરિયાત પ્રમાણે તમારાથી બનતા પ્રયત્નો કરશો અને તમને તેમાં મહદંશે સફળતા મળશે. નાણાકીય બાબતોમાં તમે નવી શરૂઆત કરી શકશો, જે આપના માટે ફાયદાકારક રહેશે. વ્યક્તિગત વિકાસ સારો રહે.

મકર : ૨૨ ડિસે. થી ૨૦ જાન્યુ.

કૌટુંબિક પ્રેમ-સ્નેહમાં વધારો થાય. ઇમાનદારી, નિષ્ઠા, જવાબદારી, સંતોષનું ફળ મળશે. આ સમય તમારા શત્રુપક્ષ માટે નિરાશાજનક રહેશે. જોકે સાહસિક દ્રષ્ટિથી પ્રતિકૂળ સમય બની રહેશે. બાકી બધી રીતે સમય ખૂબ સહયોગી અને હિતકારક રહેશે. ઉતાવિળયા ન થશો. વિશ્વાસ, પરિશ્રમ, સંતોષ રાખશો તો સમય લાભપ્રદ રહેશે. તમે નવા પ્રોજેક્ટ બનાવી શકશો. ભૂલોમાંથી કંઇક શીખજો, બીજાને કમજોર ન સમજો.

કુંભ : ૨૧ જાન્યુ. થી ૧૮ ફેબ્રુ.

વિરોધમાં ક્રિયા-પ્રતિક્રિયાથી બચશો તો સફળતા મળશે અને સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. નોકરીમાં યશ મળે અને અધૂરી ઇચ્છાઓ પૂરી થાય. પ્રાસંગિક લાભ, સ્થાનાંતર, યોગ્ય પદની પ્રાપ્તિ થશે. પારિવારિક સુખ-શાંતિનો અનુભવ થશે. ખુદની વિનમ્રતાથી કાર્ય થશે. સંતાનની પ્રગતિ થશે. તમને કરિયરમાં સફળતા મળશે. વિવાહ વગેરે કામોમાં લાભ મળશે. તમારા મહત્વપૂર્ણ કામો પૂરાં થશે. પ્રોપર્ટી, વાહનની ખરીદી થશે.

મીન : ૧૯ ફેબ્રુ. થી ૨૦ માર્ચ

કોર્ટ-કચેરીના વિવાદોથી નુકસાન થશે. સમજૂતી કરવી પડશે. કાર્યક્ષેત્રે સંયમપૂર્વક વર્તવાની જરૂર છે. તમારાં ધ્યેયોની પૂર્તિ પરિશ્રમ, લગનથી જ થશે. સમય આવ્યે માર્ગદર્શનનો લાભ મળશે. વિશ્વાસ, આળસ અને વધુ પડતો ભરોસો નુકસાન કરાવે. પરિશ્રમને મહત્વ આપવું પડશે. અગાઉ કરેલ ભૂલથી લાંબું નુકસાન ઉઠાવવું પડે તેવી શક્યતા છે. કોઇ નવી જૂની બીમારીની તકલીફ રહશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!