નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ રીતે ભૂલાવી દો દર્દભરી યાદોને ! પછી માણો જીવન

 
પીડાદાયક સ્મૃતિઓ(યાદ)ને ભૂલાવી દેવી જ બુદ્ધિમાની છે અને સારી વાતોને યાદ રાખવી સમજદારી છે, પરંતુ આ સારી વાતો સાચા સમયે આચરણમાં ન ઊતારવામાં આવે તો આ બોઝ બની જાય છે. કેટલીક ઘટનાઓ જીવનમાં એવી હોય છે તેને જો ન ભૂલાવવામાં આવે તો માનસિક પરિતાપમાં આપણને પટકી દે છે.

એક ઘટના પછી અનેક વિપરિત ઘટનાઓને જન્મ આપનારી હોય છે. એટલે અપ્રિય પ્રસંગોને તત્કાલ વિસ્મૃત કરો. તેને યાદ રાખવાનું નામ છે ચિંતા. ચિંતા કરનાર આદમી કેટલોક સમય અવસાદમાં ચોક્કસપણે ડૂબી જાય છે. પ્રિય અને સારી સ્થિતિઓ સદ્ઉપયોગ માટે હોય છે. પોતાના શુભ કર્મોને એક જગ્યાએ પોતાની સ્મૃતિમાં સ્ટોકની જેમ જ રાખવા જોઈએ અને તેનો ઉપયોગ ભવિષ્યમાં કરતા રહેવું જોઈએ.

ચાર રીતે પોતાના શુભ કર્મોને બીજાની પ્રત્યે ઉપયોગ કરો. પહેલો, પોતાના કરતા નાની ઉંમરના લોકોને પોતાના શુભ કામ જોડો, તેનાથી સ્નેહ વધશે. પોતાની સમાન વ્યક્તિ જેમ કે-દોસ્ત, પતિ-પત્નીથી શુભ કામ સાથે જોડાઈને પ્રેમનું રૂપ લઈ લે છે. ત્રીજો પ્રકાર છે પોતાની સાથે મોટા લોકો અર્થાત્ માતા-પિતા, ગુરુ, સમાજના વૃદ્ધજન તેની પ્રત્યે જોડાયેલ શુભકર્મ શ્રદ્ધાનું રૂપ લઈ લે છે.

જેવું આપણુ શુભકામ ચોથા ચરણમાં પરમાત્મા સાથે જોડાય છે, બસ, પછી તો તેને ભક્તિ જ કહેવું પડશે. એટલે અશુભ, અપ્રિય અને અનુચિત બનેલી ઘટના કે દુર્ઘટના કે વ્યવહારને વિસ્મૃત કરો કે ભૂલી જાઓ તથા શુભને યાદ રાખીને તેને આ ચાર ચરણોમાં સદઉપયોગ કરો. તેનો સીધી સીધી અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે. શું ભૂલવું છે અને શું યાદ રાખવું તે પોતાની રીતે એક ઈલાજ છે. તમે ચિંતામુક્ત થયા અને તમને કર્મો સફળતાની યાત્રા શરૂ કરી દીધી. એવું માનીને ચાલો અને આરંભ કરો, જરા હસો...

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી