નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કાર પરના સ્ક્રેચીસ અને ડાઘને દૂર કરતા પેઈન્ટની શોધ

ફર્નિચર જેવી વસ્તુઓને નવી જેવી બનાવી શકાશે

સ્ક્રેચ્ડ કાર અને ઘસાયેલાં જુતાં ટૂંક સમયમાં ભૂતકાળની બાબત બની જશે, કારણ કે વિજ્ઞાનીઓએ ‘સેલ્ફ-હીલિંગ’ (જાતે જ રુઝાતા) પ્લાસ્ટિક કોટિંગની શોધ કરી છે, જે થોડી સેકન્ડમાં જ ડાઘ અને કાપાઓને દૂર કરે છે.કલીવલેન્ડમાંની કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે એ વિસ્તારમાં ગમે તેટલી વખત નુકસાન થાય તો પણ એ વિસ્તારને દર વખતે પોતાની જાતને રિપેર કરવા સમજાવી શકાય છે. તેઓ અનુસાર આ શોધ ‘મેટલો- સુપ્રામોલેક્યુલર પોલીમર’ એવા વાહનચાલકો માટે આશીર્વાદ બનશે જેઓને વાહન પાર્ક કરવામાં મુશ્કેલી પડે છે. નવા જુતાંનો થોડાક કલાક ઉપયોગ કર્યા બાદ તે ઘસાઈ જતા હોય છે, પરંતુ નવી શોધને લીધે આવું નહીં બને.

સંશોધકોએ જણાવ્યું હતું કે હેન્ડબેગ, ફર્નિચર, બારીઓ, લાકડાની ભોંય, પંકચર્ડ ટાયરો અને ચશ્માંને પણ નવા જેવા જ સારા બનાવી શકાશે, જેથી કાપા અને ડાઘાઓ દૂર કરવામાં ગ્રાહકોને થતા ખર્ચા અને હતાશાને નિવારી શકાશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી