નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ દેશોની પાસે છે સોનાનો વિશાળ ભંડાર

 
- અમેરિકા પાસે સૌથી વધુ સોનાનો ભંડાર
- સોનાના ભંડારના મામલામાં ચીન દુનિયામાં પાંચમા નંબર પર
- ભારતની વાત કરીએ તો ભારતની પાસ કુલ 557.7 ટન સોનું છે, જે આ યાદીમાં દસમા નંબર પર


સોનું હંમેશાથી જ મોંઘવારી સામે લડવાનું અચૂક એક હથિયાર રહ્યું છે સાથો સાથ આ પીળી ધાતુએ હંમેશાથી લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા. અમે તમને બતાવીએ કે દુનિયામાં કયાં દેશોની પાસે સોનાનો સૌથી વધુ ભંડાર છે તેમાં સૌથી પહેલું નામ છે-

અમેરિકા - અમેરિકાની પાસે સોનાનો કુલ 8,133.5 ટન સોનું રિઝર્વ છે. જે અમેરિકાના કુલ ફોરેક્સ રિઝર્વનો 74.8% છે.

જર્મની - યુરોપિયન દેશ જર્મની સોનાના રિઝર્વના મામલામાં દુનિયામાં બીજા નંબર પર છે. જર્મનીની પાસે કુલ 3401 ટન સોનાનો ભંડાર છે. જે જર્મનીના કુલ વિદેશી મુદ્રા ભંડારના 70.8% છે. આ સોનું જર્મનીની સેન્ટ્રલ બેન્ક અને ડ્યુશ બેન્ડસબેન્કમાં રાખવામાં આવ્યું છે.

ઇટલી - આ યુરોપિયન દેશની પાસે કુલ 2451.8 ટન સોનાનો ભંડાર છે. આ દેશના કુલ મુદ્રા ભંડારના 69% છે.

ફ્રાન્સ - ફ્રાન્સની પાસે કુલ 2435.4 ટન સોનું છે. જે દેશના કુલ વિદેશી મુદ્રા ભંડારના 65.9% છે.

ચીન - સોનાના ભંડારના મામલામાં ચીન દુનિયામાં પાંચમા નંબર પર છે. ભારતના આ પાડોશી દેશની પાસે 1054.1 ટન સોનું છે. જે દેશના કુલ વિદેશી મુદ્રા ભંડારના 1.6% છે.

જો ભારતની વાત કરીએ તો ભારતની પાસ કુલ 557.7 ટન સોનું છે જે ભારતના કુલ વિદેશી મુદ્રા ભંડારના 8.3 ટકા છે અને ભારત આ યાદીમાં દસમા નંબર પર છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!