નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

80ના દાયકાનો સુપરહિટ સ્ટાર પાગલખાનામાંથી મળ્યો!

  80ના દાયકામાં આ કલાકારે ઘણી જ સુપરડુપર હિટ ફિલ્મો આપી હતી
- રાજ કિરણની માનસિક હાલત ઠીક નથી
બની શકે કે, નવી પેઢીના લોક રાજ કિરણને ઓળખતા પણ ના હોય પરંતુ ફિલ્મ અર્થમાં શબાના આઝમી અને રાજ કિરણ પર દર્શાવવામાં આવેલું ગીત તુમ ઈતના જો મુસ્કુરા રહે હો....લોકોએ ગાયું તો હશે જ. રાજ કિરણનો 80ના દાયકા પછી કોઈ પત્તો નહોતો. તેના મિત્ર રીષિ કપૂરને અંતે રાજ કિરણને શોધી કાઢવામાં સફળતા મળી છે. રાજ કિરણે રીષિ કપૂરની સુપરહિટ ફિલ્મ કર્ઝમાં પૂર્વ જન્મની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં રાજ કિરણના મોતની અફવા ચાલી રહી હતી પંરતુ રાજ કિરણના મિત્ર રીષિ કપૂર અને દિપ્તી નવલને આ વાત પર વિશ્વાસ નહોતો. દિપ્તી નવલે થોડા સમય પહેલાં ફેસબુક પર પોતાના મિત્ર રા કિરણને શોધી કાઢવા અંગેની વાત પોસ્ટ કરી હતી. અંતે રીષિ કપૂરે રાજ કિરણને શોધી કાઢ્યો છે.

એક ફિલ્મના શુટિંગ અર્થે અમેરિકા ગયેલો રીષિ રાજ કિરણને એટલાન્ટની એક મેન્ટ હોસ્પિટલમાં મળે છે. ત્યારબાદ રીષિએ રાજ કિરણના ભાઈ ગોવિંદ મેહતાનીને પણ મળે છે. તેઓએ રીષિને કહ્યું હતું કે, રાજ કિરણની માનસિક હાલત ઠીક ના હોવાથી તે છેલ્લાં બે દાયકાથી એટલાન્ટાની હોસ્પિટલમાં છે.

રીષિ કપૂરને એ જાણીને ખુશી થઈ કે, તેમનો મિત્ર રાજ કિરણ હજી જીવતો છે. તો રાજ કિરણ જીવિત હોવાની ખબર આવતાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેને પરત લાવવાની માંગણી થઈ રહી છે.

દિગ્દર્શક સુભાષ ઘાઈ અને મહેશ ભટ્ટે કહ્યું હતું કે, જો રાજ કિરણને પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેઓ તેમાં સક્રિય ભાગ લેશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ATMમાં પૂરાયો યુવક, પોલીસને ગઈ શંકાને ખૂલ્યું ચોંકાવનારું રહસ્ય

80 ડોલર માટે બ્રિટિશ સૈનિકને બોમ્બથી ઉડાવી દીધો!