Posts

Showing posts from May, 2011

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચીનથી દોડતી આવશે ફાસ્ટર ટ્રેન

Image
ચીનના એન્જીનિયરોનું કહેવુ છે કે તેઓ એક એવી ટ્રેનનુ નિર્માણ કરવા જઈ રહ્યાં છે જે પ્લેન કરતા પણ વધારે ઝડપે દોડશે. ચીનના દક્ષિણ પૂર્વમાં સ્થિત જિયાતોંગ યૂનિવર્સિટીના એક લેબોરેટરીમાં આ ટ્રેનને આકાર અપાઈ રહ્યોં છે. ત્યાંના વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે વેક્યુમ સસ્પેન્શન ટ્રેન મૉડલ 600થી 1200 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ભારતમાં સ્થાનિક ઉડ્યનો ભરનારા વિમાનોની ઝડપ પણ 600થી 800 કિલોમિટર પ્રતિ કલાક હોય છે. આ નવી ટેક્નૉલોજી ઉપર ઝડપથી કાર્ય થઈ રહ્યું છે, અને આશા વ્યક્ત કરવામાં આવી રહીં છે કે આવતા દસ વર્ષોમાં આ ટ્રેન ઉતારી દેવાશે. ચીન આ ટ્રેન પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરી રહ્યું છે. આ પ્રકારની ટ્રેનોની ખાસીયત એ હોય છે કે તેમાં ઓછુ ઈંધણ વપરાશે અને તેનાથી પર્યાવરણને પણ નુકસાન થતુ બચશે. આ પ્રકારની ઝડપી ટ્રેનો ઉપર અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડમાં પણ કામ ચાલી રહ્યું છે. ત્યાં પણ આ ટેક્નોલોજીને જ આધાર બનાવામાં આવી રહ્યો છે.

આ છે વિશ્વનું સૌથી લાંબુ વિમાન!

Image
કંપનીનું કહેવુ છે કે બોઇંગ 747-8 ઇન્ટરકોન્ટિંનેંન્ટલમાં 467 મુસાફરો યાત્રા કરી શકે છે, જે અત્યારના વિમાનોથી 51 સીટ વધારે છે. કંપનીનો દાવો છે કે તેમાં ઈંધણની ખપત પણ ઓછી થાશે. અત્યારસુધી કંપનીને લુફ્થાંસા અને કોરિયન એરલાઇન્સથી 33 વિમાનોની ખરીદીનો ઑર્ડર પ્રાપ્ત થયો છે. કંપનીએ અત્યાર સુધીમાં 74 કાર્ગો વિમાનોનું વેચાણ કર્યું છે. નવુ વિમાન, 10 હજાર બોઈંગ કંપનીના કર્મચારિયો, તેમના પરિવારજનો અને વિશેષ અતિથિઓ વચ્ચે પ્રસ્તુત કરવામાં આવ્યું. નવું વિમાન ત્યાંજ પ્રસ્તુત કરવામાં આવ્યુ જ્યાંથી 1968માં પહેલુ 747 વિમાન પ્રસ્તુત કરવામાં આવ્યું હતુ. બોઇંગના પ્રમુખ જેમ્સ એલ્બાગનું કહેવુ હતુ કે "જેટલા પણ વિમાન અમે બનાવ્યા છે, તેમાંથી જે વિમાનથી બોઈંગની ઓળખ ઉભી થઈ છે તે છે 747 છે." નવા ઇન્ટરકોન્ટિંનેન્ટલ મૉડલમાં અત્યાધૂનિક પાંખો, પાછળનો ભાગ અને આગળનો ભાગ ખાસ્સો આકર્ષક બનાવામાં આવ્યો છે. જોકે તેમાં એરબસ એ380થી થોડા ઓછા મુસાફરો આવે છે પરંતુ આ વિશ્વનું સૌથી લાંબુ વિમાન છે.

મહિલા રોબોટનું સર્જન

Image
જર્મન વિજ્ઞાનીઓએ મહિલા રોબોટ રજુ કર્યો છે. તેઓનો દાવો છે કે તેના મોડેલ જેવા દેખાવ છતાં તે ફેક્ટરીમાં કામ કરવા માટે શ્રેષ્ઠપણે અનુકૂળ છે.અદ્ભુત અને હાઈટેક આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ લાઈટવેઈટ એન્ડ્રોઈડ (એઈલા) રોબોટ માત્ર હરી-ફરી શકતો નથી, પરંતુ તે જાતે વિચારી અને ભારે વસ્તુઓ ઊંચકી શકે છે. ફેમબોટ (મહિલા રોબોટ) તરીકે ઓળખાતા આ અત્યંત પોતાળા એઈલા રોબોટને જર્મનીમાં સીબિટ ટેક્નોલોજી મેળામાં રજુ કરવામાં આવ્યો હતો. એઈલા લેઝર રેન્જ ફાઈન્ડર્સનો ઉપયોગ કરે છે, જે સપાટીઓ પર લેઝર ફેંકે છે અને તે તેને હરવા-ફરવામાં મદદ કરે છે. તેના માથામાં કેમેરા લગાવાયા છે, જેથી તેની આસપાસ શું ચાલી રહ્યું છે તે એઈલા જોઈ શકતી હોવાનું વિજ્ઞાનીઓનું કહેવું છે. તે રેડિયો તરંગોને સ્કેન કરીને પૈંડા પર ફરે છે, જેનાથી તેને ખબર પડે છે કે તેણે જે વસ્તુઓ લઈ જવાની છે તે નાજુક કે ભારે છે અને તેણે આ વસ્તુઓ ક્યાં પહોંચાડવાની છે.

સેમસંગ સસ્તા ૩-ડી ટીવી લાવશે

Image
સેમસંગે ઓછી કિંમતના ૩-ડી ટીવી બજારમાં લોન્ચ કરવાની યોજના ઘડી કાઢી છે. વધારે ભાવના કારણે હાલમાં ૩-ડી ટીવી ગ્રાહકોમાં ખાસ લોકપ્રિયતા મેળવી શક્યા નથી. આ કારણે જ કંપનીએ સસ્તા ૩-ડી ટીવી લાવવાનો વિચાર કર્યો છે. સેમસંગ આ વર્ષે પોતાના સાત મોડેલમાં આ ટેક્નોલોજી લઈને આવશે. કંપનીએ હાલમાં તો ટીવીના ભાવોનો ખુલાસો નથી કર્યો. સેમસંગના ડિઝિટલ મીડિયા ડિવિઝનના વાઈસ પ્રેસિડેન્ટ લી. કિયુંગે જણાવ્યું હતું કે ૩-ડી ટીવીની માંગ ઘણી છે પરંતુ વધારે કિંમતના કારણે લોકો લેતા અચકાય છે. ૩-ડી ટીવી જોવા માટે ખાસ ચશ્માંની પણ જરૂર પડે છે.

BMWની આ સાઈકલ છે અનોખી

Image
જી હાં વાચકમિત્રો, લક્ઝૂરિઅસ કાર નિર્માતા કંપની બીએમડબલ્યુએ હવે સાઇકલ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. ખાસ વાત તો એ છે કે આ સાઇકલનું વજન સવા સાત કિલો છે, અને તેને બનાવવામાં બીએમડબલ્યૂના એન્જીનિયરોએ રાત-દિવસ એક કરી દીધા છે. કંપનીએ આ સાઇકલ કાર્બન ફાઇબરથી તૈયાર કરી છે, અને એટલા માટે જ તે અલ્ટ્રા સ્લિમ છે, અને તે જોવામાં અનોખી જ લાગે છે. પરંતુ વજનમાં હલ્કી હોવાનો અર્થ એમ નથી કે તે વધારે વજન નથી ઉંચકી શકતી. આ સાઇકલ 80 કિલો સુધીનું વજન ઉંચકી શકે છે. કાર્બન ફાઇબરથી બનવાથી ફાયદો એ રહેશે કે સાઇકલમાં તેના સ્પર્ધકો નહીં હોય. બીએમડબલ્યૂની પરંપરા પ્રમાણે આ સાઇકલને ખાસ્સી રંગ બેરંગી બનાવવામાં આવી છે. તેની રિંગ પણ કલરફુલ રહેશે. તેના બ્રેક જબર્દસ્ત છે અને તેમાં ગિઅર પણ આપવામાં આવ્યા છે, જેનાથી સાઇકલ ચલાવનાર પોતાની સ્પીડ વધારી શકે છે. આ સાઇકલ જૂનથી બીએમડબલ્યૂના પસંદગીના ડિલરોને ત્યાં મળવા લાગશે. પરંતુ કંપનીએ તેની કિંમતોનો ખુલાસો નથી કર્યો. આમ છતા આ સાઇકલ લાખોમાં એક હશે, એવો અંદાજો લગાવામાં આવ્યો છે.

વ્યક્તિ વસ્ત્રોમાં A.C. લગાવી શકશે

વિજ્ઞાનીઓએ ‘પર્સનલ એર-કન્ડિશનિંગ(એસી)યુનિટ’ વિકસાવ્યું હોવાનો દાવો કર્યો છે, જેને ફાયરફાઇટર્સથી માંડીને રેસિંગ ડ્રાઈવર્સ સુધીની દરેક વ્યક્તિનાં વસ્ત્રોમાં ફિટ કરી શકાશે. ઘરવપરાશના ફ્રીજ માટેના કમ્પ્રેસર્સના ઉત્પાદનમાં વિશ્વ અગ્રણી બ્રાઝિલિયન કંપની એમ્બ્રેકોની ટીમનું કહેવું છે કે તેના નવા યુનિટથી કાર્યસ્થળે ઊંચાં તાપમાનનો સામનો કરતા લોકો તેઓનાં શરીરનું તાપમાન ઘટાડી શકશે અને હાથ પરનાં કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. ‘ધ ડેઈલી ટેલિગ્રાફ’ના અહેવાલ અનુસાર આ પર્સનલ એર-કન્ડિશનિંગ યુનિટ પેનથી થોડું લાંબું છે. ચાર ઇંચ લાંબા અને બે ઇંચ પહોળા આ એસીનું વજન માત્ર ૩.પ ઔંસ છે, જે એક પેન્સના ૪૦ સિક્કાઓની સમકક્ષ છે.આ યુનિટને વસ્ત્રોનાં કાપડમાં સીવી શકાશે. દાખલા તરીકે ફાયરબ્રિગેડના કર્મચારીઓ કે સૈનિકોના યુનિફોર્મમાં અથવા રેસિંગ ડ્રાઈવર્સના કોટમાં એસીને લગાવી શકાશે અને તેનાથી વ્યક્તિને કોઈ અગવડ નહીં પડે. એસીના નિર્માતાઓનું કહેવું છે કે તાપમાન વધતાં ગરમ હવાને સ્ટીલની પાતળી પેટીમાં ચૂસવામાં આવશે, જ્યાં માઈક્રોપ્રોસેસર હવાને ઠંડી કરશે અને પછી વસ્ત્રોમાંથી પાતળી ટ્યૂબોનાં નેટવર્ક દ્વારા ઠંડી હવાન

ફોક્સવેગનનું ફોલ્ડિંગ ઈલેક્ટ્રિક સ્કૂટર

Image
જર્મન કાર કંપની ફોક્સવેગને એક એવું ઈલેકટ્રિક સ્કુટર બનાવ્યું છે જેને તમે ફોલ્ડ કરીને તમારી કારમાં રાખી શકો છો અને ગમે ત્યા લઈ જઈ શકો છો. આ ઈલેકટ્રિક સ્કૂટરની બેટરી કારના ચાલવા પર ચાર્જ થશે. એક વાર ચાર્જ થયા પછી આ સ્કૂટર 20 કિમી સુધી સતત ચાલી શકશે. 30 કિમી પ્રતિ કલાકની ગતિએ ચાલતુ આ સ્કૂટર તમને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો અપાવશે. જ્યારે તમારું મન થાય ત્યારે કારમાંથી સ્કૂટર કાઢીને ચલાવી શકો છો અને જ્યારે કારમાં બેસીને આરામથી જવા માંગો ત્યારે ફરી ફોલ્ડ કરીને સ્કૂટર કારમાં રાખી દો.

આવી ગઈ પાણીથી ચાલતી કાર!

Image
જાપાની એન્જિનિયરોએ એક એવી કાર તૈયાર કરી લીધી છે જે પેટ્રોલ-ડીઝલની જગ્યાએ પાણી અને ફક્ત પાણીથી દોડે છે. આ કાર ગુરૂવારે જાપાનના ઓસાકા શહેરમાં પ્રદર્શિત કરવામાં આવી. જેનપેક્સ નામની જાપાની કંપનીએ આ કાર બનાવી છે. કંપનીનો દાવો છે કે એક લિટર પાણીથી આ કાર એક કલાક ચાલશે અને તેની ઝડપ 80 કિલોમીટર સુધીની રહેશે. તેના માટે કોઇપણ પાણી એટલે કે નદી, તળાવ કે એટલે સુધી કે દરિયાનું પાણી પણ ચાલશે. એન્જિન પર રાખવામાં આવેલી બોટલમાં જ્યાં સુધી પાણી રહેશે ત્યાં સુધી કાર દોડશે. આ કાર મૂળ રૂપથી વીજળીથી ચાલે છે અને આ વીજળી પાણીથી બની છે. તેના માટે બેટરીને વારંવાર રિચાર્જ કરવાની જરૂર નથી. પાણી કારની અંદર જ્યારે જાય છે તો ત્યાં એક ટેન્કમાં લાગેલ જનરેટર તેને ખંડિત કરે છે,જેનાથી વીજળી બની છે. જેનપેક્સના સીઇઓ કિયોશી હિરાસ્વાએ આ ટોક્યો ટીવીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેની પેટન્ટ માટે અરજી કરી દેવામાં આવી છે.  

કાર પરના સ્ક્રેચીસ અને ડાઘને દૂર કરતા પેઈન્ટની શોધ

Image
ફર્નિચર જેવી વસ્તુઓને નવી જેવી બનાવી શકાશે સ્ક્રેચ્ડ કાર અને ઘસાયેલાં જુતાં ટૂંક સમયમાં ભૂતકાળની બાબત બની જશે, કારણ કે વિજ્ઞાનીઓએ ‘સેલ્ફ-હીલિંગ’ (જાતે જ રુઝાતા) પ્લાસ્ટિક કોટિંગની શોધ કરી છે, જે થોડી સેકન્ડમાં જ ડાઘ અને કાપાઓને દૂર કરે છે.કલીવલેન્ડમાંની કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે એ વિસ્તારમાં ગમે તેટલી વખત નુકસાન થાય તો પણ એ વિસ્તારને દર વખતે પોતાની જાતને રિપેર કરવા સમજાવી શકાય છે. તેઓ અનુસાર આ શોધ ‘મેટલો- સુપ્રામોલેક્યુલર પોલીમર’ એવા વાહનચાલકો માટે આશીર્વાદ બનશે જેઓને વાહન પાર્ક કરવામાં મુશ્કેલી પડે છે. નવા જુતાંનો થોડાક કલાક ઉપયોગ કર્યા બાદ તે ઘસાઈ જતા હોય છે, પરંતુ નવી શોધને લીધે આવું નહીં બને. સંશોધકોએ જણાવ્યું હતું કે હેન્ડબેગ, ફર્નિચર, બારીઓ, લાકડાની ભોંય, પંકચર્ડ ટાયરો અને ચશ્માંને પણ નવા જેવા જ સારા બનાવી શકાશે, જેથી કાપા અને ડાઘાઓ દૂર કરવામાં ગ્રાહકોને થતા ખર્ચા અને હતાશાને નિવારી શકાશે.

તમારી કાર વધેલા ખોરાકમાંથી બનાવાયેલા ઓઇલથી દોડશે

Image
  ફાસ્ટ ફૂડને નવો અર્થ આપતા હોય તેમ વિજ્ઞાનીઓએ પેસ્ટી, ક્રિસ્પ અને અન્ય ફૂડ વેસ્ટમાંથી ઓઇલ કાઢવાની અને તેને ઇકો-ફ્રેન્ડલી બળતણમાં ફેરવવાની રીત શોધી કાઢી છે. બળતણ પૂરું પાડતી બ્રિટિશ કંપની ગ્રીનર્જી ઇન્ટરનેશનલે જાહેરાત કરી છે કે તેણે વધેલા ખોરાકમાંથી કૂકિંગ ઓઇલ કાઢવાની અને તેને ડીઝલ સાથે મિક્સ કરીને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવું બળતણ બનાવવાની નવી ટેક્નોલોજી વિકસાવી છે. વાર્ષિક ૧૦ અબજ લિટર બાયોડીઝલ અને ડીઝલનું ઉત્પાદન કરતી કંપની અનુસાર તેણે વપરાયેલા ખાદ્યતેલને પ્રોસેસ કરવા માટે લિંકનશાયર ખાતેની તેની ઉત્પાદન સુવિધામાં ૫૦ મિલિયન પાઉન્ડનું રોકાણ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે ગ્રીન ફ્યુઅલ ટૂંક સમયમાં બ્રિટનના પેટ્રોલ સ્ટેશનોએ વેચવા માટે તૈયાર હશે. તેણે જણાવ્યું હતું કે તે બ્રોકલ્સબી લિમિટેડ નામની કંપની સાથે કામ કરી રહી છે જેણે વધેલા ખોરાકમાંથી તેલ કાઢવાની પદ્ધતિ વિકસાવી છે. ગ્રીનર્જી પછી તેલને વધુ શુદ્ધ કરે છે અને તેને બાયોડીઝલમાં ફેરવે છે.

આ કાર છે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવનો ઉપાય!

Image
અમેરિકન કાર કંપની જનરલ મોટર્સ ટૂંક સમયમાં ભારતમાં એક નાની ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરવા જઈ રહીં છે. આ કાર મહારાષ્ટ્રના તાલંગાવમાં બનાવામાં આવશે. જનરલ મોટર્સ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એન્ડ એમડી કાર્લ સ્લિમે જણાવ્યુ કે અમે નાની ઇલેક્ટ્રિક કારને જૂનમાં રસ્તા ઉપર ઉતારી દઈંશુ. આ કારને અમેરિકામાં આકાર આપવામાં આવ્યો છે. જીએમ ઇન્ડિયાના બેંગ્લોર પ્લાન્ટમાં આ કારનો આર એન્ડ ડી પ્રસ્તુત કરાયો હતો. આ કારને ભારત અને અમેરિકન એન્જીનિઅરોએ સાથે મળીને ડેવલપ કરી છે. તાલેગાવ પ્લાન્ટમાં આવી 1.4 લાખ કારો તૈયાર થઈ શકે છે જેને વધારીને 3 લાખ પ્રતિ વર્ષ કરી શકાય છે. આ ઇલેક્ટ્રિક કાર એક વખત ચાર્જ કરાવ્યા પછી 100 કિલોમીટર સુધી ચાલી શકે છે. આનાથી પેટ્રોલ ડીઝલની ભારે બચત થશે. પોર્શેની કાર જેવો આકાર ધરાવતી આ કાર નાની હોવાથી શહેરોમાં ડ્રાઇવ કરવામાં પણ ખાસ્સી ઉપયોગી છે

નથી હોતું સ્વર્ગ કે નર્ક, વૈજ્ઞાનિકોનો દાવો

Image
અત્યાર સુધી આ એક કોયડો જ બનેલો હતો કે મૃત્યુ પછી મનુષ્યનો જીવ ક્યા જાય છે. જો કે દુનિયાના સૌથી લોકપ્રિય વૈજ્ઞાનિકો અને વિચારકોમાં સામેલ સ્ટિફન હોકિંગ્સે દાવો કર્યો છે કે સ્વર્ગ અને મૃત્યુ પછીની વાતો માત્ર પરીઓની વાર્તામાં હોય છે. તેમણે પોતાના બહુચર્ચિત પુસ્તક "અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઈમ"માં લખ્યું છે કે જ્યારે માસ્તિષ્ક મરી જાય છે તેના પછી કોઈ અસ્તિત્વ નથી રહેતું. આ સ્વર્ગ અને નર્કની વાર્તાઓ માત્ર મૃત્યુથી ડરતા લોકો માટે ઘડવામાં આવી છે. તે પોતે 21 વર્ષની ઉંમરથી મોટર ન્યૂરોન નામની બીમારીનો શિકાર છે. તેમણે કહ્યું કે "હું પાછલા 50 વર્ષથી હું અકાળ મૃત્યુની શંકા સાથે જીવી રહ્યો છું. મને મૃત્યુથી બીક નથી લાગતી પણ મને મરવાની કોઈ ઉતાવળ પણ નથી." તેમણે કહ્યુ કે હું મગજને કમ્પ્યૂટર માનું છું જે તેના અલગ અલગ વિભાગોના ફેઈલ થઈ જવા પર કામ કરવાનું બંધ કરી દે છે. મગજના ફેઈલ થયા પછી સ્વર્ગ અને મૃત્યુ પછીના જીવનની કોઈ સંભાવના નથી વધતી.

આગળ વધવાની આ રહી અદભૂત પદ્ધતિ...!

સામાન્ય રીતે શરીરને નુકસાન ન પહોંચાડવાનો અહીંસાનો અર્થ સમજી શકાય છે. જ્યારે ધર્મશાસ્ત્રોની દ્રષ્ટિએ અહીંસા શરીરને જ નહીં પણ મન, વિચાર અને વાણીથી પણ થાય છે. આ કારણે જ દુનિયાના બધા ધર્મ દરેક પ્રકારની હિંસાને નકારે છે. માનવીય જીવન માટે અહિંસા એટલી જ અહેમ માનવામાં આવે છે જેટલુ સત્યનું પાલન. આ બાબતમાં વ્યાવહારિક દ્રષ્ટિએ ખાસ કરીને આજની યુવાપેઢીની વાત કરીએ તો એમાં સફળતા માટે જોશ અને ઉત્સાહ જોવા મળે છે, જે તેને કામયાબ પણ બનાવે છે. પરંતુ અનેક યુવાવાણી, વિચાર કે વ્યવહારમાં આક્રમકતા અર્થાત્ હિંસાને પણ સફળતાનું સૂત્ર માને છે. જ્યારે એવા રસ્તા અપનાવવો જીવન માટે ઘાતક પણ હોઈ શકે છે. યુવાઓમાં હિંસાનો આ ભાવ મોટાભાગે ત્યારે જ સામે આવે છે, જ્યારે કંઈક જલદી મેળવવાની ઈચ્છા હોય, અસફળ થઈ જઈએ કે સંયમ ખોઈ દઈએ. તેનાથી બચવા માટે જ સચોટ ઉપાય ધર્મમાં અહિંસાને બતાવવામાં આવ્યું છે. અહિંસા જીવનમાં પ્રગતિ માટે ગમે તે રીતે ફાયદેમંદ સાબિત થઈ શકે છે. જાણો... -અહિંસાની વાત કરનાર મોટાભાગે ડરપોક કે ભીરૂ માનવામાં આવે છે. વાસ્તવમાં અહિંસા તમને નિર્ભય કરી શકે છે. કારણ કે તે બદલાનો ભાવ પેદા થવા દેતી નથી. -પરિવારમાં બોલ, વ

આ રીતે ભૂલાવી દો દર્દભરી યાદોને ! પછી માણો જીવન

Image
  પીડાદાયક સ્મૃતિઓ(યાદ)ને ભૂલાવી દેવી જ બુદ્ધિમાની છે અને સારી વાતોને યાદ રાખવી સમજદારી છે, પરંતુ આ સારી વાતો સાચા સમયે આચરણમાં ન ઊતારવામાં આવે તો આ બોઝ બની જાય છે. કેટલીક ઘટનાઓ જીવનમાં એવી હોય છે તેને જો ન ભૂલાવવામાં આવે તો માનસિક પરિતાપમાં આપણને પટકી દે છે. એક ઘટના પછી અનેક વિપરિત ઘટનાઓને જન્મ આપનારી હોય છે. એટલે અપ્રિય પ્રસંગોને તત્કાલ વિસ્મૃત કરો. તેને યાદ રાખવાનું નામ છે ચિંતા. ચિંતા કરનાર આદમી કેટલોક સમય અવસાદમાં ચોક્કસપણે ડૂબી જાય છે. પ્રિય અને સારી સ્થિતિઓ સદ્ઉપયોગ માટે હોય છે. પોતાના શુભ કર્મોને એક જગ્યાએ પોતાની સ્મૃતિમાં સ્ટોકની જેમ જ રાખવા જોઈએ અને તેનો ઉપયોગ ભવિષ્યમાં કરતા રહેવું જોઈએ. ચાર રીતે પોતાના શુભ કર્મોને બીજાની પ્રત્યે ઉપયોગ કરો. પહેલો, પોતાના કરતા નાની ઉંમરના લોકોને પોતાના શુભ કામ જોડો, તેનાથી સ્નેહ વધશે. પોતાની સમાન વ્યક્તિ જેમ કે-દોસ્ત, પતિ-પત્નીથી શુભ કામ સાથે જોડાઈને પ્રેમનું રૂપ લઈ લે છે. ત્રીજો પ્રકાર છે પોતાની સાથે મોટા લોકો અર્થાત્ માતા-પિતા, ગુરુ, સમાજના વૃદ્ધજન તેની પ્રત્યે જોડાયેલ શુભકર્મ શ્રદ્ધાનું રૂપ લઈ લે છે. જેવું આપણુ શુભકામ ચોથા ચરણમા

જાગે ગુજરાતીઓ...નાગચૂડ લઈ રહી છે 'તમાકુ'

Image
  તાજેતરમાં બહાર આવેલાં અહેવાલો પ્રમાણે, દેશના લગભગ 80 ટકા પુરૂષો અને ચાલીસ ટકા મહિલાઓ અલગ-અલગ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. ભારત ભરમાં દર વર્ષે લગભગ પચાસ લાખ બાળકો તમાકુના વ્યસની બને છે. તમાકુ અને તેના અન્ય ઉત્પાદનોમાં ગુજરાત અગ્રેસર છે. ત્યારે તમાકુના સેવનમાં પણ ગુજરાત સૌથી આગળ છે. -જાગે ગુજરાતીઓ...નાગચૂડ લઈ રહી છે 'તમાકુ' -તમાકુના સેવનમાં ગુજરાત દેશભરમાં આગળ -'પેસિવ સ્મોકિંગ'નો ભોગ બને છે બાળકો ગુજરાત ચેસ્ટ ફિઝિશિયનના વડા ડૉ. નરેન્દ્ર રાવલના કહેવા પ્રમાણે, ''મોટી સંખ્યામાં ગુજરાતનું યુવાધન છિંકણી અને ધૂમાડો નહીં કરતા તમાકુના ઉત્પાદનોનું સેવન કરે છે. જેના કારણે મોં અને ગળાના કેન્સરના કિસ્સા રાજ્યમાં વધી રહ્યાં છે. ગુજરાતના બાળકો મોટા પાયા પર 'પેસિવ સ્મોકિંગ'ના પણ શિકાર બને છે. ગુજરાતમાં ટીનેજરો બીડી, સિગાર, છિંકણી અને ગુટખાનું સેવન કરવા માટે આકર્ષાઈ રહ્યાં છે.'' ટીનએજરો અને તેમના વાલીઓમાં તમાકુના નુકશાન અંગે માહિતી આપવા માટે તબીબો એક થયા છે અન આ માટે આંતરરાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસે અમદાવદ મેડિકલ એસોસિએશન ખાતેથી એક રેલીનું પણ આયોજન કરવામા

80ના દાયકાનો સુપરહિટ સ્ટાર પાગલખાનામાંથી મળ્યો!

Image
  80ના દાયકામાં આ કલાકારે ઘણી જ સુપરડુપર હિટ ફિલ્મો આપી હતી - રાજ કિરણની માનસિક હાલત ઠીક નથી બની શકે કે, નવી પેઢીના લોક રાજ કિરણને ઓળખતા પણ ના હોય પરંતુ ફિલ્મ અર્થમાં શબાના આઝમી અને રાજ કિરણ પર દર્શાવવામાં આવેલું ગીત તુમ ઈતના જો મુસ્કુરા રહે હો....લોકોએ ગાયું તો હશે જ. રાજ કિરણનો 80ના દાયકા પછી કોઈ પત્તો નહોતો. તેના મિત્ર રીષિ કપૂરને અંતે રાજ કિરણને શોધી કાઢવામાં સફળતા મળી છે. રાજ કિરણે રીષિ કપૂરની સુપરહિટ ફિલ્મ કર્ઝમાં પૂર્વ જન્મની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં રાજ કિરણના મોતની અફવા ચાલી રહી હતી પંરતુ રાજ કિરણના મિત્ર રીષિ કપૂર અને દિપ્તી નવલને આ વાત પર વિશ્વાસ નહોતો. દિપ્તી નવલે થોડા સમય પહેલાં ફેસબુક પર પોતાના મિત્ર રા કિરણને શોધી કાઢવા અંગેની વાત પોસ્ટ કરી હતી. અંતે રીષિ કપૂરે રાજ કિરણને શોધી કાઢ્યો છે. એક ફિલ્મના શુટિંગ અર્થે અમેરિકા ગયેલો રીષિ રાજ કિરણને એટલાન્ટની એક મેન્ટ હોસ્પિટલમાં મળે છે. ત્યારબાદ રીષિએ રાજ કિરણના ભાઈ ગોવિંદ મેહતાનીને પણ મળે છે. તેઓએ રીષિને કહ્યું હતું કે, રાજ કિરણની માનસિક હાલત ઠીક ના હોવાથી તે છેલ્લાં બે દાયકાથી એટલાન્ટાની હોસ્પિટલમાં

ગુજરાતના બાળકોનો જીવ લઇ રહ્યો છે ભેળસેળયુક્ત ખોરાક

Image
- સગર્ભાઓને નડી રહી છે સમસ્યા - સ્વાદુપિંડને લગતા કેન્સરના વધેલા કિસ્સા - બિનઆરોગ્યપ્રદ ખોરાકથી આરોગ્યને લગતી મુશ્કેલીઓ નડે છે લોકોને ગુજરાતમાં તાજેતરના સમયમાં ડાયરિયાને કારણે મૃત્યુ પામાનારા પાંચ વર્ષથી નીચેની વયના બાળકોના થયેલા મૃત્યુ માટે ભેળસેળયુક્ત આહાર મુખ્ય કારણ હોઇ શકે છે તેમ આ ક્ષેત્રના નિષ્ણાતો માની રહ્યા છે. આ અંગે જાણકારોના જણાવ્યા અનુસાર મોટાભાગે સગર્ભાઓ રોડ પર ખુલ્લામાં મળનારા ખાદ્ય પદાર્થો આરોગતી હોવાથી તેની અસર ગર્ભમાં રહેલા શિશુને પણ પહોંચે છે. બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે અનેક નવજાત શિશુઓ જન્મજાત રોગ કે ઇન્ફેકશન સાથે જન્મે છે. તાજેતરમાં વર્લ્ડ ડાઇજેસ્ટિવ હેલ્થ ડેની ઉજવણી દરમિયાન આ ક્ષેત્રના જાણકારોએ મત વ્યક્ત કર્યો હતો કે તાજેતકના દાયકામાં એવું જોવા મળ્યું છે કે ભેળસેળયુક્ત આહારને કારણે સગર્ભા મહિલાને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી જેની અસર ગર્ભસ્થ શિશુને પણ થાય છે. તાજેતરના સમયમાં ગુજરાતમાં પાચનને લઇને વધેલા ઇન્ફેકશન તથા સ્વાદુપિંડને લગતા કેન્સરના વધેલા કિસ્સા દર્શાવે છે કે રાજ્યમાં બિનઆરોગ્યપ્રદ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ વધ્યું છે. આ પ્રસંગે ગુ

પેટ્રોલ-ડિઝલ બચાવવાની 10 ટિપ્સ

Image
આજકાલ પ્રેટોલ-ડિઝલના ભાવ નાના બાળકની જેમ દિવસે ન વધે તેટલા રાત્રે અને રાત્રે ન વધે તેટલા દિવસે વધી રહ્યા છે. વાહનોનો ઉપયોગ સિમિત કરી દેવાથી ઈંધણની બચત થાય છે પણ જરૂર પડ્યે તો વાહન વાપરવું જ પડે છે અને ઈંધણ પણ વપરાય છે. તો તેની બચત કરવા આટલું કરો. - મેઈનટેનન્સ માટેના સૂચનોનો અમલ કરો: તમારા વાહનનું યોગ્ય મેઈનટેનન્સ અને સમજદારી પૂર્વકનો વપરાશ તેનું ઈંધણ બચાવશે અને કસમયનો ઘસારો પણ નહીં લાગે. - ટાયરની હવા નિયમિત રીતે ચેક કરો: ટાયર ઈન્ફ્લેશન દર બે અઠવાડિયે નહીં તો અઠવાડિયામાં એક વાર જરૂર ચેક કરો. - એર ફિલ્ટને ચેક કરતા રહો: ગંદકીભર્યુ એર ફિલ્ટર એન્જિનમાં હવાની અવરજવરમાં અવરોધ ઊભો કરે છે, જેના કારણે વાહનના પરફોર્મન્સ અને ઈંધણના વપરાશ પર અસર પડે છે. - એન્જિનને અમસ્તુ જ ચાલું ન રાખો: એકવાર એન્જિન બરાબર ચાલતું હોય તો ડ્રાઈવ કરવાનું શરૂ કરો પણ હળવેકથી. જો તમારે લાંબો સમય રાહ જોવાની હોય અને તમે ટ્રાફિકમાં અટવાયેલા ન હોવ તો એન્જિન બંધ કરી વાહન ચલાવવાનું હોય ત્યારે જ ફરીથી એન્જિન ચાલું કરો. - બિનજરૂરી સ્પિડિંગ અને બ્રેક મારવાનું ટાળો: એકધારી ગતિ જાળવી રાખો અને અન્ય વાહનોથી બને તેટલું દૂર ડ

વિકાસને વાચા આપનાર ગુજરાત ઇન્ટરનેટ ક્ષેત્રે ટૉપ-10માં

Image
  અમદાવાદ . ગુજરાતનો વિકાસ દર ભારતમાં સૌથી વધારે છે, અને હવે ગુજરાત ઇન્ટરનેટ ક્ષેત્રમાં પમ સૌથી આગળ વધી રહ્યું છે. - ભારતમાં ઇન્ટરનેટ યૂઝરોની ડિમાન્ડ દિવસે-દિવસે વધતી જઈ રહીં છે - એક જ વર્ષમાં ગુજરાતમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબરોની સંખ્યામાં 40 ટકાનો વધારો - 9 સુધીમાં ગુજરાત ઇન્ટરનેટ સબસ્ક્રાઇબરોની સંખ્યા 7.54 લાખ હતી - આ રાજ્યની ઝડપ ભારતના અન્ય રાજ્યો કરતા વધારે ઝડપી છે ભારતમાં ઇન્ટરનેટ યૂઝરોની ડિમાન્ડ દિવસે-દિવસે વધતી જઈ રહીં છે. પાછલા એક જ વર્ષમાં ગુજરાતમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબરોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. તેની સાથે જ ગુજરાત ઇન્ટરનેટ યૂઝર્સની બાબતે ભારતનો સાતમાં નંબરનું મોટુ રાજ્ય બની ગયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2009 સુધીમાં ગુજરાત ઇન્ટરનેટ સબસ્ક્રાઇબરોની સંખ્યા 7.54 લાખ હતી જે હવે વધીને ડિસેમ્બર 2010 સુધીમાં 10.53 લાખ થવા પામી છે. ટ્રાઇએ પોતાના નિવેદનમાં કહ્યું કે ઇન્ટરનેટ સબસ્ક્રાઇબરોની સંખ્યા ગુજરાતમાં પણ ખાસ્સી ઝડપે વધી રહીં છે. આ રાજ્યની ઝડપ ભારતના અન્ય રાજ્યો કરતા વધારે ઝડપી છે.

ગાજરનું અથાણું

Image
ગાજરનું અથાણું સામગ્રી: 5 ગાજર - ૫ નંગ 1 1/5 ટીસ્પૂન મીઠું - દોઢ ચમચી 1 1/5 ટીસ્પૂન રાઇના કુરિયા - દોઢ ચમચી 1 ટીસ્પૂન મરચું - ૧ ચમચી 1/2 ટીસ્પૂન હળદર - અડધી ચમચી 1 ચપટી હિંગ - ચપટી 1 ટેબલસ્પૂન લીંબુનો રસ - ૧ ચમચો 1 ટેબલસ્પૂન સરસિયું - ૧ ચમચો રીત: - ગાજરને સારી રીતે છોલીને તેના બે ઇંચ લંબાઇ ધરાવતા ટુકડા કરો. - તેને ધોઇને સ્વચ્છ ટુવાલમાં લપેટી લો જેથી બધું પાણી શોષાઇ જાય. - અથાણાં માટેની બધી સામગ્રી અને ગાજરને બરાબર મિકસ કરીને કાચની બરણીમાં ભરી લો. - તેને એક દિવસ તાપમાં મૂકી દો. - બીજા દિવસે તે ખાવા માટે તૈયાર થઇ જશે. - આ અથાણું ફ્રીજમાં લગભગ બે અઠવાડિયાં સુધી સારું રહે છે. નોંધ : તમે ઇચ્છો તો આ અથાણાંમાં લીલાં મરચાંની ચીરીઓ પણ નાખી શકો છો.

ગ્રીનકાર્ડ મળ્યા પછી અમેરિકામાં કેટલો સમય રહેવું પડે?

Image
સવાલ: મારી પુત્રીના પાસપોર્ટની તારીખ પૂરી થાય તેના છ માસ અગાઉ તેને લઇને ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા આવું તો પાસપોર્ટ રિન્યૂ કરાવવો પડે?-‘જિતેન્દ્ર પટેલ, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા જવાબ: તમે જણાવ્યું નથી કે તમારું ઓસ્ટ્રેલિયામાં શું સ્ટેટસ છે. સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયામાં આવેલી ઇન્ડિયન કોન્સ્યુલેટની ઓફિસમાં પાસપોર્ટ રિન્યૂ કરાવવો સહેલો અને ઉચિત છે કારણ કે ઇન્ડિયાની પાસપોર્ટ ઓફિસમાં NRI ને તુમારશાહીને લીધે ઘણી પરેશાની થવા છતાં અનેક વાંધા કાઢી તમને અમુક ચોક્કસ કારણોસર હેરાન કરશે. નિયમ પ્રમાણે જો તમે ઓસ્ટ્રેલિયાના સિટિઝન હશો તો ટ્રાવેલિંગની તારીખે પાસપોર્ટની વેલિડિટી છ માસની નહીં હોય તો અને જો ત્રણ ચાર માસથી વધુ ઇન્ડિયામાં રહેશો તો પાછા જવામાં પણ તકલીફ વેઠવી પડશે. તેના કરતા પાસપોર્ટ ત્યાં જ રિન્યૂ કરાવી ટ્રાવેલ કરવાથી ચિંતામુક્ત અને કોઇ ટેન્શન વગર ભારતમાં રહી શકશો. સવાલ: હું સ્ટુડન્ટ વિઝા ઉપર ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરું છું. સેમિસ્ટર બ્રેકમાં કેનેડાનો વિઝિટર વિઝા મને અહીંથી જ મળે?-‘હર્ષ દેસાઇ, ઓકલેન્ડ- ન્યુઝીલેન્ડ જવાબ: જનરલ રૂલ પ્રમાણે તમે જે કન્ટ્રીના સિટિઝન હો તે જ કન્ટ્રીમાંથી એપ્લાય

કાર ડોર ગાયબ કરતી ટેક્નોલોજી

Image
દુનિયાની સૌપ્રથમ કાર રસ્તા પર દોડતી થઈ ત્યારથી માંડીને આજની હાઈટેક સેડાન સુધી એન્જિનથી માંડીને કારના દરેક ભાગમાં રૂપાંતર થયું છે પણ કાર ડોર ટેક્નોલોજી જેમની તેમ જ રહી છે. તમામ કારના દરવાજાઓમાં બે મિજાગરા, એક લોક અને દરવાજો હંમેશા બહારની તરફ જ ખૂલે છે. જો કે ડિઝાઈનમાં કશું ખોટું નથી અને એટલે જ કદાચ આટલા લાંબા સમયથી કારના દરવાજા આ રીતે જ બનતા આવ્યા છે. પરંતુ નવા કાર ડિઝાઈનરો કારના એક પણ ભાગને કોરો મૂકવા માંગતા નથી. અને આમ જૂઓ તો વાત પણ સાચી જ છે કારણ કે જો સુધારો કરવાની શક્યતા જણાતી હોય તો શા માટે તેમાં પણ ફેરફાર ન કરવો જોઈએ? ડિસઅપિઅરિંગ કાર ટેક્નોલોજી અર્થાત કારના દરવાજા ગાયબ કરી નાંખતી આ ટેક્નોલોજીમાં કારના દરવાજા બહાર ખુલવાને બદલે કારની અંદર જ આવેલા એક પોકેટમાં ઊતરી જાય છે. આ ટેક્નોલોજી કેલિફોર્નિયાની જાટેક કંપનીએ ડિઝાઈન કર્યા છે. આ ડિઝાઈન નિશંકાપણે એકવીસમી સદીની છે અને રિમોટથી ચાલે છે. એટલું જ નહીં પણ એમાં એકપણ મિજાગરાનો ઉપયોગ નથી. આ નવા પ્રકારના દરવાજા એવી રીતે બનાવવામાં આવ્યા છે કે આંચકા સામે ટકી રહેવા માટે વધુ સક્ષમ છે. આ દરવાજામાં એવા સેન્સર લગાડવામાં આવ્યા છે કે જેને કારણે

આ દેશોની પાસે છે સોનાનો વિશાળ ભંડાર

Image
  - અમેરિકા પાસે સૌથી વધુ સોનાનો ભંડાર - સોનાના ભંડારના મામલામાં ચીન દુનિયામાં પાંચમા નંબર પર - ભારતની વાત કરીએ તો ભારતની પાસ કુલ 557.7 ટન સોનું છે, જે આ યાદીમાં દસમા નંબર પર સોનું હંમેશાથી જ મોંઘવારી સામે લડવાનું અચૂક એક હથિયાર રહ્યું છે સાથો સાથ આ પીળી ધાતુએ હંમેશાથી લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા. અમે તમને બતાવીએ કે દુનિયામાં કયાં દેશોની પાસે સોનાનો સૌથી વધુ ભંડાર છે તેમાં સૌથી પહેલું નામ છે- અમેરિકા - અમેરિકાની પાસે સોનાનો કુલ 8,133.5 ટન સોનું રિઝર્વ છે. જે અમેરિકાના કુલ ફોરેક્સ રિઝર્વનો 74.8% છે. જર્મની - યુરોપિયન દેશ જર્મની સોનાના રિઝર્વના મામલામાં દુનિયામાં બીજા નંબર પર છે. જર્મનીની પાસે કુલ 3401 ટન સોનાનો ભંડાર છે. જે જર્મનીના કુલ વિદેશી મુદ્રા ભંડારના 70.8% છે. આ સોનું જર્મનીની સેન્ટ્રલ બેન્ક અને ડ્યુશ બેન્ડસબેન્કમાં રાખવામાં આવ્યું છે. ઇટલી - આ યુરોપિયન દેશની પાસે કુલ 2451.8 ટન સોનાનો ભંડાર છે. આ દેશના કુલ મુદ્રા ભંડારના 69% છે. ફ્રાન્સ - ફ્રાન્સની પાસે કુલ 2435.4 ટન સોનું છે. જે દેશના કુલ વિદેશી મુદ્રા ભંડારના 65.9% છે. ચીન - સોનાના ભંડારના મામલામાં ચીન દુ

NIDની આ શોધ અમદાવાદીઓની આદત બદલી નાખશે!

Image
- અમદાવાદીઓ હવે રિક્ષાવાળાઓ સાથે ભાડાં અંગેની દલીલ નહીં કરી શકે - રીક્ષાવાળા પણ આ શોધ પછી મુસાફરોને છેતરી નહીં શકે - જીપીએસ આધારિત આ સાધન મુસાફર અને રિક્ષાચાલકોને ઉપયોગી સાબિત થશે અમદાવાદસ્થિત વિશ્વસ્તરની એકમાત્ર સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ની એક છાત્રાએ કરેલી શોધને કારણે અમદાવાદીઓની એક આદત સમૂળગી બદલાઇ શકે તેમ છે. NIDની છાત્રા પલક ગુપ્તાએ જીપીએસ આધારિત એવું સાધન બનાવ્યું છે કે જે સ્થળનું અંતર બતાવવાની સાથે ત્યાં સુધીનું ભાડું પણ દર્શાવી શકે તેમ છે. પલકે આ સાધન અમદાવાદના રિક્ષાચાલકોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે. મોટાભાગે અમદાવાદીઓ અને અમદાવાદમાં આવનારા બહારના લોકોને રિક્ષાચાલકોનો યાદગાર અનુભવ થાય છે. તેમાં પણ અમદાવાદીઓ અને રિક્ષાચાલક વચ્ચે ભાડાં બાબતે થતી તકરાર એ સામાન્ય બાબત બની ગઇ છે. કેટલાક શહેરજનોને તો રિક્ષાભાડાં અંગે દલીલ કરીને જ ભાડું આપવું ગમે છે. જો પલક ગુપ્તાએ તૈયાર કરેલું રિક્ષાભાડું બતાવતું આ સાધન રિક્ષામાં ફિટ કરી દેવામાં આવે તો જે સ્થળે જવું હોય તે સ્થળનું અંતર અને ભાડું પણ તે દર્શાવી છે. આ સાધનના ઉપયોગને કારણે રિક્ષાચાલકો મુસાફરો પાસેથી વધુ ભાડું તો

તિબ્બતમાં ખૂલી અનોખી ફાઇવ સ્ટાર હોટલ

Image
આ પગલુ પર્યટકોને આકર્ષવા માટે ઉઠાવવામાં આવ્યું છે તિબેટમાં વર્ષ 2015 સુધી પ્રતિ વર્ષ 1.5 કરોડ પર્યટકો આવવાની સંભાવના છે તિબેટની રાજધાની લ્હાસામાં પહેલી ફાઇવસ્ટાર હોટલને શનિવારે જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ પગલુ પર્યટકોને આકર્ષવા માટે ઉઠાવવામાં આવ્યું છે. હોટલના રોકાણકાર ગુઓ યાને જણાવ્યું છે કે સેન્ટ રેજિસ હોટલને શનિવારે ખોલવામાં આવી છે. તિબેટના પર્યટન બ્યુરોના ઉપ પ્રમુખ વાંગ સોંગપિંગે જણાવ્યુ હતું કે બે અન્ય હોટલો ધ શાંગ્રીલા અને ધ ઈન્ટરકોન્ટિનેન્ટલ આ વર્ષના અંત સુધીમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. વાંગે જણાવ્યુ હતું કે વર્ષ 2015 સુધી આ ક્ષેત્રમાં ફાઇવસ્ટાર હોટલો ખોલવામાં આવશે. વાંગે ઉમેર્યુ હતું કે તિબ્બતમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે, પણ અહીંયા સુવિધાઓનો અભાવ છે. પર્યટનને વૃદ્ધિ આપવા માટે ઈન્ટરનેશનલ સ્તરની હોટલોને આ ક્ષેત્રમાં ખોલવામાં આવી રહી છે. તિબેટમાં વર્ષ 2015 સુધી પ્રતિ વર્ષ 1.5 કરોડ પર્યટકો આવવાની સંભાવના છે, જેનાથી 2.7 અબજ ડોલરની આવક પ્રાપ્ત થાય તેવી આશા છે.

આ છે દુનિયાની સૌથી નાની વેબ ડિઝાઇનર સીઈઓ

Image
શ્રીલક્ષ્મી નેશનલ ચાઇલ્ડ એવોર્ડથી પણ નવાજાઈ ચૂકી છે તેણે સાબિત કરી આપ્યુ છે કે ઉપલબ્ધિને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી હોતી 13 વર્ષની ઉંમરે બાળકો રેતીના ઘર બનાવીને રમતા હોય છે, જ્યારે આ જ ઉંમરની શ્રીલક્ષ્મી સુરેશે વેબડિઝાઇનિંગનું પોતાનુ ઉદ્યમ ઊભુ કરી લીધુ છે. આ રીતે કોઝિકોડની એક સ્કૂલની વિદ્યાર્થીની શ્રીલક્ષ્મી સૌથી નાની ઉંમરની ડિઝાઇનર સીઇઓ બની ગઈ છે. ઉપલબ્ધિને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી હોતી, તે સાબિત કરી આપનારી શ્રીલક્ષ્મીને નેશનલ ચાઇલ્ડ એવોર્ડથી પણ નવાજાઈ ચૂકી છે. તે અત્યાર સુધી 50 કરતા વધારે વેબસાઇટ્સ ડિઝાઇન કરી ચૂકી છે, જેમાં બાર કાઉન્સિલ ઓફ કેરલા ઓર લાઇનેસની ડિસ્ટ્રિક્ટ શાખાની વેબસાઇટ પણ છે. શ્રીલક્ષ્મી એન્જીનિયરિંગના સ્ટુડન્ટ્સને આઈડિયા પણ આપે છે. એસોસિએશન ઓફ અમેરિકન વેબમાસ્ટર્સના સભ્યોમાં તે 18 વર્ષથી ઓછી ઉંમરની એકમાત્ર સભ્ય છે. શ્રીલક્ષ્મીના પિતા એડ્વોકેટ સુરેશ મેનન કહે છે કે તેઓને કોમ્પ્યુટર ઓપરેટ કરતા પણ નથી ફાવતુ અને તેમની દીકરી પહેલેથી જ એમએસ ઓફિસ અને ઓનલાઇન વીડિયોગેમમાં વ્યસ્ત રહેતી હતી.  

ગુજરાતમાં 4.3 ટકા કન્યાઓ પણ તમાકુની બંધાણી

Image
- ગુજરાતમાં શાળાના 29.3 ટકા વિદ્યાર્થીઓને તમારુની લત - રાજ્યમાં વ્યસનીઓની સંખ્યા વધી રહી છે - ગુજરાતમાં અંદાજે 110 વ્યક્તિ વ્યસનને કારણે મોતને ભેટે છે આવતીકાલે જ્યારે સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાશે ત્યારે ગુજરાતમાં તમાકુના વ્યસનીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આંકડાકીય માહિતી અનુસાર ગુજરાતમાં બાળકોમાં તમાકુનું વ્યસન વધી રહ્યું છે. ગુજરાતમાં 4.3 ટકા કન્યાઓ પણ તમાકુની બંધાણી છે. આ અંગે મળતી માહિતી અનુસાર દેશમાં તમાકુના સેવનથી થતાં વિવિધ રોગને કારણે દરરોજ સરેરાશ 2200 લોકો મૃત્યુ પામે છે જ્યારે ગુજરાતમાં આ સંખ્યા 110 વ્યક્તિઓની છે. તાજેતરમાં કરાયેલા એક સર્વેક્ષણ અનુસાર રાજ્યની વિવિધ શાળામાં અભ્યાસ કરનારા 29.3 ટકા વિદ્યાર્થીઓને તમાકુની લત લાગી છે. જ્યારે 4.3 ટકા વિદ્યાર્થિનીઓને પણ તમાકુની વિવિધ બનાવટોનું સેવન કરવાની આદત પડી છે. આ ઉપરાંત 46.2 ટકા પુરુષો અને 11.3 ટકા મહિલાઓ તમાકુનું સેવન કરે છે. આ અંગે ગુજરાતના આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લોકોમાં તમાકુથી થતાં નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રોજેક્ટ અમલમાં મુકવામા

પરણ્યા પહેલા, પરણ્યા પછી .....

અભિયાન વાર્ષિક અંક તા. ૨૧-૦૫-૨૦૧૧  બાધા આખડી કરીને જન્મેલ છોકરું પહેલી વાર પપ્પા કે મમ્મા બોલે તો ઘરમાં ઉજવણીઓ થતી જોવા મળે છે. એ અલગ વાત છે કે પછી વરસ બે વરસમાં એ ઉજવણી કરનાર લોકો જ ‘ ચૂપ રહીશ થોડી વાર ’ , એવી ખીજાઈ ને બોલતા જોવા મળે છે. પહેલા લોકો ક્રિકેટની ટેસ્ટમેચની કોમેન્ટરી સાંભળવા પાંચ દિવસ વજનદાર ટ્રાન્ઝીસ્ટર રેડિયો સાઈકલ પર ભરાવીને ફરતાં હતાં, પણ હવે તો એટલી બધી મેચ રમાય છે કે ખુદ ભારતીય ટીમનો કેપ્ટન વર્લ્ડ કપની શરૂઆત પહેલા થાકી ગયાં હોવાના નિવેદનો કરે છે. તો પછી પ્રજાને આ મેચનો ઉન્માદ કેટલો હોય ? ‘ નવું નવ દા’ડા ’ કહેવત જાણનાર નવ દિવસ સુધી તો કમસેકમ ઘટના, વ્યક્તિ કે વસ્તુનો રોમાંચ અનુભવે છે. અને પહેલી વાર કશું કરવાનો તો જાણે નશો હોય. પ્રથમ સ્પર્શ, પ્રથમ ચુંબન, કે પછી એ પ્રથમ લગ્ન કેમ ના હોય. એટલે જ તો પહેલા લગ્નમાં તો મા-બાપ હરખ પદુડા થઈ કન્યા તો ઠીક વેવાઈપક્ષનાં ગુણગાન ગાતાં ફરતાં હોય. સામે વાળી પાર્ટીનો ઉલીયા બનાવવાની ગૃહઉદ્યોગ હોય તો કહે કે, ‘ એમને સ્ટેઈનલેસ સ્ટીલનો બિઝનેસ છે ’ , ‘ રિંકીના કાકા-સસરા પોલીટીક્સમાં બહુ આગળ છે ’ , પણ જે બેકાર કાકાજી માટે આવું કહેતા

ઓસ્ટ્રેલિયામાં કોઈ યુવતી સ્લિમ નહીં રહે!

Image
ઓસ્ટ્રેલિયા આ વર્ષે ફાસ્ટ ફૂ઼ડ ટેક અવે પર 37 બિલિયન ડોલર ખર્ચ કરે તેવી અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી વધુ ફાસ્ટ ફૂડ પર ખર્ચ કરતો 11મો દેશ છે. ગ્લોબલ રિસર્ચ કંપની યુરોમોનિટર અને ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સએ સાથે મળીને કરેલા સંશોધનના તારણો જાહેર કરાયા હતા જે અનુસાર 2007/08માં દર ચારમાંથી એક ઓસ્ટ્રેલિયન જે 18 વર્ષથી ઉપરનો હતો તે મેદસ્વી હતો. હાલમાં ઓસ્ટ્રેલિયામાં 1250 કરતા વધારે સબવે, 845 ડોમિનોસ, 780 મેકડોનાલ્ડ્સ, 300 હન્ગ્રી જેક્સ અને 600 કેએફસી છે. જે ઓસ્ટ્રેલિયન લોકોની મેદસ્વીતામાં વધારો કરવામાં મદદ કરી રહ્યા છે. 2008ના વિક્ટોરિયન ગર્વમેન્ટ અહેવાલ અનુસાર આ ટ્રેન્ડને જોતા લાગે છે કે 2025 સુધીમાં 20 વર્ષના કે તેથી વધુના 83 ટકા ઓસ્ટ્રેલિયન પુરુષો અને 75 ટકા સ્ત્રીઓ મેદસ્વી કે વધારે વજન ધરાવતા હશે. ઓસ્ટ્રેલિયન લોકોએ તાજા શાકભાજી અને ફળોના સેવન પર ભાર મૂકવો જોઈએ. ખાસ કરીને સંતુલિત આહારની સાથે હેલ્થી લાઈફસ્ટાઈલ બહુ જ જરૂરી છે. નહીં તો બહુ જ ટૂંક સમયમાં અહીંના લોકોની હાલત ખરાબ થઈ શકે છે.

ઝડપથી પતિ પ્રાપ્ત કરવાનો, આ રહ્યો દેવી મંત્ર !!

Image
જો કન્યા સુયોગ્ય હોય, ગુણવાન હોય, સુંદર હોય અર્થાત્ સર્વગુણ સંપન્ન હોય અને તેમ છતાં કન્યાના લગ્નમાં ઘણી પરેશાનીઓ આવી રહી છે તો સ્વાભાવિક છે કે માતા-પિતા અને યુવતી માટે ચિંતાનો વિષય હોય. એવી વખતે એક સટિક ઉપાય કરી શકાય. જેનાથી ઝડપથી તમારી ચિંતાઓ દૂર થઈ જશે અને કન્યાના લગ્ન ઝડપથી થઈ જશે. -નીચે આપેલ યંત્રને કન્યા દ્વારા (રજસ્વલાના-માસિકના 7 દિવસ છોડી) સફેદ કાગળ ઉપર પૂર્વ દિશા તરફ મુખ કરી લાલ શાહીથી 41 દિવસ સુધી લખો. -દરરોજ યંત્ર બનાવ્યા પછી તેને 41 વાર રિપિટ કરો. આ સચોટ પ્રયોગ છે, તેનાથી ઝડપથી કન્યાના લગ્ન થઈ જશે. યંત્ર બનાવવાનો નિયમઃ- -યંત્રની પ્રત્યે મનમાં કોઈ શંકા-કુશંકા મનમાં ન લાવવો, પૂરી શ્રદ્ધા અને ભક્તિની સાથે પ્રયોગ કરો. શ્રદ્ધા તૂટી જાય તો યંત્ર કારગર નહીં થાય. -યંત્ર શુભ મૂહુર્તમાં જ લખો. -આ યંત્ર માતા જગદંબાનું સ્મરણ કરતા-કરતા લખો કારણ કે આ યંત્ર દેવી માતાનો જ યંત્ર છે. -યંત્ર સવારે 8 વાગ્યાથી 12 વાગ્યના વચ્ચે બનાવો. -યંત્ર બનાવતા પહેલા સ્નાન ઇત્યાદિ કામ પૂર્ણ કરી શુદ્ધ થઈ ને સ્વચ્છ કપડાં ધારણ કરો. -દરરોજ એક યંત્ર બનાવો અને દર શુક્રવારે આખા અઠવાડિયાના બ

નરેન્દ્ર મોદી, ટાટા પછી હવે મારૂતિને ખેંચી લાવ્યા ગુજરાત

Image
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સ્વપ્નાનું રાજ્ય બનાવામાં તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જેના સ્વરૂપે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અગાઉ બંગાળથી ટાટાને આમંત્રિત કરીને ગુજરાતના સાણંદમાં લઈ આવ્યા જ્યાં આજે વિશ્વની સૌથી નાની અને સસ્તી કૉમર્શિયલ કાર નેનોનું ઉત્પાદન થઈ રહ્યું છે, અને હવે તેઓ ભારતની સૌથી મોટી કાર કંપની મારૂતિને પણ ગુજરાતમાં લાવી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ સાણંદ પાસે જ 500 એકર જમીન મારૂતિ સુઝુકીને માટે ફાળવી આપી છે. આ જમીન ઉપર કંપની તેની કારોનું નિર્માણ કરશે અને અહીંયા વર્ષ 2015 સુધીમાં કારોનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવાશે. આ પ્લાન્ટની ક્ષમતા 3 લાખ કારોનું ઉત્પાદન કરવાની છે. - મારૂતિ હરિયાણાથી બહાર ક્યાંક અન્ય સ્થળે પોતાની કારોનું ઉત્પાદન કરવા માંગતી હતી - મારૂતિની નિકાસ વધતી જઈ રહીં છે માટે કંપની પોર્ટ ધરાવતા સ્થળને શોધી રહીં હતી - નરેન્દ્ર મોદીએ સાણંદ પાસે જ 500 એકર જમીન મારૂતિ સુઝુકીને માટે ફાળવી આપી છે - ગુજરાતના ઘણા પોર્ટ કંપનીને તેના એક્સપોર્ટ માટે ફાયદાકારક સાબીત થવા પામશે મારૂતિ હરિયાણાથી બહાર નીકળીને ક્યાંક અન્ય સ્થળે પોતાની કારોનું ઉત્પાદન કરવા માંગ

રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં ૪૧.૬ ડિગ્રી

Image
બે મહિનાથી ગરમીમાં ભૂંજાઇ રહેલી અમદાવાદ શહેરની પ્રજાએ શનિવારે પણ રાજ્યમાં સૌથી વધુ ગરમીનો અનુભવ કર્યો હતો. શહેરમાં ગરમીનું પ્રમાણ રાજ્યમાં સૌથી વધુ ૪૧.૬ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ મોટાભાગે યથાવત્ રહ્યું હતું. આગામી ૨૪ કલાક દરમિયાન તેજ ગતિએ પવન ફૂંકાય તથા કેટલાક વિસ્તારોમાં વાદળાં છવાયેલાં રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શહેરમાં શનિવારે ૪૧. ૬ ડિગ્રી ગરમીમાં બપોર દરમિયાન ચામડી બાળતો તાપ અને લૂ લગાડતા પવનને કારણે રસ્તાઓ અને જાહેરમાર્ગો પર ચહલ પહલ ઘટી ગઇ હતી. અમદાવાદ ઉપરાંત વડોદરામાં ગરમીનો પારો ૪૦.૬ ડિગ્રી, સુરત ૩૬.૩ ડિગ્રી, રાજકોટ ૪૦.૨ ડિગ્રી તથા ભુજમાં ૩૯.૨ ડિગ્રી નોંધાઈ હતી. જ્યારે ઇડરમાં ગરમીનો પારો અમદાવાદ કરતા પણ એક ડિગ્રી ઓછો ૪૦.૬ ડિગ્રી નોંધાયો છે.

બેજાન દારૂવાલા: સપ્તાહનું ભવિષ્યફળ

Image
મેષ : ૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ આ સપ્તાહ આપના માટે શાંતિપૂર્ણ રહેશે. પ્રગતિનો માર્ગ ખૂલશે. સારા કામનું સારું ફળ મળશે. અત્યારે સારા લોકો સાથે સંપર્ક બનાવવામાં તમને સરળતા રહેશે. જોકે આનંદના સમયમાં તમારે તમારું લક્ષ્ય ભૂલવાનું નથી. પાર્ટનરશિપમાં સહયોગની ભાવનાથી કામ કરવાથી ફાયદો રહેશે. સપ્તાહ દરમિયાન આપ રિલેકસ રહેશો. તમને મહેસૂસ થશે કે જીવનમાંથી તણાવ અચાનક ગાયબ થઇ ગયો છે. વૃષભ : ૨૧ એપ્રિલથી ૨૧ મે ખૂબ ઉત્સાહી, કર્તવ્યપરાયણ, નિયમિત અને કામકાજ પ્રત્યે જવાબદાર રહેશો. આ સપ્તાહે આપ નવા આઇડિયા સાથે આગળ વધશો. તમારી મહેનતથી તમે અન્યો માટે ઉદાહરણરૂપ બની રહેશો. તમારે કામ પૂરું કરવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે. તમારી ક્રિએટિવિટીને તમે નિખારી શકશો. અટકેલું કામ કે પ્રોજેક્ટ તમે ફરીથી શરૂ કરી શકશો. ધીરજ સાથે આગળ વધશો તો લાભમાં રહેશો. મિથુન : ૨૨ મેથી ૨૨ જુન વ્યાવહારિક બાબતોમાં ખુદને શ્રેષ્ઠ સિદ્ધ કરી શકશો. વાતચીત-વ્યવહારમાં ક્રોધનું પ્રમાણ વધારે રહે. મન, વિચાર, સ્વભાવ વિરુદ્ધ કાર્યનો સ્વીકાર નહીં કરી શકો. આ સપ્તાહે તમારે પરિવાર સાથે સમય પસાર કરવો જરૂરી છે. ભલે તેમને ઓછો સમય આપી શકો પ

મુંબઈ હુમલામાં ISIનો હાથઃ પાક.ના પૂર્વ મંત્રી

Image
>>ભૂતપૂર્વ વિદેશ મંત્રી શહરયાર ખાને આઈએસઆઈનો હાથ હોવાનો સ્વીકાર કર્યો >>આઈએસઆઈના નીચલા સ્તરના અધિકારીઓની સંડોવણી >>આઈએસઆઈનો મેજર ઈકબાલ અને હેડલી સંપર્કમાં હતાં મુંબઈ હુમલામાં આઈએસઆઈનો હાથ હોવાનો પ્રથમ વખત પાકિસ્તાનના કોઈ ઉચ્ચરાજકીય નેતા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી શહરયાર ખાને સ્વીકાર કર્યો છે કે મુંબઈ હુમલામાં આઈએસઆઈના નીચલા સ્તરના અમુક અધિકારીઓ સામેલ હતાં. જો કે આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓ આ હુમલામાં સામેલ હોવાનો તેમણે ઈનકાર કરી દીધો હતો. ખાને એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા કહ્યું હતું કે, મારા માનવા પ્રમાણે એવું માનવામાં કોઈ શંકા નથી કે મેજર ઈકબાલ ડેવિડ હેડલીના સંપર્કમાં હતો. મુંબઈ હુમલા અંગે અમેરિકામાં ચાલી રહેલી સુનાવણીમાં એવી વાત સામે આવી છે કે આઈએસઆઈ ઓફિસર મેજર ઈકબાલ ડેવિડ કોલમેન હેડલીના સંપર્કમાં હતો. ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું હતું કે મેજર ઈકબાલ આઈએસઆઈના નીચલા સ્તર પર હતાં. ખાને કહ્યું હતું કે તે આતંકી તત્વો સાથે આઈએસઆઈના નીચલા સ્તરના કર્મચારીઓની સંડોવણીનો સ્વીકાર કરવા માટે તૈયાર છે. આ ઈન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્

કાર ડોર ગાયબ કરતી ટેક્નોલોજી

Image
દુનિયાની સૌપ્રથમ કાર રસ્તા પર દોડતી થઈ ત્યારથી માંડીને આજની હાઈટેક સેડાન સુધી એન્જિનથી માંડીને કારના દરેક ભાગમાં રૂપાંતર થયું છે પણ કાર ડોર ટેક્નોલોજી જેમની તેમ જ રહી છે. તમામ કારના દરવાજાઓમાં બે મિજાગરા, એક લોક અને દરવાજો હંમેશા બહારની તરફ જ ખૂલે છે. જો કે ડિઝાઈનમાં કશું ખોટું નથી અને એટલે જ કદાચ આટલા લાંબા સમયથી કારના દરવાજા આ રીતે જ બનતા આવ્યા છે. પરંતુ નવા કાર ડિઝાઈનરો કારના એક પણ ભાગને કોરો મૂકવા માંગતા નથી. અને આમ જૂઓ તો વાત પણ સાચી જ છે કારણ કે જો સુધારો કરવાની શક્યતા જણાતી હોય તો શા માટે તેમાં પણ ફેરફાર ન કરવો જોઈએ? ડિસઅપિઅરિંગ કાર ટેક્નોલોજી અર્થાત કારના દરવાજા ગાયબ કરી નાંખતી આ ટેક્નોલોજીમાં કારના દરવાજા બહાર ખુલવાને બદલે કારની અંદર જ આવેલા એક પોકેટમાં ઊતરી જાય છે. આ ટેક્નોલોજી કેલિફોર્નિયાની જાટેક કંપનીએ ડિઝાઈન કર્યા છે. આ ડિઝાઈન નિશંકાપણે એકવીસમી સદીની છે અને રિમોટથી ચાલે છે. એટલું જ નહીં પણ એમાં એકપણ મિજાગરાનો ઉપયોગ નથી. આ નવા પ્રકારના દરવાજા એવી રીતે બનાવવામાં આવ્યા છે કે આંચકા સામે ટકી રહેવા માટે વધુ સક્ષમ છે. આ દરવાજામાં એવા સેન્સર લગાડવામાં આવ્યા છે કે જેને કાર

વડાપ્રધાન સારા વ્યક્તિ પણ સોનિયા સમસ્યા ઊભી કરે છે

Image
ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ ચલાવી રહેલા અણ્ણા હજારેએ શનિવારે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને દેખીતી રીતે જ નિશાન બનાવ્યા હતા અને કહ્યું હતું કે ‘રિમોટ કંટ્રોલ’ જ ‘સમસ્યાઓ’ ઊભી કરી રહ્યું છે. જોકે તેમણે વડાપ્રધાન મનમોહનસિંઘની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ ‘સારા વ્યક્તિ’ છે. અણ્ણા હજારેએ અહીં એક જાહેર સભાને સંબોધન કરતી વખતે કોંગ્રેસ પ્રમુખ સોનિયાનું નામ લીધા વિના પણ તેમના દેખીતા સંદર્ભમાં કહ્યું હતું કે ‘વડાપ્રધાન સારા વ્યક્તિ છે. વડાપ્રધાન ખરાબ નથી. સમસ્યા તો રિમોટ કંટ્રોલને કારણે સર્જાય છે.’ અણ્ણાએ વધુમાં કહ્યું કે ‘હવે આપણને બધાને વિશ્વાસ છે કે દરેક સરકારમાં લોકોની સત્તા સૌથી મજબૂત છે.’ તેમણે કહ્યું કે જો ૧૬ ઓગસ્ટ સુધીમાં લોકપાલ બિલ અમલમાં નહીં આવે તો તેઓ ફરી જંતર મંતર ખાતે જઈને આમરણાંત ઉપવાસ શરૂ કરી દેશે. તેમણે કર્ણાટકના લોકોને પણ જો લોકપાલ બિલ અમલી ન બને તો જેલભરો આંદોલન કરવા અપીલ કરી હતી.

'સ્પીક એશિયા'એ રાજકોટવાસીઓની બોલતી બંધ કરીઃ 17 કરોડ ગયા?

Image
- ૨૫ હજાર સભ્યોને ૧૦ કરોડ આપ્યા ને ૧૭ કરોડ ચાઉં કરી ગયા - ઓનલાઇન સર્વેની કંપનીના બેન્ક ખાતાંઓ સીલ થતાં ભોપાળું બહાર આવ્યું સ્પીક એશિયા.. હા, સિંગાપુરની આ કંપનીએ ઓનલાઇન સર્વેના કામમાં મોટી કમાણીની ઓફર કરી ઘરે બેઠા પૈસા આપવાની લાલચ આપી દેશભરમાંથી હજારો લોકોને શિશામાં ઉતારી કરોડો રૂપિયા સમેટી લીધા છે. આ માયાજાળમાં રાજકોટમાંથી ૨૫ હજારથી વધુ લોકો R ૧૧ હજારથી માંડી અલગ અલગ ‘સ્કીમ’ માં ફસાયા છે. જલદી ઘરે બેઠા આરામથી રૂપિયાવાળા બનવા ભોળવાયેલા લોકોએ આઇ. ડી. ખોલાવ્યા હતા. પરંતુ, કંપનીના બેન્ક ખાતાઓ સીલ થતા તમામ સભ્યોના પેમેન્ટ હાલ પૂરતા અટકી ગયા છે. રાજકોટમાંથી આ કંપનીમાં ૨૭ કરોડ રૂપિયાથી વધારે રૂપિયાનું ટર્નઓવર થયું હોવાનું બહાર આવ્યું છે. ‘સ્કીમ’ માં ૨૫ હજાર સભ્યોને આઇ. ડી. ખોલવા માટે પ્રથમવાર ૧૧ હજાર રૂપિયા જમા કરવાના રહે છે. એટલે કે, ૨૫ હજાર સભ્યોએ ૨૭ કરોડથી વધુ રકમ ભરી હતી. જેમાં, એક મહિનામાં આઠ સર્વે કંપની બહાર પાડતી હતી. એટલે કે, એક સર્વેના ૫૦૦ રૂપિયા દેવામાં આવતા હતા. એક મહિને ૫ હજાર રૂપિયા મળતા હતા. કંપનીને ૧૧ હજાર સામે ૨૬ હજાર લોકોના ૪ હજાર રૂપિયા મળ્યા છે. આ કંપની પણ રાજકોટમાં

આઈપીએલ-૪: ચેન્નાઈ ફરી બન્યું 'સુપરકિંગ'

Image
આઈપીએલમાં સતત બીજા વર્ષે ચેન્નાઈ વિજેતા ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા પછી ધોનીની વધુ એક સફળતા ચેન્નાઈ ૨૦૫, મુરલી વિજય ૯૫, બેંગલોરનો ૫૮ રને પરાજય ઈન્ડિયન પ્રીયિમર લીગની ચોથી સિઝનની ટી૨૦ ક્રિકેટ ટૂનૉમેન્ટમાં શનિવારે રમાયેલી ફાઇનલમાં ધોનીની ચેન્નાઈની ટીમ શાનદાર પ્રદર્શન કરીને લગભગ એક તરફી બની ગયેલા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ, બેંગલોરને ૫૮ રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ગયા વર્ષે મુંબઈને હરાવીને ચેમ્પિયન બનેલી ચેન્નાઈની ટીમે શનિવારે ઘરઆંગણે ચેપોકના મેદાન પર રમાયેલી ફાઇનલમાં પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ચેન્નાઈએ માઇકલ હસ્સી અને મુરલી વિજયની અડધી સદીની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૫ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં બેંગલોરની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૭ રન કરી શકી હતી. ૨૦૬ રનના વિશાળ લક્ષ્યાંક સામે ક્રિસ ગેઇલ પહેલી ઓવરમાં જ અશ્વિનના બોલે શૂન્ય પર આઉટ થઈ જતાં બેંગલોરનો અડધો પડકાર શમી ગયો હતો અને તેમાં જકાતી તથા રૈનાએ વધારે નુકસાન કરીને હરીફને આસાનીથી હંફાવી દીધા હતા.  અગાઉ હસ્સી અને વિજયે ચેન્નાઈ માટે આક્રમક પ્રારંભ કર્યો હતો. તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડીઝના પ્ર

આપણાં ગુજરાતના ખૂણે ખૂણે છે એક ગોવા!

Image
- અહીંયા પગ મુકતાં જ તમને જોવા મળશે રમણીય નજારા વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે પરિવારજનો બાળકો સાથે દેશના સુંદર સ્થળોની મુલાકાત માટેની યોજના બનાવતા હોય છે. જેમાં સૌથી વધારે લોકો ગરમીની સિઝનમાં ગોવા જેવા બીચ પર જવાની યોજના બનાવે છે. ત્યારે ગુજરાતમાં પણ એવા ઘણા બીચ આવ્યા છે કે જ્યાં ગોવા જેટલી અત્યાધુનિક સુવિધાઓ નથી છતાં પણ પરિવાર સાથે દરિયાની સૌંદર્યતાને માણવાની યોજના બનાવી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારને બીચ ટૂરિઝમ તરીકે વિકસાવવાની યોજના છે. સરકાર દ્વારા જે વિસ્તારને વિકસાવવા માટે યોજના હાથ ધરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, કચ્છના સ્થળોને વિકસાવવામાં આવનાર છે. ત્યારે અહિંયા ગુજરાતમાં આવેલા કેટલાક સુંદર બીચ અંગે માહિતી આપવામાં આવી છે. જ્યાં પરિવાર સાથે વેકેશન ગાળી શકાય છે. 1- પિંગ્લેશ્વર, કચ્છ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું પિંગ્લેશ્વર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર બીચ્સમાનું એક છે. તે કચ્છથી 100 કીમી. દુર આવેલું છે. વિકાસની દ્રષ્ટિએ પણ તે એક યોગ્ય સ્થળ છે. કચ્છનું હબ ગણાતા પિંગ્લેશ્વરમાં લોકોને આકર્ષ