નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સમયને કોણ મળ્યું છે?

 
 
વૃક્ષના થડની અંદર બનેલાં વર્તુળો દર્શાવે છે કે તેની ઉંમર કેટલી છે. વીતી રહેલા સમયને વૃક્ષ પોતાનામાં સમાવી લે છે. આ બાબતમાં આપણે કામય કુદરતથી હારતાં જ રહીશું.

એક બાળકે મજાકમાં કહ્યું હતું કે મારા દાદાજીને જે પ્રશ્નો કરંટ અફેર્સમાં પૂછવામાં આવતા હતા, તે અમારા ઈતિહાસના પુસ્તકનો ભાગ છે. ખરેખર! આપણે માત્ર ઘટનાઓની નોંધ લઇ લઇએ છીએ અને કહીએ છીએ કે વીતેલો સમય અહીં બંધ છે.

જોકે જૂની કેડી ક્યાં હતી, એ કોણ બતાવી શકે છે? એક વડીલ ભોપાલની ઇદગાહ હિલ્સનું પહેલાંનું સ્વરૂપ કેવું હતું તેનું વર્ણન કરી રહ્યાં હતાં. તેઓ કહેતા હતા કે એક સમયે અહીં દૂર સુધી માત્ર ખડકો અને શિલા પથરાયેલા હતાં અને કેવી રીતે એક ટેકરી ચોમાસામાં એક વિશાળ ઝરણાનો આધાર બની જતી હતી. અત્યારે મકાનોથી વીંટળાયેલી એ ટેકરી કેવી લાગતી હશે, તે વિચારવાનું મુશ્કેલ હતું. સાંભળનાર માત્ર કલ્પના જ કરી શકે છે, જેમ આપણે કોઇ વાર્તા સાંભળીને કલ્પના કરીએ છીએ.

જે સમય વીતે છે, એ આજને પોતાની સાથે લેતો જાય છે. જુના મકાનોના ધાબા પર જે રંગ ઊડેલાં દુપટ્ટા રૂપે સૂકાય છે, તે સમય નથી, ભૂતકાળ છે. ભૂતકાળ યાદનું નામ છે, સમયનું નહીં. હા, સામ્રાજ્યની નિશાનીઓ દેખાય છે, પણ બીજું બધું કોઇ કિસ્સાથી વિશેષ નથી લાગતું. મકાનો તો રહી જાય છે, લોકો નથી મળતાં. સુગંધથી ફૂલ વિશે જાણ થઇ શકે છે, પણ ફૂલ પોતાની સુગંધ તરફ કેવી રીતે ઇશારો કરે? અદ્દલ આવી જ રીતે લાચાર કરી દે છે સમય આપણને.

આપણે લોકો નથી સમજતાં કે વીતતો સમય પોતાની નિશાની માત્ર ઇમારતો પર છોડી જતો નથી. એના નિશાન માત્ર આપણા વિચારો પર પડે છે. જેને આપણે અનુભવ કહીએ છીએ. એનો પડછાયો જે ચહેરા પર જોવા મળે છે, વાળમાં ઊતરી આવે છે, પણ સમય ક્યાંય રહેતો નથી. તો પછી આપણને કોની શોધ હોય છે?

લોકો યુવાનોને કહે છે કે આજે તમારો સમય છે, પણ એ તો કોઇ એક પીઢી કે યુગ ક્યારેય કોઇનો થયો નથી. એ કોઇની પાસે અટકતો નથી કે કોઇને મળીને કહેતો નથી - ‘ચાલ, આજથી આપણે મિત્રો.’ એ તો સતત દોડતો રહે છે. જેમ આપણી વચ્ચેથી હવા ગાયબ થઇ જવા છતાં હાજર રહે છે એ રીતે. જે એને અપનાવતાં નથી, એને એ પણ ઓળખવાનું છોડી દે છે. કેટલાક દિવસો સુધી અરીસો ન જુઓ, તો પોતાનો જ ચહેરો જુદો લાગે છે. સમય પણ અજાણ્યો થઇ જાય છે, ત્યારે આપણે જ કહી દઇએ છીએ કે આપણો સમય નથી.

કુદરતે ચોક્કસ તેને અપનાવ્યો છે. અત્યંત શાંતિથી તેની સાથે ચાલીને ભેગો કર્યો છે. આપણે તેનો નાશ ન કરીએ, તો અસંખ્ય વૃક્ષ, પર્વતો, નદીઓ કંઇકેટલાય યુગો સુધી આમ જ બદલાયા વિના વધતા-ઉછરતા રહી શકે છે. આપણે લોકો દરેક વસ્તુને બદલવા માટે તત્પર રહીએ છીએ. આપણી યાદગીરી મૂકી જવાની કોશિશ કરીએ છીએ કે કાલે કોઇ આપણને યાદ કરશે, પણ કાલ સમય નથી. એ તો આશાનું નામ છે. ભૂતકાળ યાદ છે. વર્તમાન જ સમય છે. આજ જ કાયમી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી