નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ રહ્યું કંટાળો દૂર કરવાનું બ્રહ્માસ્ત્ર

 
 
એવા લોકોને કંટાળો આવે છે, જેઓ પોતે કંટાળાજનક હોય છે. આવું અગિયાર વર્ષના એક બાળકે કહેલું છે. એનું કહેવું છે કે જિંદગી દરેક પળે તમને આનંદાશ્વર્યમાં મૂકી દે છે, જો તમે તે માટે તૈયાર હો, તો...

એક વ્યક્તિએ કંટાળા પર લખતી વખતે પહેલાં આ પંક્તિઓ લખી છે, ‘અમે ભણેલાગણેલા લોકો ખૂબ ઝડપથી જાતને વ્યસ્ત રાખતી ચાર-પાંચ બાબતોની યાદી બનાવી લઇએ છીએ. જેમ કે સમય મળે તો મિત્રોને મળવું, પુસ્તકો વાંચવા, બગીચામાં ફરવા જવું, મિત્રોને ફોન કરવો, ઘરની નજીકમાં જ ક્યાંક લટાર મારી આવવી વગેરે. શું કાયમ આટલા જ વિકલ્પો હોય છે? ત્યારે તો કંટાળવાથી પણ કંટાળો આવવા લાગશે.’

કંટાળાની અસર પહેલાં મન પર થાય છે અને પછી ચહેરા પર. જો આને દૂર કરવો હોય તો તેનો પ્રારંભ ઊંધી રીતે એટલે કે ચહેરાથી કરી શકાય છે. કપાળ પરથી કરચલીઓ દૂર કરીને, ચહેરા પર સ્મિત લાવો, તો આપોઆપ નિસ્તેજ બની ગયેલી ત્વચા કાંતિવાન બની જશે. હવે બીજું મહત્વનું પગલું છે, કંટાળો આવવાનું કારણ જાણી લો.

જો કારણ નજર સામે હોય. જેમ કે, અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ, રૂમ વ્યવસ્થિત ગોઠવવો વગેરે ઉપાય તો તમારી પાસે છે જ. જો કોઇ પણ પ્રકારની એકવિધતાને લીધે કંટાળો આવતો હોય, તો તેને દૂર કરવાનો ઉપાય તમારે જ વિચારવાનો રહેશે. જેમ કે, એ અગિયાર વર્ષના બાળકનો અનુભવ કહે છે, ‘નવીનતા દરેક બાબતમાં શોધી શકાય છે. પોતાની સોસાયટીના ભાગમાં, શહેરના અજાણ્યા માર્ગો પર, મિત્રોમાં, નવી ભાષામાં... દરેક પળે કંઇ ને કંઇ નવું કરતાં રહીએ તો કંટાળો આવવાનું કોઇ કારણ જ નહીં રહે.’ અને કંટાળો દૂર કરવાનું એક બ્રહ્નાસ્ત્ર છે.

રોજિંદી દિનચર્યામાં ઓતપ્રોત થઇ જવું. કંટાળો આખરે આવે છે ક્યાંથી? આપણે જ્યારે આપણા રોજિંદા કામથી અકળાઇ જઇએ છીએ, તેના પ્રત્યે અણગમો ઉત્પન્ન થવા દઇએ છીએ, ત્યારે જ કંટાળો આવે છે ને? તો તેના બદલે દરેક કામને દિલથી સ્વીકારી લઇએ. એ કામ કરવાની રીત, પ્રક્રિયાને પસંદ કરીએ. કંટાળો દૂર થઇ જશે.

કેટલાક કામ એવા હોય છે કે આપણે કરવા જ પડે છે. જેમ કે, ઘરનું કામકાજ. આપણા સિવાય બીજું કોઇ તે નથી કરી શકતું, કરવાનું પણ નથી. તો પછી હસીને જ શા માટે ન કરવું?એટલું માની લો કે તમારો ઉદાસ, અકળાયેલો ચહેરો કંટાળાને ખૂબ પસંદ છે. તમે કંટાળશો અને કંટાળો ખુશ થશે. તમે હસતાં રહેશો, તો કંટાળો નજીક નહીં આવે.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં