નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દિવાળીના શુભ મુહૂર્ત : તા.૨૬મીએ દિવાળી, તા.૨૭મીએ નૂતન વર્ષ

દિવાળી અને માર્ચ એન્ડના ચોપડા નોંધાવવા, ખરીદવા, ધનતેરશ, ચૌદશ, દિવાળીની સાથે ચોપડા પૂજન, નવા વર્ષે પેઢી ખોલવાના મુહૂર્ત આપતા જયોતિષાચાર્ય રઘુનાથભાઇ શાસ્ત્રીએ જણાવ્યું કે નૂતન વર્ષ-૨૦૬૮નું નૂતન વર્ષ, તા.૨૭મી ઓક્ટોબરના રોજ આવશે. જ્યારે તા.૨૬મી ઓક્ટોબરના રોજ દિવાળી આવે છે. સાથે જ આ વર્ષે પડતર દિવસ નથી. તા.૨૦મી ઓક્ટોબરના રોજ ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ છે, જે ચોપડા ખરીદવા માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે.

દિ વાળી અને માર્ચ એન્ડના ચોપડા નોંધાવવાના મુહૂર્ત

૧. આસો સુદ-૧૦, તા.૬ ઓક્ટોબરે રવિયોગ ઉત્તમ. વિજયાદશમીએ સવારે ૬.૩૪થી ૦૮.૦૨ શુભ ચોઘડિયું, બપોરે ૧૧.૦૦થી ૧૫.૨૫ ચલ-લાભ-અમૃત ચોઘડિયું.
૨. આસો સુદ-૧૧, તા.૭ ઓક્ટોબર, સવારે ૬.૩૪થી ૧૦.૫૯ સુધી ચલ-લાભ-અમૃત ચોઘડિયા. બપોરે ૧૨.૨૭થી ૧૫.૩૪નો સમય ઉત્તમ.
૩. આસો સુદ-૧૩, ૯ ઓકટો.ના રોજ સવારે ૯.૩૧ થી ૧૨.૨૭ લાભ અને અમૃત ચોઘડિયા ઉત્તમ.

નવા વર્ષના અને માર્ચ એન્ડના ચોપડા લાવવા(ખરીદવા) મુહૂર્ત

૧.આસો વદ-૮, તા.૨૦ ઓક્ટોબર, સિદ્ધિ યોગ સવારે ૧૦.૪૬ સુધી. ગુરુ પુષ્યામૃતસિદ્ધિયોગ સવારે ૧૦.૪૬થી ઉત્તમ. આ દિવસે ૧૦.૪૬ પછી રાત્રિ સુધી સોનુ-ચાંદી-ઘરેણા-ઝવેરાત ખરીદવા વગેરે માટે ઉત્તમ.
૨. આસો વદ-૯, તા.૨૧ ઓક્ટોબર બળવાન પુષ્યનક્ષત્ર સવારે ૧૦.૪૭ સુધી ઉત્તમ. સવારે ૬.૪૦થી ૧૦.૪૭ સુધી ચલ-લાભ-અમૃત ચોઘડિયા ઉત્તમ.

ધનતેરશ આસો વદ-૧૨, તા.૨૪ ઓક્ટોબર, સોમવાર

આ દિવસે સવારે ૬.૪૧થી ૮.૦૭ સુધી અમૃત ચોઘડિયુ-ચંદ્રની હોરા. ૯.૩૨થી ૧૦.૫૮ ગુરુની હોરા, શુભ ચોઘડિયું. સવારે ૧૧.૪૧થી ૧૪.૪૧ શુક્ર-બુધ-ચંદ્રની હોરા ઉત્તમ. બપોરે ૧૫.૧૫થી ૧૮.૦૬ લાભ-અમૃત ચોઘડિયા-ગુરુની હોરા શ્રેષ્ઠ. સવારે ૧૮.૦૬ થી ૨૧.૪૧ સુધી ચલ ચોઘડિયું તેમજ શુક્ર-બુધ-ચંદ્રની હોરા ઉત્તમ. રાત્રે ૨૨.૪૯ થી ૨૪.૨૪ લાભ ચોઘડિયું, ગુરુની હોરા ઉત્તમ. ૨૫.૪૧થી ૨૮.૪૧ શુક્ર-બુધ-ચંદ્રની હોરા ઉત્તમ. આ સમયમાં વૈધ્યો અને તબીબોએ ધન્વન્તરિ પૂજન કરવું. આ સમયગાળા દરમિયાન મહાલક્ષ્મી-ધન પૂજન, શ્રીયંત્ર, કુબેરયંત્ર અથવા કનકધારા યંત્રનું પૂજન કરવું અથવા નવા યંત્રોનું સ્થાપન કરી શકાય.

ઉપાસના મંત્ર - આ દિવસે ‘ઓમ્ શ્રીં હ્રીં શ્રીં કંમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:’ - મંત્રનો જાપ કરવાથી દરિદ્ર અવસ્થા દૂર થાય છે.

કાળી ચૌદશ આસો વદ-૧૩, તા.૨૫ ઓક્ટોબર, મંગળવાર. ભાગી તિથિ.

કાળી ચૌદશની રાત્રિએ મહાકાળી, ભૈરવ, હનુમાન, નરસિંહ, ઘંટાકર્ણ મહાવીર, માણભિદ્ર વીર, નાકોડા ભૈરવ તથા સમસ્ત વીર-પીર તમામ દેવોની મહાપૂજા, આરાધના કરવાથી આધિ-વ્યાધિ-ઉપાધિ અને નડતરો દૂર થાય છે. આ દિવસે મશીનરી-યંત્રની પૂજા કરવી. આ દિવસે સવારે ૯.૦૧થી રાત્રિ પયઁત ઉગ્રદેવોની આરાધના કરવી સિદ્ધપ્રદ ગણાય છે.

ઉપાસના મંત્રઃ

૧. ‘ઓમ્ ક્રીં, કાલી કાલી મહાકાલી, કાલિકે પરમેશ્વરી, સર્વદુ:ખ હરેદેવી, મહાકાલી નમોસ્તુતે’

૨. ‘ઓમ્ હરિમર્કટ મર્કટાય સર્વકાર્ય સિદ્ધિકરાય હું હનુમતે નમ:’

દિવાળી, શારદા-ચોપડા પૂજન, આસો વદ-અમાસ, તા.૨૬ ઓક્ટોબર, બુધવાર

ધનતેરશે મહાલક્ષ્મીજીની રાત્રિ, બીજી કાળીચૌદશ મહાકાળીજીની રાત્રિ અને ત્રીજી દિવાળીએ મહાસરસ્વતીજીની રાત્રિ. ત્રણ દિવસ મહાશક્તિઓનું મહાપૂજન કરવું. જો ત્રણ દિવસ પૂજન ન થાય તો દિવાળીના દિવસે, ત્રણે દેવીઓનું સ્થા પૂજન કરવું, જેથી નવું વર્ષ સફળ રહે છે. જેના શુભ સમય આ મુજબ છે :

આ દિવસે શુદ્ધ દર્શ અમાસ છે.

૧. સવારે ૬.૪૨થી ૮.૨૩ સુધી વેપાર માટે ઉત્તમ તુલા લગ્ન, લાભ ચોઘડિયુ, બુધ-ચંદ્રની હોરા, બુધ-શુક્ર-ગુરુ કેન્દ્રમાં યોગકર્તા(મેષ-સિંહ-ધન સિવાય) શ્રેષ્ઠ.
૨. સવારે ૮.૨૭થી ૧૦.૩૯ સ્થિર વૃશ્વિક લગ્ન. અમૃત ચોઘડિયું. ગુરુની હોરા ઉત્તમ. (મેષ-સિંહ-ધન સિવાય)
૩. સવારે ૧૦.૫૧ થી ૧૨.૨૧ સુધી ધન લગ્ન. શુભ ચોઘડિયું ઉત્તમ. (વૃષભ-કન્યા-મકર રાશિ સિવાય)
૪. બપોરે ૧૨.૪૫થી ૧૪.૩૧ મકર લગ્ન. શુક્ર-બુધની હોરા શ્રેષ્ઠ. ગુરુ-ચંદ્ર-બુધ-શુક્રનો કેન્દ્રમાં રાજ્યોગ. (કુંભ-તુલા-મિથુન રાશિ સિવાય)
૫. બપોરે ૧૪.૪૭થી ૧૬.૦૪ સ્થિર બળવાન કુંભ લગ્ન.વેપારમાં વૃદ્ધિ કર્તા (કર્ક-વૃશ્વિક-મીન રાશિ સિવાય)
૬. સાંજે ૧૬.૦૭થી ૧૭.૩૭ મીન લગ્ન. લાભ ચોઘડિયું-ગુરુની હોરા (મેષ-સિંહ-ધન સિવાય)
૭. સાંજે ૧૭.૩૭થી ૧૯.૧૫ સુધી ગુરુ-શુક્ર-ચંદ્ર-બુધ કેન્દ્રમાં રાજ્યોગ કર્તા(વૃષભ-કન્યા-મકર રાશિ સિવાય)
૮. રાત્રે ૧૯.૧૫થી ૨૧.૧૩ સ્થિર બળવાન વૃષભ લગ્ન, શુભ ચોઘડિયું, શુક્ર-બુધની હોરા(મિથુન-તુલા-કુંભ રાશિ સિવાય)
૯. રાત્રે ૨૧.૧૩થી ૨૩.૨૬ મિથુન લગ્ન. અમૃત અને ચલ ચોઘડિયા. બુધ-ચંદ્રની હોરાઓ.(કર્ક-વૃશ્વિક-મીન સિવાય)
૧૦. રાત્રે ૨૩.૩૧થી ૨૫.૪૩ કર્ક લગ્ન. ગુરુની હોરા(સિંહ-ધન-મેષ સિવાય)
૧૧. રાત્રે ૨૫.૪૫થી ૨૭.૫૫ સ્થિર બળવાન સિંહ લગ્ન. ધન સ્થાને શનિ યોગ કર્તા.(કન્યા-મકર-વૃષભ સિવાય)
૧૨. રાત્રે ૨૮.૦૦થી ૩૦.૦૦ કન્યા લગ્ન. લાભ. બુધ-ચંદ્રની હોરાઓ(તુલા-કુંભ-મિથુન સિવાય).

વિક્રમ સંવત-૨૦૬૮, નૂતન વર્ષે પેઢી ખોલવાના મુહૂર્ત

૧. કારતક સુદ-૧, તા.૨૭ ઓક્ટોબર, ગુરુવાર સવારે ૬.૪૩થી ૮.૦૮ વેપારનું ઉત્તમ સ્વાતિ નક્ષત્ર, શુભ ચોઘડિયું તથા સવારે ૧૦.૫૮થી ૧૨.૫૮ ચલ-લાભ ચોઘડિયા.
૨. કારતક સુદ-૩, તા.૨૯ ઓક્ટોબર, સવારે ૦૮.૦૯થી ૯.૩૪ અનુરાધા નક્ષત્ર, વિંછુડો પેટે ઉત્તમ. શુભ ચોઘડિયું અને ગુરુની હોરા શ્રેષ્ઠ હોવાથી મુહૂર્ત કરવું.
૩. કારતક સુદ-૫, તા.૩૧ ઓક્ટોબર, લાભ પાંચમ-જ્ઞાન પંચમી સવારે ૧૦.૫૪ સુધી કુમાર યોગ ઉત્તમ. ત્યારબાદ રવિયોગ શ્રેષ્ઠ. સવારે ૬.૪૫થી ૮.૧૦ સુધી અમૃત ચોઘડિયું, ચંદ્રની હોરા શ્રેષ્ઠ. સવારે ૯.૩૫થી ૧૧.૦૦ શુભ ચોઘડિયું. સવારે ૧૧.૪૫થી ૧૨.૪૫ સુધી શુક્રની હોરા શ્રેષ્ઠ. રવિયોગ ઉત્તમ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી