નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઘડપણમાં યાદ કેમ નથી રહેતું?

 
 
વડીલોને કંઇ શીખતાં વાર લાગે તો અકળાઇ ન જતાં તેમની તકલીફને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.

‘સાઠે બુદ્ધિ નાઠી’ આ કહેવતથી આપણે પરિચિત છીએ પણ આવું કેમ એ વિશે બહુ ઓછા જાણતા હશે. આપણે જોઇએ છીએ કે અમુક ઉંમર બાદ વડીલોના વર્તનમાં, સ્વભાવમાં ફેરફાર થાય છે. તેમની યાદશક્તિમાં ઘટાડો થાય છે. જેના લીધે તેમને ઘણી તકલીફ પડતી હોય છે. સામાન્ય રીતે લોકો આ ઘટનાને ઘડપણ સાથે સાંકળે છે અને ઉંમરવાળી વ્યક્તિમાં તો આવું જ હોય તેમ સમજીને ચલાવી લેવામાં આવે છે, પરંતુ આ ફેરફારોને સમજવા બહુ જરૂરી છે.

હમણાં એક મિત્રને ત્યાં જવાનું થયું. મિત્રનો દીકરો તેના સિત્તેર વર્ષના દાદાને કોમ્પ્યૂટરમાં કંઇક શીખવવાનો પ્રયત્ન કરતો હતો. થોડી વારમાં તો તેણે ગુસ્સાથી કહ્યું, ‘આ દાદાને તો કંઇ આવડતું જ નથી. એકની એક વાત કેટલી વાર સમજાવી પણ તેમના ગળે જ ઉતરતી નથી. આ પત્તાની રમત એટલી સરળ છે. આમાં ક્યાં ઝાઝી બુદ્ધિ વાપરવાની છે.’ તેણે તેના પપ્પાને કહ્યું તમે તો કહેતા કે દાદા તો બહુ મોટા ઓફિસર હતા પણ તેમને તો આટલું પણ યાદ નથી રહેતું. આવું જ મોબાઇલની બાબતમાં થયું. તેમને ઘણી વાર ફોનબુકમાંથી નામ શોધતા શીખવ્યું, પણ યાદ રહેતું જ નથી. હંમેશાં જૂની ડાયરી જ કાઢવી પડે છે.

આ છોકરાને કેમ કરીને સમજાવવું કે આ તો ઘડપણની નિશાની છે. જેને વિજ્ઞાને ‘ડિમેન્શિયા’ જેવું નામ આપેલું છે. ઉંમરની સાથે વાળ ધોળા થાય અને શરીરમાં ફેરફાર થાય તેમ મગજના કોષોમાં પણ ફેરફાર થાય છે અને તેમાં થતા ફેરફાર વ્યક્તિમાં જાતજાતના ફેરફાર પેદા કરે છે.

સામાન્ય રીતે ડિમેન્શિયા ૬૦થી ૬૫ વર્ષની ઉંમરની આસપાસ થાય છે. આ બીમારીમાં વ્યક્તિની યાદશક્તિ ઉપર અસર થાય છે. જેમાં વ્યક્તિને જૂની બધી વાતો યાદ હોય છે, પરંતુ આજકાલની કે તાજી વાતો બરાબર યાદ રહેતી નથી. આવી વ્યક્તિ જૂની ઓળખાણો અને સંબંધો બરાબર રીતે કહી શકશે પરંતુ હમણાં થયેલી ઓળખાણ કે ઘટના યાદ રાખવામાં તકલીફ પડે છે. જેમ બીમારી આગળ વધે છે તેમ તેમ વ્યક્તિની જૂની યાદશક્તિને પણ અસર થાય છે.

આ ઉપરાંત, વ્યક્તિની કામ કરવા કરવાની શક્તિ ઉપર અસર થાય છે. નવું શીખવાની અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની શક્તિ ઉપર અસર થાય છે. જેના લીધે તે ઘણી વાર ચીડાઇ જાય, હતાશ થઇ જાય તેવું બને છે. વ્યક્તિના વ્યક્તિત્વમાં ફેરફાર થતા જોવા મળે છે. ઘરનાને એવું લાગે કે પહેલાં તો તેમના વડીલ આવા નહોતા. હવે કેમ આવા થઇ ગયા તેવું પણ લાગે છે. ૨૨મી સપ્ટેમ્બર ‘વર્લ્ડ ડિમેન્શિયા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આપણે સાથે મળીને આ રોગને જાણવાનો અને આપણા વડીલોના વર્તનને સમજવાનો પ્રયત્ન કરીએ.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ