નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ઊજવાય નવરાત્રિ.’

 
આમ તો આખા ભારતમાં બધી જગ્યાએ નવરાત્રિ ઉજવાય છે પણ જેમ ‘મૂછે હો તો નથ્થુલાલ જૈસી...’ એમ ‘નવરાત્રિ હોય તો ગુજરાત જૈસી!’ આપણી ગુજરાતીઓની નવરાત્રિ તો એકદમ જોરદાર, ધમાકેદાર, મસ્ત અને મજેદાર હોય છે. આ દુનિયાનો સૌથી લાંબામાં લાંબો ‘ડાન્સ ફેસ્ટિવલ’ છે.

આજથી ‘ઢીંક..ટિક્કડ ઢીંક ટીક્કડ...’ની મોસમ શરૂ થઇ છે. આજથી રોજ રાત્રે બધા ‘ઢીંકા ચીકા...ઢીંકા ચીકા’ કરવાના છે. ના સમજાયું? અલ્યા ભૈ, આજથી નવરાત્રિ શરૂ થઇ છે. નોરતાં શરૂ થયા છે એટલે આજથી રોજ રાત્રે બધા રાસ રમવાના છે, ગરબે ઘૂમવાના છે, મસ્તીથી ઝૂમવાના છે. આ નવરાત્રિ ગુજરાતની આગવી ઓળખસમું પર્વ છે. ગુજરાતની અને ગુજરાતીઓની નવરાત્રિ જગ વિખ્યાત છે. એવું પણ કહી શકાય કે, ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ઊજવાય નવરાત્રિ.’

આમ તો આખા ભારતમાં બધી જગ્યાએ નવરાત્રિ ઉજવાય છે પણ જેમ ‘મૂછે હો તો નથ્થુલાલ જૈસી...’ એમ ‘નવરાત્રિ હોય તો ગુજરાત જૈસી!’ આપણી ગુજરાતીઓની નવરાત્રિ તો એકદમ જોરદાર, ધમાકેદાર, મસ્ત અને મજેદાર હોય છે. આ દુનિયાનો સૌથી લાંબામાં લાંબો ‘ડાન્સ ફેસ્ટિવલ’ છે. પણ મૌજ-મજા ને મસ્તીમાં તો આના જેવું બીજું એકેય પર્વ નથી. હોળી-ધુળેટી, ઉત્તરાયણ, દિવાળી એ બધામાં મજા પડે છે એ વાત સાચી પણ નવરાત્રિ એટલે નવરાત્રિ. પણ આ વખતે નવરાત્રિના ચાહકોને એક વાત ખૂબ ખટકી રહી છે.

આ વખતે નવના બદલે આઠ જ નોરતાં છે. રમવા માટે એક નોરતું ઘટી જવાના કારણે ગરબા શોખીનો તો પંચાંગ બનાવનારાને મારવાની ફિરાકમાં ફરી રહ્યા છે. ખરેખર યાર, આ નવરાત્રિનો ક્રેઝ તો જબરજસ્ત છે! મોટા ભાગના નવરાત્રિના આવારા-પાગલ-દીવાના તો આ નવરાત્રિ પતે કે તરત આવતી નવરાત્રિ ક્યારે છે તે કેલેન્ડરમાં જોઇ લેતા હોય છે. પછી જેમ ચાતક વરસાદની રાહ જુએ તેમ આ ‘નોરતા આશિકો’ નવરાત્રિની રાહ જોતા હોય છે. જેમ જેમ નવરાત્રિ નજીક આવતી જાય છે તેમ તેમ એમનો ઉમંગ-ઉત્સાહ-થનગનાટમાં દિન દુગુની-રાત ચૌગુની વૃદ્ધિ થવા માંડે છે.

લગ્ન પહેલાં જેમ કપડાં-ઘરેણાંની ખરીદી થતી હોય છે તેમ નવરાત્રિ પહેલાંથી કેડિયાં-ચોયણાં, ઘાઘરા-ચોલી, પાઘડી-ઓઢણીની ખરીદીઓ થતી હોય છે. અરે બોસ, નવરાત્રિ સ્પેશિયલ સેલ પણ ચાલુ થતા હોય છે. બધા આભલા-ભરતકામ-ફુમતાંવાળાં ‘ઝક્કાસ’ મોંઘાદાટ ડ્રેસ ખરીદી આવે છે. પણ એમની તૈયારીઓ આટલેથી અટકતી નથી. મૂળ કામ તો હવે શરૂ થાય છે. નવરાત્રિ શરૂ થતાં પહેલાં આ નોરતાંઘેલાં નર-નારીઓ નૃત્યકળામાં પાવરધા થવા કમર કસે છે. એટલે રાસ-ગરબાના નવા નવા ‘સ્ટેપ્સ’ શીખવા મહેનત શરૂ કરે છે.

એમની આ ‘ઘેલછા’ને ‘એનકેશ’ કરવા માટે કેટલીક જગ્યાએ તો ‘નવરાત્રિ સ્પેશિયલ ડાન્સ કલાસિસ’ શરૂ થઇ જાય છે. જેમાં તરવરિયા યુવક-યુવતીઓ તો ઠીક પણ મોટાં મોટાં ‘આન્ટી-આન્ટાઓ’ પણ સ્ટેપ શીખવા ધસી જાય છે. એમને શીખવાડનારા કોચ સોરી ગુરુજી કે માસ્ટરજી તો સરોજખાન કે ફરાહ ખાનને પણ ટક્કર મારે એવા હોય છે. એ લોકો ‘મારી મહીસાગરને આરે ઢોલ વાગે સેએએ’ એ ગરબા પર ‘મુન્ની બદનામ હુઇ’ કે પછી ‘શીલા કી જવાની’ જેવાં લચકીલા-ઝટકીલા સ્ટેપ કરાવે છે.

એ ડાન્સ કોરીયોગ્રાફર્સને છોકરીઓની જેમ નાચતાં જોવામાં જલસો પડી જતો હોય છે. ભ’ઇ, એક બાજુ આ નાચનારા કચ્ચી-કચ્ચીને તૈયારીમાં લાગેલા હોય છે ત્યારે બીજી બાજુ ગરબા ઓર્ગેનાઇઝર્સ પણ ધંધે લાગેલા હોય છે. મોકાની જગ્યાએ જેમ ધંધો જમાવવા પડાપડી થતી હોય છે તેમ જ્યાં પબ્લિક વધુ ખેંચી શકાય તેવી જગ્યાઓએ, પાર્ટી પ્લોટોમાં, મોટાં મેદાનોમાં, ગરબા-ગોઠવવા બબાલો થાય ત્યાં સુધી હરીફાઇઓ થતી હોય છે.

એ પછી ઓરકેસ્ટ્રા બુક કરાવવા, મ્યુઝિકલ પાર્ટીવાળાને પછી મોટા-નાના બધા માથાંવાળા ગાયકોને ખેંચી લાવવા રસ્સીખેંચ શરૂ થાય છે. આ દિવસોમાં થોડું પણ ગાતા-વગાડતા જાણનાર માણસ પોતાને સિંગર-મ્યુઝિશિયન જાહેર કરી દે છે અને એને બુક કરનાર ‘પાલટી’ પણ મળી જાય છે. નાચનારા - ગાનારા - વગાડનારા - આયોજન કરનારા બધા જાણે રેસ થવાની હોય એ રીતે રેડી પોઝિશનમાં આવી જાય છે.

અને આવે છે ‘આસો સુદ એકમ’. નવરાત્રિ શરૂ થાય છે. ગરબે રમવા જવા માટે સાજ-શણગારે સજાઇ જાય છે. બાઇકો-સ્કૂટરો- ગાડીઓમાં મહામૂલું પેટ્રોલ ઠલવાઇ જાય છે. અને ખૈલેયા ગરબે ઘૂમવા-ઝૂમવા નીકળી પડે છે. પણ હવે પહેલાંની જેમ સોસાયટીમાં, શેરીમાં ગરબા નથી યોજાતા. હવે તો શહેરની બહાર, મોટા મોટા પાર્ટી પ્લોટોમાં હજજારો લોકોની ભીડ થાય એવી જગ્યાએ ગરબા યોજાય છે.

જ્યાં જવા માટે મોંઘા મોંઘા પાસ ખરીદવા પડે છે. પણ જેમ કહેવાય છે કે ‘દેવું કરીને પણ ઘી પીઓ’ એ રીતે ‘દેવું કરીને પણ’ ગરબાના પાસ ખરીદાય છે. નવ-નવ રાત (આ વખતે આઠ) સુધી બધા હૈસો હૈસો કરી નાચી-કૂદી-મોજ-મજા કરે છે. ખાઇ-પીને જલસા કરે છે. મા-બાપને ટેન્શન થાય તોયે કિડ્ઝ એન્જોય કરે છે. પણ આ નવે દિવસ કોઇને યાદ આવે છે કે આ આધ્યશક્તિની ભક્તિનું પર્વ છે? બોલો અંબે માત કી!

ટોપિક-એ-કરંટ: નવરાત્રિમાં માત્ર દેખાવ જોઇ પ્રેમમાં પડવું ખૂબ જ જોખમી કામ છે.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં