નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દવાઓ તો કંઇ લેવાતી હશે?

 
 
જે તકલીફ હોય તે દૂર કરવા માટે જરૂરી દવા તો લેવી જ જોઇએ, અન્યથા બીજો રોગ ઘર કરી જાય છે.

જો તબિયતમાં ખરાબી થઇ હોય તો આપણે સામાન્ય રીતે ડોક્ટરની મદદ લઇએ, જાણીતા નુસખાઓનો પ્રયોગ કરીએ અને ક્યારેક આપણા હિતેચ્છુઓની સલાહને અનુસરીએ અને સારા થઇએ. પણ આ બધું કરવામાં આપણી પોતાની ઇચ્છાઓને સામાન્ય રીતે અનુસરીએ જ. તેવી જ રીતે સારા ન થવાના કારણોમાં પણ ક્યારેક ડોક્ટરની બીમારી ન પારખવાની ભૂલ જેટલી જ અગત્યની વાત, તેમની સલાહને ન અનુસરવાની પણ હોય છે. કેટલીક વાર હિતેચ્છુઓની સલાહને અનુસરવાના કારણે પણ મુશ્કેલી સર્જાય છે પણ તે અંગે આપણે અને હિતેચ્છુ બંને અજાણ હોઇએ છીએ.

હમણા એક વડીલને ત્યાં બેસવા ગયા હતા. ત્યાં બીજા વડીલો અંદરોઅંદર વાતચીત કરતા હતા કે મને ડોક્ટરે કહ્યું કે બ્લડપ્રેશર છે દવા લેવી પડશે, પરંતુ મને ખબર છે કે જો બી.પી.ની દવા એક વાર ચાલુ કરીએ તો ટેવ પડી જાય અને પછી જિંદગીભર લેવી પડે. આ માન્યતા ઘણા લોકોના મનમાં છે જેમાં ભણેલા લોકો સામેલ છે.

જેમને એલોપથી મેડિસીન સામે થોડો પણ વાંધો વિરોધ છે તેઓ ખાસ આ પ્રકારની માન્યતા ધરાવે છે, પરંતુ આમાંના મોટા ભાગના લોકોને ખ્યાલ નથી કે બી.પી.ની દવા લેવી જ પડે અને જરૂર પડે તો જિંદગીભર લેવી પડે. જો શરીરમાં બ્લડપ્રેશરનું નિયમન કરતી સિસ્ટમમાં કંઇક ખામી થાય તો તેની દવા રોજ લેવી જ પડે. બી.પી.ની દવા ન લેવાથી ઘણા લોકોને મગજમાં હેમરેજ થઇ જાય તો લકવા જેવી ગંભીર બીમારી પણ થઇ શકે છે.

આવું જ ડાયાબીટિસની દવા માટે છે. ડાયાબીટિસની અસરના સીધા લક્ષણો કરતાં તેની અસર શરીરની જુદી જુદી સીસ્ટમ ઉપર વધારે જોવા મળે છે. જેના લીધે તેની દવાઓ વિશે પણ લોકો જાતજાતની સલાહ આપે છે અને આપણે તેમાંથી અનુકૂળ આવે તેવી બધી જ અનુસરીએ છીએ, સિવાય કે દવા લેવાની. તેમાં પણ ટેવ પડી જાય, ડોક્ટરને પૈસા જ કમાવા હોય છે, એમાં શું થઇ જવાનું,વગેરે. આ કહેતાં પહેલાં નિષ્ણાત પાસે ડાયાબીટિસ વિશે વધારે જાણી લેવું જરૂરી છે.

માનસિક રોગ અંગે સૌથી વધારે સલાહ આપનારા મળશે. જેમાં ‘આ દવાઓ તો લેવાતી હશે’, ‘તમને તો કંઇ તકલીફ દેખાતી નથી’, ‘માનસિક રોગની દવાઓ તો ઊંઘની જ દવાઓ હોય છે’, ‘આવી કોઇ બીમારી જ ન હોય’, ‘ડીપ્રેશન તો મન મક્કમ રાખો એટલે જતું રહે’, ‘ખરાબ વિચારો કરવાના જ નહીં’ વગેરે. આ બીમારી વિશે સમાજમાં બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે.


તેની આસપાસ જોડાયેલા એક પ્રકારના સ્ટીગ્મા કે કલંકના કારણે લોકો તેને હજુ પણ દેવી-દેવતાના પ્રકોપના કારણે થતી હોય તેવું વધારે માને છે. સમાજમાં ત્રીસથી ચાળીસ ટકા લોકો એક કે બીજા પ્રકારની માનસિક તકલીફથી પીડાય છે પરંતુ અપૂરતી માહિતીના કારણે તેઓ યોગ્ય ઉપાય મેળવી શકતા નથી. તેમની તકલીફને સમજી અને તેમના પ્રત્યે સમજણનો ભાવ કેળવીશું તો તે તેમને વધુ ઉપયોગી નીવડશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી