નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વસિયત વિશે જાણવા જેવું

 
 
ઘણી વાર વસિયત કર્યા વિના મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોએ કોર્ટના ધક્કા ખાવા પડે છે. એવામાં જો મૃતકે વસિયતનામું લખેલું હોય તો મિલકતની વહેંચણીમાં સરળતા રહે છે.

મૃત્યુ બાદ પોતાની સંપત્તિ કોને, કેટલી આપવી તે જો વ્યક્તિએ પોતાની હયાતીમાં જ લખી રાખ્યું હોય તો દરેક માટે સારું.

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે કોઇ વ્યક્તિ ઘણી મિલકત મૂકીને ગઇ, પરંતુ વસિયતનામું નહીં કરવાથી તે મિલકતના વારસદારો વચ્ચે વિકટ પરિસ્થિતિ સર્જાઇ અને છતી મિલકતે અડધો જન્મારો એમનો કોર્ટના ધક્કા ખાવામાં ગયો. વસિયતનામું એટલે કે ‘વીલ’. કોઇ પણ વ્યક્તિ પોતાની મિલકત બાબત પોતાના મૃત્યુ પછી તે અંગેનો ઇરાદો વ્યક્ત કરે અને તે ઇરાદો મૃત્યુ પછી અમલમાં આવે તેને ‘વસિયતનામું’ કહેવાય અને આ કાનૂની ગણાય. આ વસિયતનામા દ્વારા વ્યક્તિ તેની મિલકતની વ્યવસ્થા કરી શકે છે અને વસિયત કર્યા બાદ જિંદગી દરમિયાન ઇચ્છા થાય તો તેમાં ફેરફાર પણ કરી શકે છે.

વસિયતની ખાસ લાક્ષણિકતાઓ એ છે કે, તે વસિયતકર્તાના મૃત્યુ પછી અસરમાં આવવાનો ઇરાદો હોવો જોઇએ અને તે વસિયતનામું વસિયતકર્તા દ્વારા કોઇ પણ સમયે પ્રતિસંહરણ પાત્ર છે એટલે કે ફેરફાર કરવાને પાત્ર છે. ઘણાને એવો પ્રશ્ન થશે કે વસિયતની શી જરૂર છે? તો એ જાણવું ખાસ જરૂરી છે કે પોતાની મિલકત પોતાના વારસદારોને કેવી રીતે, કેટલા અંશે મળે તેની ઇચ્છા પ્રમાણેની વ્યવસ્થા કરવાનું દરેક વ્યક્તિને મન હોય અને તેથી જીવતાં હોય ત્યારે આ બધી જ વ્યવસ્થા જ્યારે વસિયતનામા દ્વારા કોઇ વ્યક્તિ કરે તો તે વ્યક્તિના મૃત્યુ બાદ તે વસિયતનામા પ્રમાણે તેની વહેંચણી થાય.

દાખલા તરીકે, જો કોઇ વ્યક્તિ વસિયત કર્યા સિવાય ગુજરી જાય ત્યારે કુટુંબના સભ્યો અને સગાંમાં ઘણી વખત ગુંચવાડો એ બાબત અંગે હોય છે કે શું ગુજરનારે તેમના અવસાન પહેલાં વસિયત બનાવી છે કે નહીં, પરંતુ જો વસિયત ઉપલબ્ધ હોય તો માત્ર એટલો પ્રશ્ન રહે કે મૃત્યુ પામનારાનું તે છેલ્લું વસિયત છે કે કેમ? આમ, વસિયત થકી મિલકત અંગેની વ્યવસ્થા સરળ થઇ જાય છે.

વસિયત એ વ્યક્તિનો અંગત દસ્તાવેજ છે. તેમાં તે પોતાના મતો, અભિપ્રાયો અને લાગણી વગેરે દર્શાવી શકે છે અને પોતાના કુટુંબના સભ્યો કે સગાં સિવાયની કોઇ વ્યક્તિ માટે પણ જો લાગણી હોય તો તે વીલમાં દર્શાવી શકે છે અને એ વીલથી તે વ્યક્તિને કંઇ આપવું હોય તો આપી શકે છે. ઘણી વાર મિલકત કોઇ નાના બાળકને આપીને જવાની હોય છે તો તે અંગે વસિયતી વાલી નીમવાની જોગવાઇ કરી શકે છે. વસિયતી વાલી એટલે કે એવી વ્યક્તિ કે જેની નિમણુંક વસિયતનામા કે વસિયત દ્વારા કરવામાં આવે છે.

દાખલા તરીકે, કોઇ મા-બાપ પોતાના બાળકને બધી મિલકત આપી દેવા માગતા હોય, પણ એ લોકો ન હોય ત્યારે બાળકના વાલી તરીકે કોને મૂકવા તે માટે બહુ વિચાર કરીને બાળકના વાલી તરીકે વસિયતમાં જે નામ મૂકર્યું હોય તેણે એ બાળકનું અને તેની મિલકતનું વસિયતમાં લખ્યા પ્રમાણે ધ્યાન રાખવું પડે છે. આ વાલીની નિમણુંક કરતાં પહેલાં અને વસિયતમાં નામ લખતાં પહેલા તેમની સાથે ચર્ચા અને તેમની સંમતિ લેવી બહુ જરૂરી છે.

ઘણી વાર એવું બને છે કે કોઇ વ્યક્તિને ત્રણ બાળકો હોય અને તેમાંથી એક બાળક ઘર છોડીને જતું રહ્યું હોય અથવા તો પિતાનું કહ્યું માન્યા વગર ઘર છોડી દીધું હોય અને પિતાના મૃત્યુ પછી મિલકત લેવા આવી જાય તો વસિયત ન હોય તો તેને વારસાના કાયદા મુજબ તેનો હિસ્સો આપવો પડે, પરંતુ તે વ્યક્તિએ વસિયતમાં લખેલું હોય કે મારા ત્રણ બાળકમાંથી બે જ બાળકને મારી મિલકત આપવી અને ત્રીજો બાળક જે ઘર છોડીને ચાલ્યો ગયો છે તેને મારી મિલકતમાંથી બેદખલ રાખવો તો વસિયત દ્વારા થઇ શકે.

વસિયતનામા દ્વારા વ્યક્તિ પોતાની વિધવા પુત્રી હોય અથવા કોઇ વફાદાર સેવક, નર્સ, નાણાંની જરૂરિયાતવાળો મિત્ર હોય તે બધા જ અંગે જોગવાઇ કરી શકે છે. વસિયત ન હોય તો બધી મિલકતનો વ્યવહાર વારસાઇ કાયદાઓ મુજબ થાય તે માટે એ કાયદાનો ઉપયોગ કરવો પડે છે. વસિયત કોણ કરી શકે, તેમાં શું આપી શકાય

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં