નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવોમાં ભડકો, સસ્તા મકાનો એક સ્વપ્ન!

 
 ખરેખર ખરીદવા માંગતા ખરીદનારના બજેટ પ્રમાણેની પ્રોપર્ટીની ઉપલબ્ધતાની તપાસ કરી તો 20-30 ટકા જ સસ્તા મકાનોનીન સ્કીમ જોવા મળી
- નોકરિયાત વર્ગની સરખામણીમાં બિઝનેસમેન અને સ્વરોજગારી મેળવતા લોકોને પરવડે તેવા મકાનો વધુ
- સસ્તા મકાનોની કિંમતમાં લગભગ 10-15 ટકાનો વધારો થયો છે, તેનું કારણ ઊંચા વ્યાજદરો અને કોમોડિટીના ભાવોમાં મોટો ઉછાળો છે
અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ ટાયર-2 શહેરોની સરખામણી કરીએ તો બેંગલુરૂ અને પૂણે કરતાં અમદાવાદમાં પ્રોપર્ટી ઘણી સસ્તી છે. પરંતુ અહીંના સામાન્ય વર્ગ માટે આ કિંમત પણ ઘણી ઊંચી કહેવાય છે.

તાજેતરમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ (ગાઇહેડ)નો થલતેજ ક્રોસરોડ, એસજીહાઇવે પર 30મી સપ્ટેમ્બર થી 2જી ઓક્ટોબર દરમ્યાન પ્રોપર્ટી શો નું આયોજન કરાયું હતું. પરંતુ તે દરમ્યાન પ્રોપર્ટીના ઘણા ખરીદનારાને નિરાશા વ્યાપી હતી. જો કે આ પ્રોપર્ટી શો માં ખરીદનાર વર્ગ માટે અસંખ્ય પસંદગીની પ્રોપર્ટીનો વિકલ્પ ઉપલબ્ધ હતો. પરંતુ આ પ્રોપર્ટી શો માં સસ્તા મકાનોની સ્કીમનો અભાવ જોવા મળ્યો હતો.

જ્યારે 'ડીએનએ' એ રિઅલટી આધારિત ખરેખર ખરીદવા માંગતા ખરીદનારના બજેટ પ્રમાણેની પ્રોપર્ટીની ઉપલબ્ધતાની તપાસ કરી તો 20-30 ટકા જ સસ્તા મકાનોનીન સ્કીમ જોવા મળી હતી. રસપ્રદ વાત તો એ છે કે નોકરિયાત વર્ગની સરખામણીમાં બિઝનેસમેન અને સ્વરોજગારી મેળવતા લોકોને પરવડે તેવા મકાનો વધુ હતા.

"મારી પાસે રાણીપ વિસ્તારમાં 4BHKનો બંગલો છે અને હવે મારે આ જ સાઇઝમાં રૂ.1.20 કરોડની કિંમતમાં સાયન્સ સીટી રોડ પર બંગલો જોઇએ છે પરંતુ અહીં જે પ્રોપર્ટી ડિસપ્લે કરાઇ છે તેમાં રૂ.1.7 કરોડથી રૂ.2 કરોડની કિંમત છે"તેમ ત્રણ દિવસ ચાલેલા પ્રોપર્ટી શો ની મુલાકાતમાં આવેલા મુલાકાતી કે.સી.પટેલે કહ્યું હતું. તેમને લાગે છે કે રૂ.50 લાખ થી રૂ.80 લાખનો ખૂબ મોટો ગેપ છે અને આ દરે તેમને મિલકત ખરીદવા પોશાઇ શકે તેમ નથી.

આ જ રીતે પ્રોપર્ટી શો ની મુલાકાતે આવેલા અન્ય એક મુલાકાતી મુકેશ મોરાડિયાએ કહ્યું કે તેમનો બોપલમાં 2BHKનો ફ્લેટ વેચવાનો છે અને તેઓ સામે એ બજેટમાં જ નવો ફ્લેટ ખરીદવો છે. જો કે તેમને નવો ફ્લેટ ખરીદવા માટે રૂ.10 લાખનું બજેટ ઓછું પડે છે.

ગાઇહેડના પ્રોપર્ટી શો માં મોટાભાગના મુલાકાતીઓ નિરાશ થઇને જ ગયા હતા, કારણ કે તેમને તેમના બજેટમાં અને તેમની પસંદગીના વિસ્તારમાં પ્રોપર્ટી મળવાની કોઇ શક્યતા જ દેખાઇ રહી ન હતી. ગુલઝાર ગંગાવાણી નામના ઉદ્યોગ સાહસિક કે જેઓ આયાત-નિકાસનો વેપાર કરી રહ્યા છે તેમને તેમના બજેટમાં મકાન જોઇતું હતું. તેમણે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મકાન જોઇતું હતું, પરંતુ તેમના બજેટનું મકાન અહીં ઉપલબ્ધ ન થતા તેમણે નિકોલ જેવા વિસ્તારમાં મકાન ખરીદ્યા સિવાય છુટકો જ ન હતો તેમ ગલુઝારે કહ્યું હતું.

આ અંગે ગાઇહેડના પ્રમુખ રૂષભ પટેલે કહ્યું કે સસ્તા મકાનોની કિંમતમાં લગભગ 10-15 ટકાનો વધારો થયો છે પરંતુ તેનું કારણ ઊંચા વ્યાજદરો અને કોમોડિટીના ભાવોમાં મોટો ઉછાળો છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ