નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાણો સંસારમાં આટલું દુ:ખ શા માટે?


એક રાજા પોતાની સભામાં પંડિતો સાથે વાદવિવાદ કરી રહ્યા હતા. અચાનક એમણે પોતાનાં એક વિદ્વાન પંડિતને પ્રશ્ન કર્યો, ‘સંસારમાં આટલું બધું દુ:ખ શા માટે છે? માનવ આટલો પીડિત શા માટે રહેતો હશે?’પંડિતજી તુરંત જવાબ ન આપી શક્યા, પછી પછી બોલ્યા, ‘મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર શોધવા મને સમય લાગશે.’રાજાએ કહ્યું, ‘ઠીક છે. તમે એ માટે બે દિવસ વિચાર કરી શકો છો.’ 

પંડિતજી રાજાના પ્રશ્નનો જવાબ શોધવા નીકળી પડ્યા. રસ્તામાં જે કોઈ સાધુ-સંત મળે એને પ્રશ્ન પૂછતા, પણ ક્યાંય સંતોષકારક ખુલાસો ન મળ્યો. છેવટે થાકીને એક ઝાડ નીચે બેઠા. થોડીવારમાં ત્યાંથી એક ફકીરને પસાર થતા જોયા. એમને ઊભા રાખી વિનંતી કરી, ‘તમે મારા સવાલનો જવાબ આપી શકશો? સંસારમાં આટલાં દુ:ખોનું શું કારણ છે?’ફકીર એમને જોતા રહ્યા. પછી ધીરેથી કહ્યું, ‘આનો જવાબ હું તમને પછી આપીશ. અત્યારે તો મારે પાસેનાં ગામમાં પાણી માટે કૂવો ખોદવા જવાનું છે. તમે પણ મને મદદ કરી શકો છો.’ બન્ને જણ બાજુના ગામે ગયા અને કૂવો ખોદવા લાગ્યા. પંડિતજી મને-કમને કામમાં જોડાયા હતા એટલે થોડીવારમાં કંટાળીને બબડાટ કરવા લાગ્યા: મારા માટે આવા કામનો શું અર્થ? આવી મજૂરીથી મને શું મળવાનું છે? ખોટી હેરાનગતિ છે...પેલા ફકીર આ સાંભળી ગયા. તેમણે કહ્યું, ‘પંડિતજી, અહીં જ તમારા પ્રશ્નનો જવાબ છે. જ્યાં સુધી મનુષ્ય ફકત પોતાનાં સ્વાર્થનો જ વિચાર કરતો રહેશે ત્યાં સુધી એ દુ:ખી રહેવાનો પણ જ્યારે એ બીજાનાં ભલાનો વિચાર કરશે ત્યારે એનાં અંગત સુખ-દુ:ખ ગૌણ બની જશે!’આ ઉત્તરથી પંડિતજી ખુશ થઈ ગયા અને તરત રાજાને કહેવા દોડ્યા.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!