નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પુરુષને પ્રેમ કરતાં તો આવડે છે, પરંતુ..!


સ્ત્રી સામાન્ય રીતે ઇચ્છે છે કે પુરુષ એના પ્રેમને શબ્દોમાં અભિવ્યક્ત કરે, જ્યારે પુરુષને પ્રેમ કરતાં તો આવડે છે, પરંતુ તેની શાબ્દિક અભિવ્યક્તિ કરવાનું તેને ફાવતું નથી. 

પ્રેમ શાશ્વત છે, પ્રેમની અભિવ્યક્તિ સમયાંતરે બદલાતી રહે છે. એમાં દાખલ થનારી વ્યક્તિઓ સમયાંતરે જુદી હોય છે. એક સમયે જે વ્યક્તિને છાતી ફાડીને પ્રેમ કર્યો હતો એ વ્યક્તિને આજે મળો ત્યારે સમજાય કે આ વ્યક્તિ પાછળ સમય અને સંવેદનાની બરબાદી આટલી જરૂરી નહોતી!


ભારતીય રોમાન્સને રંગીન બનાવવામાં હિન્દી સિનેમાનો બહુ મોટો હાથ છે. કિશોરવયમાંથી યુવાવસ્થામાં પ્રવેશી રહેલી એક આખી ભારતીય પેઢીને ‘પ્રેમ’નો ખ્યાલ હિન્દી સિનેમા તરફથી મળે છે. રાજેશ ખન્નાનો સંવેદનશીલ, ઋજુ અને સહિષ્ણુ રોમાન્સ... અમિતાભ બચ્ચનનો ‘અનસેઇડ લવ’નો રોમાન્સ... શાહરુખ ખાનનો સ્ત્રીને ઓગાળી-પીગાળી નાખતો અગ્રેસિવ રોમાન્સ... હિન્દી સિનેમાએ એક પછી એક નાયક આપ્યા છે, જેમાં અજય, સલમાન, સૈફ, આમીરની પેઢી પછી રીતિક અને રણબીરની પેઢી સ્ત્રીની લાગણીઓને બહેકાવતી રહી છે.પ્રેમને રિજેક્ટ કરવાનો, પ્રેમને અસ્વીકાર કરવાનો, પ્રેમને નકારી કાઢવાનો પણ એક રોમાન્સ હોય છે. ‘હું કોઇ સિરિયસ-કમિટેડ સંબંધોમાં નથી માનતો’થી શરૂ કરીને ‘મને પ્રેમ કરવાનો અધિકાર નથી’થી મારી પાસે પ્રેમ કરવાની ફુરસદ નથી,’ કહીને પ્રેમ કરનારા નાયકોએ હિન્દી સિનેમાના હૃદયને સતત ધડકતું-ધબકતું રાખ્યું છે!‘યે જો મહોબ્બત હૈ, યે ઉનકા હૈ કામ, મર જાએ, મિટ જાએ હો જાએ બદનામ... રહેને દો છોડો ભી જાને દો યાર, હમ ના કરેંગે પ્યાર...’ આનંદ બક્ષીના શબ્દો આજે પણ તૂટેલા હૃદય માટે અહંને પંપાળનારી દવા બની રહે છે. જ્યારે જ્યારે કોઇ સંબંધ તૂટે છે અથવા કોઇ પ્રેમસંબંધમાં બંધાયેલી એક વ્યક્તિ બહાર નીકળવા ઇચ્છે છે ત્યારે એની પાસે અનેક કારણો હોઇ શકે છે. માતા-પિતા અને સમાજના આગ્રહથી શરૂ કરીને મનમેળ નહીં થઇ શકવાના અનેક કારણો આગળ ધરવા માટે તો માણસ પાસે હોય છે, પણ માણસનું મન સમજે છે કે ખરેખર એ પ્રેમ માટે તૈયાર નથી.પ્રેમ અભિવ્યક્તિ અને અનુભૂતિની વચ્ચેનો એક એવો પુલ છે, જ્યાં માણસ પોતાના અંગત સરનામાને શોધે છે. ભાગ્યે જ કોઇ એવો માણસ હશે, જેણે જીવનમાં પ્રેમ ના કર્યો હોય. 


સામાન્યત: માણસ માત્ર માટે પ્રેમની અનુભૂતિ અને અભિવ્યક્તિની વચ્ચે એક અહમની દીવાલ હોય છે. આ દીવાલ તોડવી સૌ માટે શક્ય નથી. દીવાલની પેલી તરફ રોમાન્સ અને સંવેદનાઓનો એક અદ્ભુત સંસાર વસે છે એની જાણ હોવા છતાં માણસ પાસે આ અભિવ્યક્તિની દીવાલ નહીં તોડવાના ઘણાં કારણો હોઇ શકે છે.સામાન્યત: સ્ત્રીઓને એવી ફરિયાદ હોય છે કે એ જેને પ્રેમ કરે છે તે - પતિ કે પ્રેમી, પોતાની લાગણીને શબ્દોમાં અભિવ્યક્ત નથી કરી શકતા. સ્ત્રી માટે ‘આઇ લવ યુ’ના ત્રણ શબ્દો સાંભળવા એ એના શ્વાસ ચાલતા રહેવા માટે પ્રાણવાયુની જેટલી જરૂર છે એટલી જ અગત્યની બાબત હોય છે, ક્યારેક! પોતાને પૂરેપૂરો સમય આપતો, ચાહતો, શારીરિક રીતે સંતુષ્ટ રાખતો અને પેમ્પર કરતો પુરુષ પણ જો શબ્દોમાં ‘આઇ લવ યુ’ નથી કહેતો તો સ્ત્રીને એ સંબંધમાં હંમેશાં કંઇક ખૂટતું લાગે છે, જ્યારે પુરુષ માટે શબ્દોમાં અભિવ્યક્ત થવું એ જીવનમાં સૌથી અઘરી બાબત હોઇ શકે છે.પુરુષ બાકીનું બધું કરી શકે છે, પરંતુ પોતાની લાગણીને સ્પષ્ટ રીતે શબ્દોમાં અભિવ્યક્ત કરવામાં એને ક્યાંક અસલામતી કે અહમ્ નડે છે. ‘બધું સમજે છે, પછી કહેવાની શી જરૂર છે?’ પુરુષ પૂછે છે.‘લાગણી છે તો કહેવામાં શો વાંધો છે?’ સ્ત્રીનો સવાલ છે, ‘જો એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરે જ તો એને અભિવ્યક્ત કર્યા સિવાય સામેની વ્યક્તિને એની લાગણી સમજાય કઇ રીતે?’શરીર, સંવેદના, સ્નેહ, સલામતી, સુખ, સંપત્તિ, સમજદારી - આ બધા કરતાં વધારે મહત્વની વસ્તુ ‘શબ્દ’ છે એવું સ્ત્રીને લાગે છે, જ્યારે પુરુષ માને છે કે આ બધું જ જો મળી રહે છે તો શબ્દ માટે તરફડવાનું કારણ શું?‘મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ’, ‘રુલ્સ ઓફ લવ’, ‘હન્ડ્રેડ એન્ડ વન થિંગ્સ આઇ ન્યૂ બિફોર આઇ ગોટ મેરિડ’ જેવાં પુસ્તકો સ્ત્રી-પુરુષોના સંબંધોને સમજવામાં મદદ કરે છે એ સાચું, પરંતુ ખરેખર દરેક માણસે પોતાનો સંબંધ પોતાની જાતે વાવવાનો, ઉછેરવાનો અને લણવાનો હોય છે.પ્રણયમાં કે લગ્નજીવનમાં થતા નાના-મોટા ઝઘડા કે મતભેદ કોઇકને પ્રેમની સાવ વિરુદ્ધ કરી નાખે તો માનજો કે એ લાગણી જ ક્યાંક ખોટી હતી. તમારા જીવનમાં એકાદ વ્યક્તિ સાથે ન બને કે તમે શોધેલી એકાદ વ્યક્તિ તમે ધારી હતી એવી ના નીકળે તેથી તમારો સંબંધ કે આખેઆખી પ્રણયની લાગણી નકામી છે એવું માનવું સરાસર બેવકૂફી છે.દરેક સંબંધમાં બે માણસો હોય છે. આ બે માણસ પાસે પોતપોતાનું બેકગ્રાઉન્ડ હોય છે, પોતપોતાનો અનુભવ અને એમાંથી લાધેલું પોતપોતાનું જ્ઞાન હોય છે. જિંદગીના દરેક અનુભવમાંથી દરેક માણસ પોતપોતાની રીતે અર્થ તારવે છે. આજે જે વ્યક્તિ તમારી સાથે જોડાઇ છે એની પાસે એના વીતેલા જીવનનું એક બેગેજ છે. તમારી પાસે પણ તમારા વીતેલા જીવન, અનુભવ અને સંવેદનાઓમાંથી જન્મેલી પોતાની ફલશ્રુતિ છે. આ બંને જ્યારે કોઇ એક જગ્યાએ પહોંચીને એકબીજા સાથે ટકરાય છે ત્યારે સંબંધમાં એક તિરાડ પડે છે. કોઇ સંબંધની કોઇ તિરાડ પૂરી ન શકાય એવી નથી હોતી. સવાલ એ છે કે આપણે એ તિરાડને કઇ રીતે જોવા માગીએ છીએ.જે માણસ સંબંધ તોડવા માગે છે એની પાસે અનેક કારણો છે, પણ જે સંબંધ જીવવા માગે છે અથવા જે વ્યક્તિ સંબંધને જાળવવા માગે છે એની પાસે ફક્ત એક જ કારણ છે... એની ઇચ્છા! એવી જરૂરિયાત!મોટા ભાગના લોકો એકાદ સંબંધ તૂટ્યા પછી સામેની વ્યક્તિ વિશે અનેક વાતો કહેતા થઇ જાય છે. જે વ્યક્તિ સાથે આપણે જે સમયે જોડાયા અથવા જોડાયેલા હતા એ તમામ સમય દરમિયાન આપણે જેને પ્રેમ કર્યો છે એને વિશે કંઇ પણ કડવું કે અણગમતું પારકા માણસને કહેવાનો ખરેખર કોઇ અર્થ નથી. જે સંબંધમાં દાખલ થતાં પહેલાં આપણે કોઇનો અભિપ્રાય નથી પૂછ્યો એ સંબંધને પૂરો કરતાં પહેલાં બીજી વ્યક્તિઓના મોરલ સપોર્ટને શોધવાનો પ્રયાસ નરી મૂર્ખતા છે.‘મેં જે કહ્યું હતું તે જુદું હતું, આજે હું જુદું અનુભવું છું.’ કહેતી વ્યક્તિઓએ ડરવાની જરૂર નથી. જ્યારે બે વ્યક્તિઓ એકબીજા સાથે જોડાય છે ત્યારે એમની જે મેન્ટલ ફ્રેમ અથવા મન:સ્થિતિ હોય છે તે કાયમ રહે છે અથવા રહેશે જ એવા કોઇ વચનની આપ-લે શક્ય નથી હોતી. સમય એક ન માની શકાય તેટલી પ્રવાહી બાબત છે. એ કોઇ પણ માણસને બદલી નાખે છે. એકસાથે એક સંબંધમાં દાખલ થયેલી બે વ્યક્તિઓ સમય સાથે બદલાય છે. એમની જરૂરિયાત, માનસિકતા, સમજદારી, સહનશીલતા અને સંવેદના પણ સમય સાથે બદલાય છે. જો આ એક જ દિશામાં બદલાય તો કદાચ બે વ્યક્તિઓનું સાથે રહેવું સંભવ બની શકે, પરંતુ જો બે વ્યક્તિઓ જુદી જુદી દિશામાં વિકસવા લાગે તો સાથે રહેવાની શક્યતાઓ ઘટતી જાય છે.આવા સમયમાં પ્રેમ, સંવેદના, લાગણીને કે જે તે વ્યક્તિને આને માટે જવાબદાર ગણવાને બદલે સાથે ગાળેલ સમયનું સુખ યાદ રાખીને બદલાયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરવો એ જ સત્ય છે. ‘પ્રેમ આપણે માટે નથી અથવા આપણે પ્રેમ માટે નથી’ કે પછી ‘પ્રેમ નકામી બાબત છે’ કે પછી ‘લવ ઇઝ બ્લાઇન્ડ’ જેવા વાક્યપ્રયોગો કરવાને બદલે સાથે ગાળેલા સમયને સન્માન આપી એમાં સમજણપૂર્વક ટકવું કે સમજપૂર્વક નીકળી જવું એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.પ્રેમ શાશ્વત છે, પ્રેમની અભિવ્યક્તિ સમયાંતરે બદલાતી રહે છે. એમાં દાખલ થનારી વ્યક્તિઓ સમયાંતરે જુદી હોય છે. એક સમયે જે વ્યક્તિને છાતી ફાડીને પ્રેમ કર્યો હતો એ વ્યક્તિને આજે મળો ત્યારે સમજાય કે આ વ્યક્તિ પાછળ સમય અને સંવેદનાની બરબાદી આટલી જરૂરી નહોતી! આ સમજણ ખોટી નથી કે એ સમય પણ ખોટો નહોતો. પ્રેમની લાગણી, અભિવ્યક્તિ કે અનુભૂતિ ખોટી નથી. માણસનું મન અને બે વ્યક્તિનો એકબીજા સાથે તાલમેલ નહીં સાધી શકતો સમય એકબીજાને દૂર કરે છે. પ્રેમ કરવાનું છોડી દેવાને બદલે પ્રેમ કરવાની રીત બદલવી જરૂરી છે. ગઇ કાલ સુધી જે પ્રેમ હતો એ આજે મૈત્રી હોઇ શકે. ગઇ કાલ સુધી જે મૈત્રી હતી એ આજે પ્રેમમાં પલટાઇ શકે. શક્યતાને આવકારવી એ માણસ હોવાની સાબિતી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ