નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાતનું 'કાશ્મીર' આ દિવાળીએ રાહ જુએ છે તમારી


અમદાવાદથી 165 કિલોમીટર દૂર છે આ સ્થળ
- સૌંદર્યધામ બાલારામ પાલનપુરથી 15 કિલોમીટર દૂર છે
- પાણીના ધરા, ઝરણા ઉજાણી કરનારાઓને આકર્ષે છે
ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતુ રમણીય સૌંદર્યધામ બાલારામ પાલનપુરથી ૧૫ કીલોમીટરના અંતરે આવેલું છે. પ્રકૃતિના પાલવમાં ગણાતુ આ સ્થાન યાત્રિકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થળ પ્રકૃતિપ્રેમી અમદાવાદીઓનું ફરવા માટેનું પ્રિય સ્થળ છે.

દિવાળીના તહેવાર વખતે જો બુકિંગના અભાવે ક્યાંક ફરવા જવાનો મેળ ના પડ્યો હોય તો બાલારામ પહોંચીને ઉજાણી શરૂ કરી શકાય તેમ છે. બાલારામની દંતકથા મુજબ પોતાના બાળકને ભગવાન શંકરના સાનિધ્યમાં મહાદેવના ખોળે મુકીને ગયેલી માતા પાછા ફરતાં પોતાનુ બાળક હેમખેમ મળતાં આ સ્થળ બાલારામ તરીકે પસિધ્ધિ પામ્યુ હોવાનું મનાય છે. અહી બાલારામ નદીના કાંઠે ગીચ ઝાડીની રમણીયતા વચ્ચે શ્વેત આરસ પહાણમાંથી કંડારેલા આ મંદિર પાસે ડુંગરમાંથી વહેતા મીઠા પાણીના ઝરણામાંથી એક ઝરણું આ મંદિરમાં ગૌમુખ વાટે અહર્નિશ (સતત) શિવલિંગ ને જળાભિષેક કરે છે.

હાલના સમયે મહાદેવનું ભવ્ય નવીન મંદિર બાંધવામાં આવ્યુ છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શ્રધ્ધાળુઓ અહીં મહાદેવના દર્શન કરી ધન્યતા અને આનંદ અનુભવે છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અહીં ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે. તેમાં છેલ્લા સોમવારે અહી મોટો મેળો ભરાય છે. ઝાડી, પાણીનો ધરો અને અવિરત સતત વહેતા ધીમા ધીમા ઝરણાના કારણે અહી ભાવિકો મોટી ઉજાણી અર્થે પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. આ ઉપરાંત અહીં ધર્મશાળા અને નજીકમાં ધારમાતા તથા ગંગાસાગર તળાવ પણ આવેલા છે.
 
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી